Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

Soil For Growth : પાકની વૃધ્ધિ તથા ઉત્પાદનને સારી અને માઠી અસર કરતાં પરિબળો

પાક

KJ Staff
KJ Staff
છોડ
છોડ

પાકની વૃધ્ધિ તથા ઉત્પાદનને સારી અને માઠી અસર કરતાં પરિબળોમાં પાણી (ભેજ) એ એક અગત્યનું પરિબળ છે . ઉષ્ણતામાન , પ્રકાશ , જમીનની ફળદ્રુપતા, બંધારણ, નીંદામણ, રોગ-જીવાત વગેરેનો સમાવેશ થાય છે. આ બધામાં ભેજ અગત્યનું અંગ છે. આ ભેજ છોડને તેની વૃધ્ધિની કઈ અવસ્થામાં અને કેટલા પ્રમાણમાં મળે, સમગ્ર વૃદ્ધિકાળ દરમ્યાન જરૂરીયાત મુજબ ઉપલબ્ધ છે કે કેમ વગેરે બાબતો મહત્ત્વની છે.

ચાલો આ અંગેના કારણો જોઈએ

છોડ જરૂરી પોષક તત્ત્વો દ્રાવણના રૂપમાં લે છે.

પાણી છોડનો મુખ્ય ઘટક છે, છોડના બંધારણમાં ૭૫ થી ૯૦% પાણી છે.

વાનસ્પતિક દેહધર્મવિધાની અનેક ક્રિયાઓમાં પાણી મુખ્ય છે.

છોડમાં પાણીનું વહન થવાથી તેના વિવિધ ભાગોમાં પોષકતત્ત્વોનું પણ વહન થાય છે.

પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે પાણી જરૂરી છે.

છોડની ઉત્સવેદનની ક્રિયામાં પણ પાણી વપરાય છે.

આ પણ વાંચો : Diseases Of Garlic Crop : લસણના પાકના રોગો

સામાન્ય રીતે જમીનનો ભેજ એ જમીનના કણો વચ્ચેની જગ્યામાં જકડાયેલ પાણી છે. જમીનની સપાટી અને વાતાવરણ વચ્ચે બાષ્પીભવન અને છોડના શ્વાસોચ્છવાસ દ્વારા પાણી અને ગરમ ઊર્જાના વિનિમયને નિયંત્રિત કરવા માટે જમીનનો ભેજ એ એક મુખ્ય ઘટક છે. ૧૦૦% ભેજની સંતૃપ્તિની નજીક જમીન હોય તો તેવી જમીન પાક વાવવા અને ઉગાડવા માટે આદર્શ છે સામાન્ય રીતે, જમીનનો ભેજ ૧૦% થી ૪૫% સુધી હોય છે, પરંતુ તે પાણીના પીયત દરમિયાન અને પીયત પછી વધારે હોઈ શકે છે. જમીનમાં પાણી જમીનના કણોની સપાટી પર, તેમજ છિદ્રોમાં સંગ્રહિત થાય છે જેનો આધાર જમીનના પ્રકાર ઉપર છે જેમ કે રેતાળ જમીનમાં ભેજ સૌથી ઓછો અને ટુક સમય માટે હોય જ્યારે ભારે કાળી જમીનમાં ભેજ વધારે અને લાંબા સમય સુધી હોય છે.

જમીનમાં  ભેજના જુદા જુદા સ્વરૂપો જેવાકે, રાસાયણિક રીતે બંધાયેલ પાણી, હાઇગ્રોસ્કોપિક પાણી,  રુધિરકેશિકા પાણી,  ગુરુત્વાકર્ષણ પાણી મુખ્ય છે.

જમીનમાં ભેજનું પ્રમાણ જાણવું કેમ મહત્વપૂર્ણ છે ?

