પાણી આપણા માટે જીવન જીવા માટે ખૂબ જ જરૂરી પર્દાથ છે. જો પાણી નહીં હોય તો આપણા મરી જવાનું વારો આવી જશે. પાણીની કટોકટની સમસ્યા કેટલી મોટી થઈ શકે છે તેનો અંદાજ કદાચ આપણે નથી એટલે તો આપણે જેટલા ઇચ્છીએ તેટલા પાણીનું બગાડ કરીએ છીએ. પરંતુ કહેવાય છે ને દરેક વ્યક્તિ અહિયાં એક બીજાથી કઈક શીખી શકે છે. એટલા માટે ગુજરાતિઓ જો તમે પાણીનો બગાડ કરો છો ને તો આ સમાચાર તમારા માટે છે. તેથી તમને ખબર પડે કે પાણીનો બગાડ કરવાથી કેટલી મોટી સમસ્યા ઉભી થઈ શકે છે. જો કે આજે ભારતના સૌથી મોટા શહેરોમાંથી એક ગણાતા અને વિશ્વમાં ભારતની આઈટી સિટી તરીકે પ્રખ્યાત બેંગલુરુના લોકોના સામે ઉભી થઈ ગઈ છે.
ઉભી થઈ લોકડાઉન જેવી સ્થિતિ
પાણીની સમસ્યા ભારતના આઈટી હબમાં આટલા મોટા પાચે ઉભી થઈ ગઈ છે કે ત્યાંના લોકોને ત્રણ વર્ષ પહેલાનો લોકડાઉન યાદ આવી રહ્યો છે. કેમ કે બેંગલુરુંની મોટી-મોટી આઈટી કંપનિઓએ પોતાના કર્મચારિઓ માટે વર્ક ફ્રોમ હોમની જોગવાઈ કરી છે. શહેરમાં પાણીની સમસ્યા આટલી મોટી થઈ ગઈ છે કે કર્નાટક સરકારે શહેરના બધા પબ્સ અને સ્વીમિંગ પુલને બંધ કરી દીધા છે. લોકો પાસે પીવાના પાણી પણ નથી. જેથી કરીને બેંગલુરુમાં કામ કરનાર દરેક કર્મચારીને વર્ક ફોમ હોમ આપી દેવામાં આવ્યું છે. જેથી પાણીના કારણે સમસ્યા વધુ વણસી નહીં બને.
પીવાના પાણી પર પ્રતિબંધ
શહેરમાં પાણીની કટોકટી વચ્ચે, બેંગ્લોર વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડ (BWSSB) એ સ્વિમિંગ પુલમાં પીવાના પાણીના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. સ્વિમિંગ પુલમાં પીવાના પાણી, જેને પોર્ટેબલ વોટર તરીકે પણ ઓળખવામાં આવે છે, તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર વિપક્ષી દળ ભાજપ પર આકરા પ્રહાર કર્યું છે, અને પાણી ઉપર રાજકારણ નથી રમવાની સલાહ આપી છે.
કેમ ઉભી થઈ પાણીની કટોકટી
જો બેંગલુરુમાં પાણીની કટોકટીની વાત કરીએ તો વર્ષ 2023 માં રાજ્યમાં વરસાદ ખુબ જ ઓછી થઈ છે. જેના કારણે શહેરમાં પાણીની કટોકટી સર્જાઈ છે. તેના સાથે-સાથે કર્નાટક અને તમિલનાડુ વચ્ચે કાવેરી નદીના પાણીને લઈને વિવાદ ચાલી રહ્યું છે. તેથી કરીને તમિલનાડુએ કાવેરી નદીમાં પાણી છોડવાનું બંઘ કરી દીધું. આથી પણ શહેરમાં પાણીની કટોકટી આટલા મોટા પાચે વધી ગઈ છે કે લોકોએ પોતાની જોબ છોડીને કે પછી વર્ક ફ્રોમ હોમ લઈને પોત પોતાના ઘરે પાછા ફરી રહ્યા છે.
Share your comments