Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, બાગાયતી મહિલા તાલીમાર્થીઓને સ્ટાઈપેન્ડ આપવાની કરી જાહેરાત

સરકારની કલ્યાણકારી યોજનાઓમાં બાગાયત સહાયલક્ષી એચ.આર.ટી-5 યોજના અંતર્ગત મહિલા તાલીમાર્થીઓને સ્ટાઇપેન્ડ આપવા બાબતની યોજના માટે આઇ-ખેડૂત પોર્ટલ પર અરજીઓ મેળવવા પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે

Sukhadev Thakor
Sukhadev Thakor

તારીખ 31 જાન્યુઆરી 2022 સુધી અરજી કરી શકાશે

સરકારની કલ્યાણકારી યોજનાઓમાં બાગાયત સહાયલક્ષી એચ.આર.ટી-5 યોજના અંતર્ગત મહિલા તાલીમાર્થીઓને સ્ટાઇપેન્ડ આપવા બાબતની યોજના માટે આઇ-ખેડૂત પોર્ટલ પર અરજીઓ મેળવવા પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે. તે અર્થે ઓનલાઇન અરજી ઓ માટે તા.08-07-2021થી તા 31-01-2022 સુધી આઇ ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in) પર અરજી કરી શકે છે.

અરજી સાથે જોડવાના જરૂરી પુરાવા

જે મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા (સ્ટાઇપેન્ડ) ઘટકમાં અરજી કરવાની હોય તે મહિલાઓએ ઉપરોક્ત સમયમર્યાદામાં આ ઘટકમાં અરજી કરીને તે અરજીની પ્રીન્ટ નકલમાં સહી કરીને તે સાથે જરૂરી સાધનિક કાગળો જેવા કે, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, રેશન કાર્ડની નકલ જોડીને લાભ લેવા માંગતી તમામ મહિલા તાલીમાર્થીઓએ ઉપરોક્ત કાગળોની નકલો સાથે અરજી પત્રક રૂબરૂ કે ટપાલ દ્વારા નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં. 14-15 ભોંયતળીયે, જિલ્લા સેવા સદન-2, જોરાવર પેલેસ, પાલનપુર, જિ. બનાસકાંઠા (ફોન નં. 02742-256726) ના સરનામે મોકલવા જાહેરહિતમાં સુચીત કરવામાં આવે છે.

બાગાયતી ખેતી કરવાની પદ્ધતિની તાલીમ

- આ તાલીમમાં ભાગ લેનાર મહિલાઓને વિવિધ ફળ અને શાકભાજીમાંથી બનતી વિવિધ બનાવટો જેવી કે જામ, જેલી, કેચઅપ, નેક્ટર, અથાણા, મુરબ્બા, શરબત વગેરે જેવી વાનગીઓની થીયરી અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે.

- આ તાલીમનો સમય ગાળો 2 દિવસ (14 કલાક) અને 5 દિવસ (35 કલાક) નો રહેશે.

- આ તાલીમમાં ભાગ લેનાર તાલીમાર્થીઓને પ્રતિ દિન રૂ.250/- લેખે વૃતિકા/સ્ટાઇપેન્ડ આપવાની અસરકારે જોગવાઇ કરેલી છે.

આ તમામ માહિતી બનાસકાંઠા નાયબ બાગાયત નિયામક જે.બી.સુથાર દ્વારા એક અખબારી યાદી બહાર પાડવામાં આવ્યુ હતુ તેમાં જણાવવામાં આવેલ છે આ અંગે જો વધુ  માર્ગદર્શન જોઈતી હોય તો બનાસકાંઠા બાગાયત ખેતી વિભાગની રૂબરૂ મુલાકાત લઈ શકો છો અથવા તો ફોન દ્વારા પણ ઘરે બેઠા માહિતી મેળવી શકો છો. તદુપરાંત રાજ્ય સરકારની ખેડૂતો માટેની વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in ની મુલાકાત લઈ માહિતી મેળવી શકો છો

Share your comments

Subscribe Magazine

More on News

More