Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

રાજ્યમાં અડદનું વાવેતર 1.50 લાખ હેક્ટરને પાર, બજાર કેવુ રહેશે ?

આપણે ત્યાં ખરીફ અને ઉનાળું સિઝન વાવેતરમાં અડદનું સ્થાન અગત્યનું છે. છેલ્લા બે વર્ષથી અડદના ઓછા ઉત્પાદનને કારણે સરેરાશ બજારો ઉંચી રહેવાથી વાવેતરમાં વધારો થઇ રહ્યોં છે. સૌરાષ્ટ્રના ખેડૂતોએ ઓછા ખર્ચના પાક તરીકે સોયાબીન સ્વીકાર્ય છે, એ રીતે ઉત્તર ગુજરાતના ખેડૂતોએ ઓછા ખર્ચના અડદ વાવેતરને પાટે બેસાડ્યું છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
અળદનો પાક
અળદનો પાક

આપણે ત્યાં ખરીફ અને ઉનાળું સિઝન વાવેતરમાં અડદનું સ્થાન અગત્યનું છે. છેલ્લા બે વર્ષથી અડદના ઓછા ઉત્પાદનને કારણે સરેરાશ બજારો ઉંચી રહેવાથી વાવેતરમાં વધારો થઇ રહ્યોં છે. સૌરાષ્ટ્રના ખેડૂતોએ ઓછા ખર્ચના પાક તરીકે સોયાબીન સ્વીકાર્ય છે, એ રીતે ઉત્તર ગુજરાતના ખેડૂતોએ ઓછા ખર્ચના અડદ વાવેતરને પાટે બેસાડ્યું છે.

રાજ્ય સરકારના કૃષિ વિભાગે નોંધેલ આંકડા મુજબ છેલ્લા ત્રણ વર્ષનું સરેરાશ અડદનું 98325 હેકટર વાવેતર છે. તેની સામે ચાલું વર્ષ 16, ઓગસ્ટ સુધીમાં 1.54 લાખ હેકટરમાં અડદ છે, તે ગત વર્ષે આ સમયે માત્ર 88021 હેકટરમાં જ વાવાયા હતા. ગત વર્ષની તુલનાએ અડદના વાવેતરમાં 75 ટકા વધારો થયો છે.

અડદ બજારની વાત કરીએ તો સૌથી મોખરાની આવકો રાજકોટ, ગોંડલ અને કોડિનાર યાર્ડમાં થઇ રહી છે. તા.18, ઓગસ્ટના રોજ રાજકોટ યાર્ડમાં પ્રતિ 20 કિલોના રૂ.1110 થી રૂ.1500, ગોંડલમાં રૂ.1000 થી રૂ.1491 અને કોડિનાર યાર્ડમાં રૂ.1100 થી રૂ.1554 સુધીના ભાવ હતા. વેપારીઓ ઉપરના સ્ટોક નિયંત્રણના પગલા છતાં અડદની બજારો ટકેલી છે

અળદની ખેતી
અળદની ખેતી

પાટણના હારીજ તાલુકાના કૂકરાણા ગામના જયેન્દ્રસિંહ વાઘેલા કહે છે કે પ્રતિ 20 કિલો અડદમાં રૂ.1300 થી રૂ.1500 સુધીના ભાવ મળતા હોય, તો વાવેતરમાં જરાઇ ખોટું નથી. અન્ય પાકોની સામે અડદ જેવા કઠોળ પાકમાં ખેતી ખર્ચ ઓછો લાગવા સામે ઓછા વરસાદમાં પણ પાક સાવ નિષ્ફળ જતો નથી. અમદાવાદના વિરમગામ તાલુકાના ડેડિયાસણ ગામના અભ્યાસું ખેડૂત શંકરભાઇ મોરી કહે છે કે વીસ દિવસથી છાંટો વરસાદ પડ્યો નથી. દોઢેક મહિનો થવા આવેલ અડદમાં ફૂલ-ફાલ લાગવા માંડ્યો છે. જો આ સપ્તાહમાં વરસાદ થઇ જાય તો જ અડદ બચી શકે એમ છે.

નહિવત વરસાદમાં મગફળી ફેઇલ ગઇ, ત્યાં અડદી વવાણી

અરવલ્લીના ધનસુરા તાલુકાના હિરાખાડી કંપાના મહિલા કૃષિકાર જશોદાબેન કાંતિભાઇ પટેલ કહે છે કે ત્રણ તબક્કે વાવણી થઇ છે. બીજા તબક્કામાં વવાયેલ મગફળીના પાકમાં નહિવત વરસાદને કારણે સારો ઉગાવો મળ્યો નથી, એવી મગફળી પાડી, મોંઘા ભાવનું બીજ લઇ ફેર વાવેતર કોણ કરે ? એવા મગફળીના રપલાઇ ગયેલા ખેતરોમાં ખેડૂતોએ અડદીના વાવેતર પરાણે કરવા પડ્યા છે. જો કે એ અડદી પણ ભેજના અભાવે માંડ બે-ચાર પાંદડાની થઇ છે.

Share your comments

Subscribe Magazine

More on News

More