Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ભારતનુ એક રહસ્યમય ગામ, જ્યાં હજારો પક્ષીઓ કરવા આવે છે આત્મહત્યા

આસામના દિમા હાસો જિલ્લામાં સ્થિત જાતિંગા વૈલીમાં સપ્ટેમ્બર અને ડિસેમ્બર મહિના વચ્ચે એક ખતરનાક નજારો જોવા મળે છે. જેમાં ચારે બાજુ મૃત પક્ષીઓના શરીર પડેલા જોવા મળે છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
the bird mystry of jatinga
the bird mystry of jatinga

આસામના દિમા હાસો જિલ્લામાં સ્થિત જાતિંગા વૈલીમાં સપ્ટેમ્બર અને ડિસેમ્બર મહિના વચ્ચે એક ખતરનાક નજારો જોવા મળે છે. જેમાં ચારે બાજુ મૃત પક્ષીઓના શરીર પડેલા જોવા મળે છે.

પશુ અને પક્ષીઓમાં માણસો જેવી ઘણી આદતો હોય છે. ખુશી, ગુસ્સો, દુખ, રમત, મજાક-મસ્તી પશુ અને પક્ષીઓમાં પણ જોવા મળે છે. પણ તમે ક્યારેક સાંભળ્યુ છે કે તેઓ માણસોની જેમ આત્મહત્યા પણ કરે છે.

આપણા ભારતમાં એક એવું ગામ છે જેને 'પક્ષીઓનું સુસાઈડ પોઈન્ટ' કહેવામાં આવે છે. આ વાત વાંચીને તમને તેના પર વિશ્વાસ નહીં થાય પણ આ વાત તદ્દન સાચી છે.

ઘણી વિશેષતાઓ સાથે આ રાજ્યની ઘણી વસ્તુઓ પણ ખૂબ રહસ્યમય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આસામમાં એક એવી જગ્યા છે, જ્યાં હજારો પક્ષીઓ આત્મહત્યા કરે છે.

વાસ્તવમાં, આસામના દિમા હાસો જિલ્લાની પહાડીઓમાં સ્થિત જાતિંગા વેલી પક્ષીઓના આત્મઘાતી સ્થળ તરીકે ખૂબ પ્રખ્યાત છે. દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં જાતિંગા ગામ પક્ષીઓની આત્મહત્યાના કારણે ચર્ચામાં આવે છે. સ્થાનિક પક્ષીઓ જ નહીં પણ દુરથી આવતા પ્રવાસી પક્ષીઓ પણ આ સ્થળે પહોંચીને આત્મહત્યા કરે છે. આ કારણે જાતિંગા ગામ એકદમ રહસ્યમય માનવામાં આવે છે.

bird commited sucide
bird commited sucide

પક્ષીઓ સાંજે 7 થી 10 વચ્ચે જ આત્મહત્યા કરે છે

આત્મહત્યા કરવાની વૃત્તિ માણસોમાં સામાન્ય છે, પરંતુ પક્ષીઓના કિસ્સામાં તે સંપૂર્ણપણે અલગ છે. જાતિંગા ગામમાં પક્ષીઓ ઝડપથી ઉડે છે અને મકાન અથવા ઝાડ સાથે અથડાય છે, જેના કારણે તેઓ મૃત્યુ પામે છે. આવું થોડા નહીં પણ હજારો પક્ષીઓ સાથે થાય છે. સૌથી નવાઈની વાત એ છે કે આ પક્ષીઓ સાંજે 7 થી 10 વાગ્યાની વચ્ચે જ આવુ કરે છે, જ્યારે સામાન્ય ઋતુમાં આ પક્ષીઓ દિવસ દરમિયાન બહાર આવે છે અને રાત્રે માળામાં પાછા ફરે છે.

આત્મહત્યાની રેસમાં સ્થાનિય અને પ્રવાસી પક્ષીઓનો સમાવેશ 

આ આત્મહત્યાની રેસમાં સ્થાનિય અને બહારથી આવતા પ્રવાસી પક્ષીઓની લગભગ 40 પ્રજાતિઓ સામેલ છે. કુદરતી કારણોસર જાતિંગા ગામ નવ મહિના સુધી બહારની દુનિયાથી અળગું રહે છે. આટલું જ નહીં, રાતના સમયે જાતિંગા ઘાટીમાં પ્રવેશવાની મનાઈ છે. પક્ષી વિશેષજ્ઞો માને છે કે આ રહસ્યમય ઘટનાનું કારણ ચુંબકીય તાકત હોઈ શકે છે.

ભીના અને ધુમ્મસવાળા વાતાવરણમાં, પવન ઝડપથી ફૂંકાય છે, તેથી રાત્રિના અંધારામાં, પક્ષીઓ લાઇટની આસપાસ ઉડવા લાગે છે. ઓછી રોશનીને કારણે તેઓ સ્પષ્ટ જોઈ શકતા નથી, જેના કારણે તેઓ કોઈપણ ઈમારત કે વૃક્ષ કે વાહનો સાથે અથડાય છે. આવી સ્થિતિમાં લાઇટ ન રહે તે માટે સાંજના સમયે જાતિંગા ગામમાં ટ્રેન ચલાવવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. જોકે તેમ છતાં પક્ષીઓના મોતનો સિલસિલો ચાલુ રહ્યો હતો.

birds come to commit suicide
birds come to commit suicide

No tags to search

જાતિંગા ગામના લોકો તેની પાછળ એક રહસ્યમય શક્તિ માને છે. ગામના લોકો કહે છે કે પવનમાં કોઈ અલૌકિક શક્તિ આવે છે, જેના કારણે પક્ષીઓ આવુ કરે છે. તેઓ એવું પણ માને છે કે આ સમયગાળા દરમિયાન માનવ વસ્તીનું બહાર આવવું જોખમી બની શકે છે. સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન જાતિંગાના રસ્તાઓ સાંજ પડતાં સાવ સુમસાન થઈ જાય છે.

અહેવાલ મુજબ, પક્ષીઓની આત્મહત્યાની પ્રક્રિયા વર્ષ 1910 થી ચાલી રહી છે, પરંતુ બહારની દુનિયાને આ વિશે 1957 માં જાણ થઈ. વર્ષ 1957માં પક્ષીવિજ્ઞાની ઈ.પી. જી (E.P. Gee) કોઈ કામ અર્થે જાતિંગા આવ્યા હતા. આ દરમિયાન તેમણે પોતે આ ઘટના જોઈ હતી અને તેના પુસ્તક 'ધ વાઈલ્ડલાઈફ ઓફ ઈન્ડિયા'માં તેનો ઉલ્લેખ કર્યો હતો. દેશ-વિદેશના ઘણા વૈજ્ઞાનિકોએ આ ઘટના પર સંશોધન કર્યું છે, પરંતુ હજુ સુધી તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

આ પણ વાંચો:જો તમે UPSC પરીક્ષાની તૈયારી કરવા માંગતા હોવ તો, જાણો માહિતી વિસ્તારથી

Share your comments

Subscribe Magazine

More on News

More