Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ખેડૂતો માટે કેંદ્ર સરકારની મોટી પહેલ, શરૂ કરવામાં આવ્યું અન્ન “ચક્ર” પોર્ટલ

સોમવારે 9 ડિસેમ્બરના મોડી રાતે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (PDS) સપ્લાય ચેઇન ઑપ્ટિમાઇઝેશન ટૂલ “અન્ન ચક્ર” અને સ્કેન પોર્ટલ લોન્ચ કર્યું હતો. સરકાર દ્વારા લેવામાં આવેલ આ મહત્વપૂર્ણ પગલું થકી રાજ્યોની જાહેર વિતરણ પ્રાણાલી અને સબસિડી સુવિધાઓને સરળ બનાવવામાં મદદ મળશે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

સોમવારે 9 ડિસેમ્બરના મોડી રાતે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (PDS) સપ્લાય ચેઇન ઑપ્ટિમાઇઝેશન ટૂલ “અન્ન ચક્ર” અને સ્કેન પોર્ટલ લોન્ચ કર્યું હતો. સરકાર દ્વારા લેવામાં આવેલ આ મહત્વપૂર્ણ પગલું થકી રાજ્યોની જાહેર વિતરણ પ્રાણાલી અને સબસિડી સુવિધાઓને સરળ બનાવવામાં મદદ મળશે. અન્ન ચક્ર પોર્ટલ થકી ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા સંચાલિત છે, જો કે વિશ્વ ફૂડ પ્રોગ્રામ અને ફાઈન્ડેશન ફોર ઈનોવેશન એન્ડ ટેક્નોલોજી ટ્રાન્સફર આઈઆઈટી દિલ્લીના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે.

શા માટે શરૂ કરાયું પોર્ટલ?

અન્ન ચક્ર પોર્ટલથી મહત્તમ વિકલ્પોને ઓળખવા અને સપ્લાય ચેઇન નોડ્સમાં ખાદ્ય અનાજની સીમલેસ હિલચાલને સુનિશ્ચિત કરવા માટે અદ્યતન અલ્ગોરિયધન ધરવામાં આવશે. તેના સાથે જ વિવિધ પ્રકારની ખાદ્ય સાંકળોને આવરી પણ લેવામાં આવશે. આથી ખેડૂતોથી લઈને વાજબી ભાવની દુકાનો સુધીના બહુવિધ હિસ્સેદારો પર આધારિત છે. આ પાસું આ પહેલને અનન્ય બનાવે છે, જે 81 કરોડ લાભાર્થીઓને સમયસર અનાજનો પુરવઠો સુનિશ્ચિત કરવામાં અને પીડીએસને વધુ અસરકારક બનાવવામાં મદદ કરશે.

અન્ના ચક્રની વિશેષતા​

  • આ ટૂલ PDS સપ્લાય ચેઇનને સુધારવા માટે બનાવવામાં આવ્યું છે.
  • તેનો ઉદ્દેશ્ય અનાજનો સમયસર અને સરળ પુરવઠો સુનિશ્ચિત કરવાનો છે.
  • તેને IIT દિલ્હી અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP)ના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે.
  • આનાથી ઈંધણ, સમય અને ખર્ચની બચત સાથે પર્યાવરણને ફાયદો થશે.
  • તે 30 રાજ્યોમાં લાગુ કરવામાં આવ્યું છે, જેનાથી દર વર્ષે લગભગ 250 કરોડ રૂપિયાની બચત થશે.
  • આ પ્રોજેક્ટમાં 37 લાખ વાજબી ભાવની દુકાનો અને 6,700 વેરહાઉસનો સમાવેશ થાય છે.

સ્કેન પોર્ટલ

SCAN (NFSA માટે સબસિડી ક્લેમ એપ્લિકેશન) પોર્ટલ DFPDને રાજ્યો દ્વારા સબસિડીના દાવા સબમિટ કરવાની પ્રક્રિયા, દાવાની ચકાસણી અને ફરિયાદોના તાત્કાલિક નિરાકરણમાં મદદ કરશે. આ પોર્ટલ નિયમ-આધારિત પ્રક્રિયાનો ઉપયોગ કરીને ફૂડ સબસિડી છોડવા માટેની તમામ પ્રક્રિયાઓના એન્ડ-ટુ-એન્ડ વર્કફ્લો ઓટોમેશનની ખાતરી કરશે.

સરકારની આ પહેલ સુવ્યવસ્થિત કામગીરી તરફ દોરી જાય છે જેનાથી ઇંધણનો વપરાશ, સમય અને લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થાય છે. પરિવહન સંબંધિત ઉત્સર્જનમાં ઘટાડો થવાને કારણે તેને કાર્બન ઉત્સર્જન ઘટાડવાનો પર્યાવરણીય લાભ પણ મળશે.

આ પણ વાંચો:Richest farmer: સમાજના દરેક વર્ગ માટે પ્રેરણા છે નીતુબેન પટેલની સફળતાની વાર્તા

Share your comments

Subscribe Magazine

More on News

More