 જમીનનો ભેજ એ તેમાં સમાયેલ પાણીની માત્રા છે. ભૂમિ વિજ્ઞાન, જળ વિજ્ઞાન અને કૃષિ  વિજ્ઞાનમાં, ભૂગર્ભજળના રિચાર્જ, કૃષિ અને જમીનના રસાયણશાસ્ત્ર માટે પાણીની મહત્વપૂર્ણ ભૂમિકા છે. જો જમીનમાં ભેજનું પ્રમાણ વનસ્પતિ વૃદ્ધિ માટે શ્રેષ્ઠ હોય તો છોડ સરળતાથી જમીનના પાણીને શોષી શકે છે. વરસાદ, તાપમાન, જમીનની લાક્ષણિકતાઓ અને બીજા પરીબળો જમીનમાં રહેલ ભેજ પર અસર કરે છે. ઊપરોક્ત પરિબળો પાક ઊગાડવા માટે જમીનની યોગ્યતા નક્કી કરવામાં પણ મદદ કરે છે

 હાઇડ્રોલોજિકલ ચક્રના અન્ય ઘટકોની તુલનામાં, જમીનમાં ભેજનું પ્રમાણ ઓછું છે, તેમ છતાં, ઘણી જળ વિજ્ઞાન વિષયક, જૈવિક અને જૈવસાયણિક પ્રક્રિયાઓ માટે ભેજનું ખુબ જ મહત્વ છે. હવામાન અને આબોહવા,  પૂર નિયંત્રણ, જમીનના ધોવાણ, જળાશય વ્યવસ્થાપન, ભૂ-તકનીકી ઇજનેરી અને પાણીની ગુણવત્તા સાથે સંબંધિત સરકારી એજન્સીઓ અને ખાનગી કંપનીઓની વિશાળ શ્રેણી માટે જમીનના ભેજની માહિતી મૂલ્યવાન છે.

જમીનની અને વાતાવરણ વચ્ચે પાણીનું ભેજ સ્વરુપે બાષ્પીભવન અને વનસ્પતિના ઉત્સવેદન દ્વારા પાણીના વિનિમયને નિયંત્રિત કરવામાં જમીનનો ભેજ એ એક મુખ્ય ઘટક છે પરિણામે, જમીનનો ભેજ હવામાન પદ્ધતિના વિકાસ અને વરસાદના ઉત્પાદનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જમીનનો ભેજ વરસાદના પ્રમાણને પણ અસર કરે છે મધ્ય યુ.એસ માં ૧૯૮૮ ના દુષ્કાળ અને ૧૯૯૩ ના પૂર દરમિયાન મોટા પાયે સૂકા અથવા ભીના સપાટીવાળા પ્રદેશોમાં થતા વરસાદ પર જમીનના ભેજનો સકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો હતો. જળાશયોના વ્યવસ્થાપન, દુષ્કાળની વહેલી ચેતવણી, સિંચાઈનું સમયપત્રક અને પાક ઉપજની આગાહી માટે જમીનના ભેજની માહિતીનો ઉપયોગ કરી શકાય છે.

જમીનનો ભેજ જમીનના તાપમાન અને છોડ પર શુ અસર કરે છે?

 જમીનનુ તાપમાન, પાણી અને પોષક્તત્વો ના ઉપાડ તેમજ છોડના મુળની વ્રુધ્ધિને અસર કરતા છોડ્ની વ્રુધ્ધિ ઉપર આડ્કતરી રીતે અસર કરે છે. જમીનમાં ભેજનું સતત પ્રમાણ જમીનના તાપમાનને ઘટાડે છે જેથી છોડ દ્વારા પાણી અને પોષક્તત્વો ના ઉપાડમાં પણ ઘટાડો થાય છે. છોડના મૂળ એ મુખ્ય અંગ છે જે પાણીને શોષી લે છે. અને મુળ-થી-થડ્નો ગુણોતર વધે છે. તેથી જમીનનો  ભેજ, છોડના મૂળિયા દ્વારા પાણીનુ શોષણ અને પાંદડાના ઉત્સવેદન પર અસર કરે છે, જે છોડના સૂકા પદાર્થના સંચયને અસર કરે છે, અને આખરે પાકની ઉપજને અસર કરે છે.

