Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

પાટડીમાં રવિ ભાઈ પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ કર્યો MFOI VVIF ખેડૂત ભારત યાત્રાનું ભવ્ય સ્વાગત

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે,

Amansinh Jadeja
Amansinh Jadeja
પાટડીમાં ખેડૂત ભારત યાત્રાનું ભવ્ય સ્વાગત
પાટડીમાં ખેડૂત ભારત યાત્રાનું ભવ્ય સ્વાગત

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે, જે સમગ્ર દેશમાં ખેડૂતોને સશક્તિકરણ કરવાના હેતુથી પરિવર્તનકારી રોડ શો છે. હવે તે યાત્રા આપણા ગુજરાત પહોંચી ગઈ છે.

ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં પોતાની યાત્રા ગુરૂવારે 11 એપ્રિલથી શરૂ કરી હતી. જો કે આગામી 15 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં ફરીને રાજ્યના કૃષિ વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરશે અને ખેતીમાં આપણે કેવી રીતે પરિવર્તન કરીને તેને એક સારા રોજગારની તક તરીકે ઉભા કરી શકીએ છીએ તેના વિશે પર ચર્ચા કરશે. તેના સાથે જ રાજ્યના ખેડૂતો સાથે પણ વાતચીત કરીને તેઓની સમસ્યાઓના ઉકેળ કાઢશે. તેમ જ આ યાત્રા દરમિયાન ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત પણ કરવામાં આવશે.

સુરેન્દ્રનગરના પાટડી બન્યું યાત્રાનું નેકસ્ટ સ્ટોપ

કૃષિ જાગરણ દ્વારા આયોજિત એમએફઓઆઈ વીવઆઈએફ ખેડૂત ભારત યાત્રા પોતાના આગામી પડાવ પર સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકા હેઠળ આવેલ એપીએમસી માર્કેટ યાર્ડમાં પહોંચી, જ્યાં વર્ણી રાજ ફાર્મર પ્રોડ્યુસર રવિ ભાઈ પટેલ દ્વારા ખેડૂત ભારત યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.આ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત 1000થી વધુ ખેડૂત ઉત્પાદક સંગઠન સાથે જોડાયેલા ખેડૂતોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને યાત્રાને પ્રોત્સાહન આપ્યો. આ ઉપરાંત ખેડૂતોને એમએફઓઆઈ વીવીઆઈએફ મિલેનીયર ફાર્મર ઓફ ઇન્ડિયા વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.

25 એપ્રિલ સુધી ગુજરાતમાં ફરશે ખેડૂત ભારત યાત્રા

તમને જણાવી દઈએ કે એમએફઓઆઈ, વીવઆઈએફ ખેડૂત ભારત યાત્રા 25 અપ્રિલ સુધી ગુજરાતના દરેક જિલ્લામાં જઈને ત્યાંના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરશે અને તેમની અને બીજા ખેડૂતોને થઈ રહેલી કોઈ પણ પ્રકારની સમસ્યા ઉપર ચર્ચા કરશે તેમનું ઉકેલ શોધવાનું પ્રયાસ કરશે. જો તમે પણ તમારા ગામડાના પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરવાનું ઇચ્છો છો અને એક ખેડૂત તરીકે થઈ રહેલી કોઈ સમસ્યાનું ઉકેલ મેળવવા માંગો છો આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો (+91 93542 19049)

Share your comments

Subscribe Magazine

More on News

More