આંધ્રપ્રદેશના વિજિયાનગરમમાં સ્થિત સેન્ચુરિયન યુનિવર્સિટી ભારતના અગ્રણી કૃષિ મીડિયા હાઉસ કૃષિ જાગરણના સહયોગથી 'રાયથુ સંમેલન'નું આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ બે દિવસીય કોન્ફરન્સનું આયોજન 28 અને 29 ફેબ્રુઆરી, 2024ના રોજ સેન્ચુરિયન યુનિવર્સિટી (સેન્ચ્યુરિયન સ્કૂલ ઓફ ટેક્નોલોજી એન્ડ મેનેજમેન્ટ, આંધ્રપ્રદેશ) ખાતે આજેથી શરૂ થઈ ગયો છે.
આંધ્ર પ્રદેશના શિક્ષા મંત્રી રહ્યા ઉપસ્થિત
આ કાર્યક્રમના ઉદ્ઘાટનમાં આંઘ્ર પ્રદેશને જગનમોહન રેડ્ડીના શિક્ષા મંત્રી બોત્સા સત્યનારાયણ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. તેમના સાથે કૃષિ જાગરણ ગ્રુપના મુખ્ય સંપાદન એમસી ડૉમનીક પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન દક્ષિણ ભારતીયની સભ્યતા મુજબ પૂજા પણ કરવામાં આવી હતી. તેમ જ આ કાર્યક્રમને લઈને યુનિવર્સિટીનું કહેવું હતું કે આ પરિષદ પ્રદેશમાં કૃષિ શિક્ષણ અને નવીનતાની પ્રગતિમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થશે.
રાયથુ કોન્ફરન્સમાં ખેડૂતો માટે ઇન્ટરેક્ટિવ સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ્ય ખેડૂતોને કૃષિ પદ્ધતિઓ વધારવા માટે અમૂલ્ય આંતરદૃષ્ટિ અને અન્ય માહિતી મળશે. વધુમાં, કોન્ફરન્સમાં પ્રતિષ્ઠિત સરકારી અધિકારીઓનું આયોજન કરવામાં આવશે. જેઓ કૃષિ વિકાસ અને ટકાઉપણુંને આગળ વધારવામાં જાહેર-ખાનગી ભાગીદારીના મહત્વ પર ભાર મૂકશે.
કોન્ફરન્સમાં આકર્ષણનું કેન્દ્ર
બે દિવસના કાર્યક્રમમાં કોન્ફરન્સમાં આકર્ષક ચર્ચાઓ તેમજ નેટવર્કીંગની તકો અને નવીનતમ કૃષિ તકનીકો અને ઉકેલોના વ્યવહારુ પ્રદર્શનો દર્શાવવામાં આવશે. સેન્ચ્યુરિયન સ્કૂલ ઑફ સ્માર્ટ એગ્રીકલ્ચર અને રાયથુ સંમેલનમ કૃષિ ક્ષેત્રમાં જ્ઞાનના આદાનપ્રદાન, ક્ષમતા નિર્માણ અને પરિવર્તનીય ભાગીદારી માટે એક પ્રીમિયર પ્લેટફોર્મ બનવા માટે તૈયાર છે.
એમના સહયોગ મહત્વપૂર્ણ
આ કાર્યક્રમ સૂઝિકી ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટડ, કુબૂટો એગ્રરિકલ્ચર મશીનરી, અરીઝ એગ્રો લિમિટિડ, નેશનલ સીડ્સ કોર્પોરેશન લિમિટિડ, ઇફકો, ગરૂડ એરોસ્પેસ પ્રાઈવેટ લિમિટિડ, ઇન્ડિગો ગલ્ફ ક્રોપ સાઈંસ લિમિટિડ, ઇચર ટ્રેક્ટરસ, પૉવર ટેક ઇન્ડસ્ટ્રીઝ લિમિટિડ, એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ, આંધ્ર પ્રદેશ અને મેન એગ્રો ઇન્ડસ્ટ્રીઝ
કોણ-કોણ રહ્યું ઉપસ્થિત
આ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારંભ દરમિયાન મુખ્ય અતિથિ તરીકે આંધ પ્રદેશના શિક્ષા મંત્રી બોત્સા સત્યનારાયણ ગારૂ, કૃષિ જાગરણ સમૂહના એડિટર ઇન ચીફ એમસી ડૉમનિક, બી. ચંદ્ર શેખર સાંસદ વિજયનગરમ, એમએલસી ડૉ પીવીવી સુર્યનારાયણ રાજૂ, ધારાસભ્ય ડૉ બી અપલ્લા નાયડૂ, ધારાસભ્ય બી. અપ્પલાનરસ્યાય, યૂનિવર્સિટી વાઈઝ પ્રેસિડેન્ટ પ્રો. ડી.એન રાવ, યુનિવર્સિટી ચાન્સલર પ્રો. જી.એસ.એન. રાજુ, યુનિવર્સિટી વાઈઝ ચાન્સલર પ્રો. પી. કે. મોહન્તી, રઝિસ્ટ્રાર પ્રો. પી. પલ્લવી, ડીન ઓફ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ ડૉ. જી. પૂષ્પાલતા અને ડૉ. સોરવ બર્મન ક્યૂટીએમ ઓડિશા હાજર રહ્યા હતા.
શું છે તેનો ઉદ્દેશ્ય
આંધ્રપ્રદેશના કૃષિ વિભાગના સહયોગથી આયોજિત આ પરિષદનો ઉદ્દેશ્ય કૃષિ ક્ષેત્રમાં સંવાદ, સહકાર અને નવીનતાને પ્રોત્સાહન આપવાનો છે. ઘણી કૃષિ સાધનોની કંપનીઓ, બિયારણ કંપનીઓ, સિંચાઈ કંપનીઓ, ખાતર અને જંતુનાશક કંપનીઓની સહભાગિતા સાથે, આ ઇવેન્ટ કૃષિમાં અદ્યતન તકનીકો અને પદ્ધતિઓનું સંકલન બનવાનું વચન આપે છે.
Share your comments