ગુજરાતની સંસ્કૃતિ અને ભોજન વિશ્વમાં ધૂમ મચાવી રહ્યો છે. કોઈ પણ એવી વસ્તુ કે ભોજન નથી જેને કોઈ ઓળખતું નહીં હોય. ઢોકળાની વાત કરતાના સાથે જ બધાના મોડા પર ગુજરાતનું નામ આવે છે. તેના સાથે જ જો આપણે ગુજરાતની બાંધણીની વાત કરીએ તો હવે તેઓ દેશ વિદેશમાં મહિલાઓ માટે મનગમતી પહેરામણી બની ગઈ છે. ગુજરાતના કયા શહેર શા માટે પ્રસિદ્ધ છે તેની માહિતી ફક્ત ગુજરાતીઓને નથી પરંતુ હવે વિશ્વના દરેક વ્યક્તિને છે. પાટણના પટોળાનનું નામ આવતાના સાથે જ બધાને ખબર પડી જાય છે કે તેઓ પાટણ શહેરથી છે. તો ગુજારતની હસ્તકાલ વિશે તો શું કહેવાનું. ગુજરાતને હસ્તકલાના ક્ષેત્રને 23 જેટલા જીઆઈ ટેગ મળી ગયા છે. જેમાં હવે ઘરચોળાનું પણ સમાવેશ થવા જઈ રહ્યો છે. વાસ્તવમાં ગુજરાતના ઘરચોળાને જીઆઈ ટેગ આપવામાં આવ્યું છે,જેના સાથે જ ગુજરાતને મળેલ જીઆઈ ટેગની સંખ્યા 27 પર પહોંચી ગઈ છે.
કેમ મળ્યો ઘરચોળાને જીઆઈ ટેગ
હાથ થકી તૈયાર કરવામાં આવેલ ઘરચોળાની સુંદરતા કોઈને પણ જોતાના સાથે જ ગમી જાય છે તેના કારણે તેને જીઆઈ ટેગ મળ્યું છે. તેને જીઆઈ ટેગ મળવાનું બીજો કારણ એવું છે કે તેને હાથ થકી બનાવવામાં આવે છે. વણકર સમાજ દ્વારા તૈયાર કરવામાં આવેલ ઘરચોળાનું આમ પ્રસિદ્ધ થવું અને જીઆઈ ટેગ મળવું ગુજરાત માટે એક મોટી ઉપલબ્ધી છે. જો આપણે વધુમાં ઘરચોળાની વાત કરીએ તો તેઓ હિંદુ અને જૈન સમાજમાં લગ્ન જેવા માંગલિક પ્રસંગોએ પહેરવામાં આવે છે. પરંપરાગત રીતે, ઘરચોળા લાલ અથવા મરૂન અને લીલા અથવા પીળા જેવા રંગોમાં બનાવવામાં આવતા હતા, જેને હિંદુ પરંપરામાં શુભ રંગો માનવામાં આવે છે. જો કે આજકાલના સમયમાં ગુજરાતના વણકરો આધુનિક સમયને જોતા ઘરચોળા સાડીની બનાવટમાં તેમની ડિઝાઈન્સ અને ટેકનીક્સને અપડેટ કરી રહ્યા છે, જેથી તેઓ વધુ આકર્ષક દેખાઈ શકાય. જેના કારણે બજારમાં ઘરચોળા સાડિઓની બજારમાં માંગણી વધી ગઈ છે. નિગમના ગરવી ગુર્જરી વેચાણ કેન્દ્રો ખાતે ઘરચોળા સાડીઓનું વિપુલ પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે.
જીઆઈ ટેગ આપ્યો મૂલ્યવાન માર્કેટિંગનું સાધન
ઘરચોળા અને તેના સાથે જ ગુજરાતના 23 જેટલા હસ્તકલા પ્રોડક્ટને મળ્યો જીઆઈ ટેગ ફક્ત ગુજરાતની હસ્તકલાને પ્રામાણિકતા અને વિશિષ્ટતાને રેખાંકિત નથી કર્યો છે પરંતુ વૈશ્વિક સ્તરે તેનો પ્રચાર કરવા માટે એક મૂલ્યવાન માર્કેટિંગ સાધન પણ પૂરં પાડ્યું છે. જીઆઈ ટેગ થકી ઘરચોળાને લઈને ગ્રાહકોમાં વિશ્વાસની ખાતરી જાગ્રત થશે. તેથી સ્થાનિક કારીગરોની કુશળતા અને પરંપરાઓને પણ મૂર્તિમંત મળશે. જણાવી દઈએ કે ઘરચોળા સાડી ઉપરાંત, હસ્તકલા સેતુ યોજના અંતર્ગત ગત વર્ષે સુરતની લુપ્ત થતી કલા “સાડેલી”, બનાસકાંઠાની “સુફ” એમ્બ્રોઇડરી, ભરૂચ જિલ્લાની “સુજની” હસ્તકલા તેમજ અમદાવાદની “સૌદાગીરી પ્રિન્ટ” અને “માતાની પછેડી” હસ્તકલાને જીઆઈ ટેગ્સ આપવામાં આવ્યા છે. આ હસ્તકલાઓની સાંસ્કૃતિક ઓળખને જાળવી રાખવામાં કુટીર અને ગ્રામોદ્યોગની કચેરીના કમિશનરના અવિરત પ્રયાસો મહત્વપૂર્ણ બન્યા છે.
મુખ્યમંત્રીએ અપાવી વૈશ્વવિક ઓળખ
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી દ્વારા આ જીઆઈ ટેગ્સ પ્રાપ્ત ઉત્પાદનોને G-20 અને વાયબ્રન્ટ ગુજરાત જેવી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં પધારેલા મહાનુભાવોને ભેટ-સોગાદરૂપે આપીને, આ ઉત્પાદનોને વૈશ્વિક ઓળખ આપવામાં આવી છે. જીઆઈ ટેગ્સ પ્રાપ્ત કરવા ઉપરાંત, ગરવી ગુર્જરી જીઆઈ-પ્રમાણિત ઉત્પાદનોને મહત્તમ માર્કેટ એક્સપોઝર પ્રદાન કરવા માટે સતત પ્રયત્નો કરી રહ્યું છે. બજારની તકોનું વિસ્તરણ કરીને, નિગમનો હેતુ કારીગરોની આર્થિક તકોને વધારવાનો અને સમકાલીન જીવનશૈલીમાં ગુજરાતની પરંપરાગત હસ્તકલાના વ્યાપક ઉપયોગને પ્રોત્સાહિત કરવાનો છે.
Share your comments