ગુજરાત સાથે જ દેશભરમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપનાર ગુજરાતના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે એટલે કે 4 ઓક્ટોબર 2024 ના રોજ ઉત્તરાખંડની મુલાકાતે છે. પોતાની મુલાકાત દરમિયાન રાજ્યપાલે દેવ સંસ્કૃતિ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં તેઓનું હિન્દુસ્તાન એગ્રીકલ્ચર રિસર્ચ વેલફેયર સોસાયટી દ્વારા લાઈફટાઇમ અચીવમેંટ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યો હતો. આ ખાસ પ્રસંગે સોસાયટીના સેક્રેટરી ડો.અનિલ ચૌધરી અને ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ પુલકિત ચૌધરી, ડો.સી.કે. ટીંબરીયા, ડો. રાજુ ઠક્કર અને યુનિવર્સિટીના કુલપતિ પણ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાકૃતિક ખેતીને લઈને ચર્ચા-વિચારણ
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના બહુમાન કર્યા પછી રાજ્યપાલ દ્વારા આંતરરાષ્ટ્રીય કૃષિ કાર્યક્રમના બ્રોશર બહાર પાડવામાં આવ્યું હતું. તેના પછી સોયાયટીના સચિવ ડૉ. અનિલ ચૌધરી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વચ્ચે પ્રાકૃતિક ખેતી પ્રત્યે તેમના શુ વકત્વ્ય છે તેને લઈને ચર્ચા-વિચારણ પણ કરવામાં આવી હતી. ચર્ચા વિચારણ દરમિયાન પ્રાકૃતિક ખેતીથી જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ કાર્યોને લઈને રાજ્યપાલે પોતાની વાત રજૂ કરી હતી અને ખેડૂતોની આવકમાં વધારો કરવા બદલ સોસાયટી દ્વારા યોજનાર કાર્યક્રમ તેમજ પ્રાકૃતિક ખેતી તરફ વધુમાં વધુ ખેડૂતો વળે તેના માટે કરવામાં આવેલ પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી.
રાજ્યપાલે સોયાયટીને સરકારી મદદની આપી ખાતરી
માનનીય રાજ્યપાલ શ્રી દેવવ્રતજીએ સોસાયટીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને ભવિષ્યમાં શક્ય તમામ સહકારની ખાતરી આપી. તેમણે પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં હિન્દુસ્તાન એગ્રીકલ્ચર રિસર્ચ વેલફેયર સોસાયટી દ્વારા કરવામાં આવી રહેલી ઉત્કૃષ્ટ કામગીરીની પ્રશંસા કરી હતી અને કુદરતી ખેતી દ્વારા દેશને સશક્ત બનાવવાની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. જણાવી દઈએ કે હિન્દુસ્તાન એગ્રીકલ્ચરલ રિસર્ચ વેલ્ફેર સોસાયટી, ખાસ કરીને સેક્રેટરી ડૉ. અનિલ ચૌધરીના નેતૃત્વ હેઠળ, કૃષિ ક્ષેત્રે સંશોધન અને વિકાસના નવા આયામો સ્થાપી રહી છે એટલું જ નહીં દેશના વિકાસ અને ખેડૂતોના ઉત્થાન માટે પણ તેઓ સતત પ્રયત્નશીલ છે.
આ પણ વાંચો:મળો સુરતની મધર ઇન્ડિયાથી, જેમને પોતાના અથક પ્રયાસ થકી ઉજ્જડ જમીનને પણ બનાવી દીધું ફળદ્રુપ
Share your comments