Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

કૃષિ વિધેયક 2020: કોન્ટ્રેક્ટ ફાર્મિંગને લઈ ખેડૂત અને કંપની વચ્ચે કોઈ વિવાદ થશે તો કોર્ટમાં નહીં પણ કોન્સિલિએશન બોર્ડ સુનાવણી કરશે

મોદી સરકારે કૃષિને લગતા બે વિધેયક (Agri Bill 2020)ને લોકસભામાં પસાર કરાવી લીધા છે. જોકે, ખેડૂતો આ વિધેયકોને લઈ વ્યાપક પ્રમાણમાં વિરોધ કરી રહ્યા છે. રાજકીય મોરચે પણ સરકારે તેના સાથી પક્ષ શિરોમણી અકાલી દળ તેમ જ વિપક્ષ તરફ વ્યાપક વિરોધનો સામનો કરવો પડ્યો છે. કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે આ વિધેયકને ખેડૂત વિરોધી ગણાવી તેમના પદ પરથી રાજીનામુ આપી દીધુ હતું. વિરોધ કરી રહેલા રાજકીય પક્ષોનું કહેવુ છે કે કૃષિ સંબંધિત આ વિધેયક અર્થતંત્રને મુશ્કેલ સમયમાં પણ મદદરૂપ બનનાર અન્નદાતા (ખેડૂતો)ની મુશ્કેલી વધારી દેશે.

KJ Staff

કોન્સિલેશન બોર્ડ સુનાવણી કરશે

જો કોન્ટ્રેક્ટ ફાર્મિંગ (Contract Farming)માં કોઈ પ્રકારનો વિવાદ થાય છે તો તે અંગેનો નિર્ણય સુલેહ બોર્ડ કરશે. આ સુલેહ બોર્ડના સૌથી શક્તિશાળી SDMને ગણાવવામાં આવ્યા છે. તેમની અપીલ ફક્ત DM એટલે કે કલેક્ટરને થશે. રાષ્ટ્રીય કિસાન મહાસંઘના મતે આ વિધેયકમાં કોન્ટ્રેક્ટ ફાર્મિંગને લગતા મૂલ્ય અંગે વિશ્વાસ અપાવવા અંગે ખેડૂતો સમજૂતી અને કૃષિ સેવા વિધેયક બિલની જોગવાઈને ખૂબ જ ખતરનાક માને છે. તેમા કહેવામાં આવ્યુ છે કે જો અનુબંધ ખેતીના વિષયમાં કંપની તથા ખેડૂત વચ્ચે કોઈ વિવાદની સ્થિતિ સર્જાય છે તો તેના માટે કોઈ વ્યક્તિ સિવિલ કોર્ટ (Civil Court) જઈ શકશે નહીં. આ સ્થિતિમાં તમામ અધિકાર SDM આપવામાં આવશે.

સુલેહ બોર્ડ (Conciliation Board) એટલે કે SDM દ્વારા દ્વારા આપવામાં આવતા આદેશ એવી રીતે જ હશે કે જે પ્રકારે સિવિલ કોર્ટની કોઈ ડિક્રી દ્વારા અપાય છે. જો SDM સામે અપીલ કરવાની છે તો તે ઓથોરિટીને કરી શકે છે. અપીલીયર અધિકારી કલેક્ટર કે કલેક્ટર દ્વારા નક્કી અપર કલેટર હશે. અપીલ આદેશના 30 દિવસની અંદર કરી શકાશે.

સરકારનું શુ કહેવું છે?

મોદી સરકારનું કહેવું છે કે કોન્ટ્રેક્ટ ફાર્મિંગથી ખેતીને લગતા જોખમ ઓછા થશે. તેનાથી ખેડૂતોની આવકમાં વધારો થશે. ખેડૂતો માટે આધુનિક અને વધારે સારા ઈનપુટ સુનિશ્ચિત થઈ શકશે. તેમા મોટી મોટી કંપની કોઈ ખાસ ઉત્પાદન માટે ખેડૂતો પાસે કોન્ટ્રેક્ટ કરી શકશે. તેની કિંમત અગાઉથી જ નક્કી હશે. તેને લીધે સારી કિંમત નહીં મળવાની સમસ્યાનો અંત આવશે.

Share your comments

Subscribe Magazine

More on News

More