મહિલાઓ દરેક સંબંધોને સારી રીતે સંભાળે છે. આજે તમામ ક્ષેત્રોમાં મહિલાઓનું યોગદાન મહત્વપૂર્ણ છે. કોઈપણ દેશના વિકાસનો મુખ્ય આધાર મહિલાઓ છે. તેઓ પરિવાર, સમાજ અને દેશની પ્રગતિમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
એક સ્ત્રીની હિંમત ઘણાને પ્રેરણા આપી શકે છે. સંભવિત મહિલા સાહસિકોને પ્રેરણા મળે અને તેમની સાહસિકતાની યાત્રા શરૂ કરવા સક્ષમ બનાવવી એ દરેકની ફરજ છે.
ગુજરાત સાયન્સ સિટી દ્વારા 16 અને 17 માર્ચ, 2023ના રોજ ટીમ ગૂગલના સહયોગથી #WomenWill કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં, ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની (GLPC) દ્વારા સમગ્ર ગુજરાતના 14 જિલ્લાઓમાંથી આશરે 5000 જેટલી મહિલાઓએ ભાગ લીધો.
કાર્યક્રમના ભાગરૂપે ગુજરાત સાયન્સ સિટીના કર્મીઓ અને તજજ્ઞો દ્વારા મહિલાઓ આત્મનિર્ભર બને તે અંગે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ, સાથે સાથે હાલમાં જે મહિલાઓ નાના પાયે વ્યવસાય કરી પગભર બની છે તેઓ ઈન્ટરનેટની મદદથી પોતાના વ્યવસાયનો વ્યાપ કેવી રીતે વધારી શકે તે અંગે માહિતી આપવામાં આવી.
વુમન વિલ એ ગ્રો વિથ Google પ્રોગ્રામ છે જેની અસર 49 દેશોમાં છે, જે ડિજિટલ કૌશલ્યો અને સમુદાય નિર્માણ દ્વારા મહિલા આર્થિક સશક્તિકરણને સમર્થન આપે છે.
મહિલા સમુદાયો માટે આર્થિક સશક્તિકરણની છત હેઠળ કલ્પના કરાયેલ, તે સરળ અને વ્યવહારુ માહિતીને ડિજિટલ રીતે ગોઠવવાનો પ્રયાસ છે જે મહિલાઓનો પરિચય આપે છે, તેમને પ્રોત્સાહિત કરે છે અને તેમની ઉદ્યોગસાહસિક યાત્રાને વેગ આપે છે.
વુમન વિલ સ્કિલિંગ પ્લેટફોર્મ દ્વારા, મહિલાઓ કૌશલ્યો શોધી શકે છે, શીખી શકે છે, અનુકૂલન કરી શકે છે અને પ્રેરણાદાયી વ્યવસાયિક વિચારો શોધી શકે છે.
મહિલાઓ સશક્ત સમાજનો પાયો છે. ગુજરાત સાયન્સ સિટી ટેક્નોલોજી અને વિજ્ઞાન દ્વારા દેશને સશક્ત બનાવવામાં યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે.
આ પણ વાંચો:નહેરુ યુવા કેન્દ્ર સંગઠન, નર્મદા દ્વારા યુવા ઉત્સવનું આયોજન
Share your comments