આમ તો માનવ જાતિ સમય જોવાની સાથે જ સ્માર્ટ વોચનો અનેક રીતે ઉપયોગ કરતા હોય છે. ત્યારે આજે અમે તમને એક અનોખી અને અલગ સ્માર્ટ વોચ વિશે માહિતી આપીશું જેનુ નિર્માણ ખાસ કરીને માણસ માટે નહીં પરંતુ ઝાડ માટે કરવામાં આવ્યુ છે.
પાણીની જરૂર માટે સાદ, ઝાડ અપાવશે યાદ
માણસ ઝાડ તો વાવે છે પરંતુ તેને સમયે-સમયે પાણી આપવાનું ભૂલી જાય છે. આ સમસ્યાનું સમાધાન હવે વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે. બ્રાઝીલિયન નેનોટેક્નોલાજી નેશનલ લેબોરેટરીના સંશોધકે એક સ્માર્ટ વોચ બનાવી છે જે માણસ નહીં પરંતુ ઝાડને પહેરાવાશે. સ્માર્ટવોચની મદદથી ઝાડ આપણને જણાવી શકશે કે તેને પાણીની જરૂરત કયારે અને કેટલી છે.
સ્માર્ટવોચ આ રીતે કરશે કામ
ઝાડ માટે બનાવવામાં આવેલી સ્માર્ટ વોચ માણસની સ્માર્ટવોચની જેમ જ કામ કરશે. જે રીતે માણસ કાંડામાં સ્માર્ટવોચ પહેરે છે, તે રીતે જ ઝાડના પાંદડા પર સ્માર્ટવોચનું સેન્સર લગાવવામાં આવી શકે છે. માનવની સ્માર્ટ વોચ અને ઝાડની સ્માર્ટ વોચ બંને ઘડિયાળો ઈલેક્ટ્રિક એક્ટિવિટીની મદદથી કામ કરે છે.
મોબાઈલ સાથે કરી શકાશે કનેક્ટ
સંશોધકોના જણાવ્યા અનુસાર, આ સેન્સરને એક એપ્લિકેશન સાથે કનેક્ટ કરવામાં આવે છે, જેને મોબાઇલમાં ઈન્સ્ટોલ પણ કરી શકાય છે. આ એપ યુઝરને ઝાડનો સંપૂર્ણ ડેટા વાયરલેસ ટેક્નોલોજીથી ટ્રાન્સફર કરે છે. જેનાથી યુઝર ઝાડમાં પાણીના લેવલનું મોનિટરિંગ કરી શકે છે.
કેવી રીતે તૈયાર કરવામાં આવી સ્માર્ટવોચ ?
આ સ્માર્ટવોચને તૈયાર કરવા માટે વૈજ્ઞાનિકોએ ખાસ પ્રકારની ઈલેક્ટ્રોડ ડિઝાઇન કરી હતી. આ ઈલેક્ટ્રોડને પાન સાથે સરળતાથી જોડી શકાય છે. લાંબા સમય સુધી તેનું મોનિટરીંગ કરી શકાય છે. પ્રયોગમાં 2 પ્રકારના ઈલેક્ટ્રોડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : હવે દરેક બેંકના ATM માંથી કાર્ડ વગર પણ નીકાળી શકાશે પૈસા, RBIના ગવર્નરે કરી જાહેરાત
- નિકિલ મેટલથી બનાવવામાં આવેલું છે.
- બળેલા કાગળ પર મીણબત્તી લગાવીને તૈયાર કરવામાં આવ્યુ છે.
આ ઈલેક્ટ્રોડને સોયાબીનના તૂટેલા પાન પર ટેપની મદદથી ચોંટાડવામાં આવી હતી. રિસર્ચમાં જોવા મળ્યું છે કે, સિગ્નલ મોકલવા પર નિકિલ ઇલેક્ટ્રોડ સફળ થયું હતું. આ પછી વૈજ્ઞાનિકોએ મેટલ ઈલેક્ટ્રોડની મદદથી એક એવું ઉપકરણ બનાવ્યું જેને છોડમાં પહેરાવી શકાય. તે જીવંત છોડ સાથે જોડાયેલું હતું.
પાણીની ટકાવારી છોડમાં ઝેરી અસર કરશે જાહેર
છોડમાં કેટલું પાણી બાકી છે તે એપમાં પાણીની ટકાવારી દ્વારા જાણી શકાય છે. વૈજ્ઞાનિકો કહે છે કે, પાણીની ટકાવારી પરોક્ષ રીતે એ પણ જણાવે છે કે છોડ જંતુઓ, જંતુઓ કે ઝેરી વસ્તુઓની પકડમાં છે કે નહીં.
ઈનડોર છોડ માટે વિશ્વસનીય
હાલ તો આ ડિવાઇસ ફક્ત ઈન્ડોર છોડ માટે વિશ્વસનીય છે. આઉટડોર પ્લાન્ટ્સના સાચા ડેટાની ચકાસણી કરવા માટે હજુ પણ આ સ્માર્ટવોચને વધુ સારી રીતે વિકસાવવાની જરૂર છે.
આ પણ વાંચો : ખેડૂતો માટે ખુશખબર, આ તારીખે આવી જશે PM કિસાન સન્માન નિધીનો 11મો હપ્તો
Share your comments