છોટાઉદેપુર જિલ્લાની પાવી જેતપુર તાલુકા હેઠળ આવેલ રતનપુર ખાતે મંગળવારે એક મહિલા ખેડૂતની ખેતરમાં કામ કરતી વખતે મોત નિપજવાની ઘટના સામે આવી છે. વાત જાણો એમ છે કે રતનપુરની મહિલા ખેડૂતેએ ખેતરમાં ચારી વાઢવા ગયેલી હતી. ત્યારે ખેતરના છેડે તારની વાડ પર કરંટ છોડી દેવામાં આવ્યા હતા. તે દરમિયાન મહિલા ખેડૂતનું પગ ચારી વાઢવા વખતે વાડ પર અડી ગયું હતું.જેના કારણે તેને કરંટ લાગતા ઘટના સ્થળે જ તેમનું મોત નિપજ્યું હતુ.
કુદરતની સાથે-સાથે જાનવરોની પણ દરકાર કરવી પડે છે
જણાવી દઈએ કે પાવી જેતપુરના ખેડૂતોએ પોતાના પાકને જાનવરોથી બચાવવા માટે તારની વાડ પર કરંટ છોડીને રાખે છે. જેથી જંગલી જાનવર તેમના ખેતર તરફ આળગ નહીં વધી શકે. ત્યાં ખેડૂતોના કહેવા મુજબ ખેતરમાં ભૂંડ ઘૂસી આવે છે અને ઉભા પાકને બગાડી નાખે છે.આથી પાકના રક્ષણ માટે ખેડૂતોએ અવનવી તરકીબો અજમાવે છે.ત્યારે કેટલાક ખેડૂતોએ રાત્રી દરમિયાન ખેતરના છેડે તારની વાડ કરીને તારમાં કરંટ છોડતા હોય છે.
ગલતીથી વીજ કરંટ ચાલુ રહી ગયો
મળી માહિતી મુજબ પાવી જેતપુરના રતનપુર ખાતે સર્વે નં.401 માં રવિન્દ્રભાઈ છત્રસિંહ રાઠવા અને વિરેન્દ્રસિંહ છત્રસિંહ રાઠવા દાણા પેટે લઈને ખેતી કરે છે. તેઓએ ભૂંડથી ખેતરનો પાક બચાવવા માટે તારની વાડ કરીને તેમા વીજ કરંટ ચાલુ કર્યો હતો. આ ખેડૂતોએ વીજ થાંભલા ઉપર લંગર નાખીને વીજ કરંટ ચાલુ કર્યો હતો, જે વાયર છુટો પડી જતા વાયરમાં દિવસે વીજ કરંટ ચાલુ રહી ગયો હતો.
છત્રસિંહની ભાભીને લાગ્યો વીજ કરંટ
છત્રસિંહ રાઠવાની ભાભી અનસોયાબેન વેચાતભાઈ રાઠવા, ઉ.વ. 37 ખેતરે ચારો વાઢવા ગઈ હતી, ત્યારે ભૂંડ માટે છોડાયેલો કરંટ વાળા વાડ ઉપર ભૂલથી તેમના પગ અડી જતાં કરંટ લાગી ગયું હતું. જેથી ઘટના સ્થળે જ અનસોયાબેન વેચાતભાઈ રાઠવાનું મોત નિપજ્યું હતું. આ અંગે મૃતક મહિલાના પરિજાનોએ પાવી જેતપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના આધારે પાવી જેતપુર પોલીસે આ ઘટનામાં પારિવારિક દુશ્મુનાહટના એન્ગલથી તપાસ હાથ ધરી છે. કે મહિલા ખેડૂતને મારી નાખવા માટે દિવસે તારની વાડમાં કરંટ તો નહીં છોડવામાં આવ્યું હતું ને.
Share your comments