
હોળી પહેલા લોકોને મોંઘવારીનો સામનો કરવાનો વારો આવ્યો છે. માર્ચની શરૂઆતમાં એટલે કે 1 માર્ચના રોજ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં 6 રૂપિયાના વધારો કર્યો હતો અને હવે ભાવનગર એપીએમસીમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. જેથી ગૃહિણીઓના બજેટ ખોરવાઈ જવાનો એંધાણા સેવાઈ રહ્યા છે. જે ઉનાળામાં લીંબનો ઉપયોગ સૌથી વધુ થાય છે, તેની શરૂઆતના સાથે જ ભાવમાં આટલા મોટા ઉછાળાથી લોકોને પરસેવો વળી ગયો છે. વધુમાં જણાવી દઈએ કે આગામી દિવસોમાં ભાવમાં વઘુ વધારો થવાની શક્યતા છે.
કેટલા પહોંચ્યા લીંબુના ભાવ
આગ વરસાવતા ઉનાળામાં લોકો પાસે પોતાની જાતને ડી હાઈડ્રેટ રાખવા માટે એક માત્ર ઉપાય લીબુંના શરબત છે. પરંતુ ભાવમાં વધારો થવાથી લીંબુ લોકોના ખિસ્સા પર કાતર ચલાવશે. સુરતમાં પ્રતિ કિલો લીંબુ હવે રૂ.100 ની જગ્યાએ રૂ. 125 માં વેચાઈ રહ્યો છે. જ્યારે ગયા મહિના એજ સુરતમાં લીંબુનો ભાવ 30 થી 45 રૂપિયાના વચ્ચે હતો. લીંબુના ભાવમાં વધારોને લઈને વેપારિયોનું કહેવું છે કે બજારમાં વપરાશના હિસાબે લીંબુની સપ્લાય થઈ રહી નથી, જેના કારણે લીંબુના ભાવમાં આટલા ઝડપથી વધારો થઈ રહ્યો છે. બજારમાં એક મહિના પહેલા જે લીંબુ લગભગ 40 રૂપિયામાં વેચાઈ રહ્યા હતા, તેઓ હવે બમણાથી પણ વધુ ભાવમાં વેચાઈ રહ્યા છે.
ભાવનગર એપીએમસીમાં 400 રૂપિયા વધુ ભાવ નોંઘાયા
બજારમાં 125 રૂપિયામાં વેચાઈ રહેલા લીંબુના ભાવ વધુ વધશે તેના એંધાણા એજ વાતથી લગાવામાં આવી રહ્યો છે કે આજે ભાવનગર એપીએમસીમાં લીંબુના 400 રૂપિચા વઘુ મણનો ભાવ બોલાયા છે. જ્યાં પહેલા એપીએમસીમાં લીંબુના 1000 રૂપિયા મણનો ભાવ બોલાયો હતો, તેઓ આજે વધીને 1400 મણનો થઈ ગયો છે. જો આ જ સ્થિતિ રહેશે તો મે-જૂનમાં જ્યારે ગરમીના પ્રકોપ વધુ હશે, ત્યારે બજારમાં લીંબુ રૂ.200 થી વધુ કિલોના ભાવે વેચાઈ શકે છે. જણાવી દઈએ કે અન્ય રાજ્યોમાં પણ લીંબુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજસ્થાનમાં તો આવનાર 3-4 મહિના સુધી લીંબુના ભાવમાં ઘટાડો થવાની કોઈ શક્યા નથી.
આ પણ વાંચો:"કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ" કાર્યક્રમમાં પીએમનો ઠરાવ, કોઈ ખેડૂત નથી રહેવું જોઈએ પાછળ
Share your comments