Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

છત્તીસગઢના કોંડાગામે યોજાયું સમૃદ્ધ કિસાન ઉત્સવ, સાંસદથી લઈને ધારાસભ્ય સુધી દરેક ગણમાન્ય વ્યક્તિએ રહ્યું ઉપસ્થિત

કૃષિ જાગરણ દ્વારા આયોજિત અને મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત 'MFOI સમૃદ્ધ કિસાન ઉત્સવ'નું આયોજન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, બોરગામ, કોંડાગામ, છત્તીસગઢ ખાતે કરવામાં આવ્યું હતું. આ એક દિવસીય કૃષિ કાર્યક્રમમાં મહિન્દ્રા ટ્રેકટર્સ દ્વારા અદ્યતન ટેકનોલોજીના ટ્રેક્ટરના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. જેથી ખેડૂતો ખેતીમાં ટ્રેક્ટરની ઉપયોગીતાને સમજી શકે.

Amansinh Jadeja
Amansinh Jadeja

કૃષિ જાગરણ દ્વારા આયોજિત અને મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત 'MFOI સમૃદ્ધ કિસાન ઉત્સવ'નું આયોજન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, બોરગામ, કોંડાગામ, છત્તીસગઢ ખાતે કરવામાં આવ્યું હતું. આ એક દિવસીય કૃષિ કાર્યક્રમમાં મહિન્દ્રા ટ્રેકટર્સ દ્વારા અદ્યતન ટેકનોલોજીના ટ્રેક્ટરના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. જેથી ખેડૂતો ખેતીમાં ટ્રેક્ટરની ઉપયોગીતાને સમજી શકે. વધુ માહિતી માટે  જણાવી દઈએ કે આ 'સમૃદ્ધ કિસાન ઉત્સવ'માં 150 થી વધુ ખેડૂતોએ ભાગ લીધો હતો અને ખેતી સંબંધિત નવી તકનીકો વિશે માહિતી મેળવી હતી. તેમ જ આ દરમિયાન અનેક પ્રગતિશીલ ખેડૂતોને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યુ હતું.ઉપરાંત આ કાર્યક્રમમાં અનેક કૃષિ વૈજ્ઞાનિકો અને કંપનીના અધિકારિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. 

કાર્યક્રમમાં ઉપસ્થિત ગણમાન્યા વ્યક્તિઓ

છત્તીસગઢના કોંડાગામમાં આયોજિત સમૃદ્ધ કિસાન ઉત્સવમાં રાજ્યના મોટા-મોટા અને ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ભોજારાજ નાગ (લોકસભા સાંસદ,કાંકેર), નીલકંઠ ટેકામ (ધારાસભ્ય, કેશકાલ, છત્તીસગઢ), દેવેચંદ્ર મતલામ (જિલ્લા પંચાયત અધ્યક્ષ), કુનાલ દુદાવત (કલેક્ટર, કોંડાગામ), પ્રમિલા મરકામ (એગ્રીકલ્ચર સ્ટેન્ડીંગ કમિટીની ચેરમેન), સુખલાલ મરકમ (નાયબ ચેયરમેન,ફરસાગામ), પ્રવીણ બદેશા, તરૂણ સાના, બલરાજ સાહુ, (માજી સરપંચ બોરગામ), ઘુસ્સુરામ મરકામ (માજી સરપંચ, સિંગારપુરી), એસડીએમ ફારાગામ, તહસીલદાર ફારાગામ, સીઈઓ ફારાગામ, ડિપ્ટી ડાયરેક્ટર કોંડાગામ, સહાયક નિદેશક કોંડાગામ, રાજારામ ત્રિપાઠી (પ્રગતિશીલ ખેડૂત), ડો. ઓમ પ્રકાશ (સીનિયર સાઈન્ટિસ્ટ અને વડા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોંડાગામ), ચિરંજીવી કુમાર (અસિસ્ટેન્ટ એરિયા મેનેજર, મહિન્દ્રા), લલિત સાહૂ ( અસિસ્ટેન્ટ મેનેજર ઑફ એસીસી), ડૉ.સુરેશ મકરમ (એસએમએસ), ડૉ. પ્રિયા સિન્હા (એસએમએસ), ડૉ. હિતેશ કુમાર મિશ્રા( એસએમએસ) અને મોટી સંખ્યામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ગણમાન્યા વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા.

મહિન્દ્રાના લેટેસ્ટ ટ્રેક્ટરનું કરવામાં આવ્યું પ્રદર્શન

સમૃદ્ધ કિસાન ઉત્સવ કાર્યક્રમમાં મહિન્દ્રાના અસિસ્ટેન્ટ એરિયા મેનેજર ચિરિંજીવી કુમાર દ્વારા મહિન્દ્રા ટ્રેક્ટર્સના લેટેસ્ટ ટ્રેક્ટરોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. જે કૃષિ પદ્ધતિઓમાં ક્રાંતિ લાવવા અને ઉત્પાદકતા વધારવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ ટ્રેકટરો લગાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ખેડૂતોને મહિન્દ્રા ટ્રેક્ટર કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ નવી ટેક્નોલોજીના ટ્રેક્ટર વિશે માહિતી મળી શકે અને તેઓ તેનો ઉપયોગ કરી શકે.

પ્રગતિશીલ ખેડૂતોનું કરવામાં આવ્યું બહુમાન

આ ઉપરાંત સમૃદ્ધ કિસાન ઉત્સવમાં જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોનું સર્ટિફિકેટ આપીને સન્માન પણ કરવામાં આવ્યા હતા. સન્માન કરવામાં આવેલ પ્રગતિશીલ ખેડૂતોની યાદીમાં નિરંજન હળદર, નરેશ બિશવાસ, વિજય મંડલ, દર્ષિત મંડલ અને અનુરાગ ત્રિપાઠીનું સમાવેશ થાય છે.

શું છે એમએફઓઆઈ?

MFOI ખેડૂતોને અલગ ઓળખ મેળવવામાં મદદ કરે છે. દેશના ખેડૂતોને એક વિશેષ ઓળખ આપવા માટે, કૃષિ જાગરણ દ્વારા 'મિલિયોનેર ફાર્મર ઑફ ઈન્ડિયા' એવોર્ડ શોની પહેલ શરૂ કરવામાં આવી છે, જેના દ્વારા ખેડૂતોને માત્ર એક કે બે જિલ્લા અથવા રાજ્ય સ્તરે જ નહીં, પરંતુ અલગ અલગ એવોર્ડ પણ આપી શકાય છે. રાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત થશે. કૃષિ જાગરણની આ પહેલ દેશભરમાંથી કેટલાક અગ્રણી ખેડૂતોને પસંદ કરીને માત્ર રાષ્ટ્રીય સ્તરે જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એક અલગ ઓળખ આપવાનું કામ કરશે. આ એવોર્ડ શોમાં એવા ખેડૂતોને સન્માનિત કરવામાં આવશે જેઓ વાર્ષિક રૂ. 10 લાખથી વધુ કમાણી કરી રહ્યા છે અને ખેતીમાં નવીનતા કરીને તેમની આસપાસના ખેડૂતો માટે એક ઉદાહરણ સ્થાપિત કરી રહ્યા છે.

આ લિંક થકી તમે પણ જોડાઈ શકો છો

ખેડૂતો ઉપરાંત, કંપનીઓ અને કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત અન્ય લોકો પણ MFOI સમૃદ્ધ કિસાન ઉત્સવ 2024 માં ભાગ લઈ શકે છે. આ માટે, તમે MFOI 2024 અથવા સમૃદ્ધ કિસાન ઉત્સવ દરમિયાન સ્ટોલ બુક કરવા અથવા કોઈપણ પ્રકારની સ્પોન્સરશિપ માટે કૃષિ જાગરણનો સંપર્ક કરી શકો છો. તે જ સમયે, એવોર્ડ શો અથવા અન્ય કોઈપણ પ્રોગ્રામ સંબંધિત કોઈપણ માહિતી માટે, તમારે આ Google ફોર્મ ભરવાનું રહેશે. પ્રોગ્રામ સંબંધિત વધુ માહિતી માટે, MFOI ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો .

Share your comments

Subscribe Magazine

More on News

More