જમીનમા ભેજનુ પ્રમાણ કેવી રીતે માપવુ?           

 બગીચાની જમીનમાં ભેજ છે કે કેમ તે જાણવા માટે જમીનમાં એક ટ્રોવેલ દાખલ કરો અને જો ટ્રોવેલ સરળતાથી ઝુકી જાય તો જમીનમાં ભેજ છે તેમ સમજવુ. જમીનમાં ભેજની ઊંડાઈ નક્કી કરવા માટે તમે જમીનમાં લાકડાના ડોવેલને ખુંચાડો જો ડોવેલ સ્વચ્છ બહાર આવે છે, તો જમીન સૂકી છે. અને જમીનમાં ભેજ હશે તો ભીની માટી ડોવેલમાં ચોંટી જશે. જમીનનો ભેજ  માપવાની બિજી રીત માં જોઇએ તો તમારી આંગળીને જ્યાં સુધી જમીનમાં ઊંડી ખુંચાડી શકો ત્યાં સુધી ખુંચાડો અને જુઓ કે માટી સૂકી છે કે નહીં. જ્યારે તમે તમારી આંગળીને દૂર કરો છો, ત્યારે તેને ચોંટેલી માટી જમીનનો ભેજ દર્શાવે છે. જ્યારે તમારી આંગળી પ્રમાણમાં સ્વચ્છ બહાર આવે છે, ત્યારે સમજવું કે તે જમીનમાં પિયત આપવાનો સમય છે. તમે જોશો કે ભેજવાળી જમીનનો સહેલાઇથી ગોળો બની જાય છે, પરંતુ જ્યારે થોડોક  દબાવવામાં આવે ત્યારે માટી છૂટી પડે છે. આ રિતે છુટી પડી જતી જમીન  ભેજવાળી જમીનની સુસંગતતા સૂચવે છે, જે ઘણા બગીચાના છોડ માટે યોગ્ય છે.

 જમીનના ભેજને કેવી રીતે નિયંત્રિત કરી શકો?

 સારી રીતે વિઘટ્ન અને જુનો થયેલ લિલો પડવાસ, જમીનમાં ભેજનું પ્રમાળ જાળવવામાં અને આસપાસ રહેલી જુની માટીને પોચિ કરવમા પણ મદદ કરે છે. તેથી જમીનમાં છોડ વાવતા પહેલા ક્મ્પોસ્ટ કે દેશી ખાતર નાખવાથી જમીનમાં સારો ભેજ જોવા મળે છે. રેતાળ જમીનમાં સેન્દ્રિય ખાતર ઉમેરવાથી આવી જમીનની ભેજ  સંગ્રહશક્તિ વધારી શકાય છે.જમીનમાં ૨ થી ૬ ઇંચનુ સેન્દ્રિય ખાતરનું પડ કરવાથી તેમજ પ્લાસ્ટીકનો આવરણ તરીકે ઉપયોગ કરવાથી જમીનનો ભેજ જળવાઇ રહે છે. આ રીતે જમીનની સપાટી પર સેન્દ્રિય ખાતર અને પ્લાસ્ટીકના આવરણના ઉપયોગથી જમીનમાં ભેજ જળવાઇ  રહેવાની સાથે જમીનનું તાપમાન પણ જળવાઇ રહે છે.

પાકની દેખરેખમાં જમીનનો ભેજ કેવી રીતે ઉપયોગી છે?

પાક સમયગાણા દરમ્યાન જમીનનો ભેજ નીચેની બાબતો માટે ઉપયોગી છે

વાવણીની તારીખો નક્કી કરવામાં

દુષ્કાળના સમયગાળાની આગાહી કરવામાં

પાકના જુદા જુદા વૃદ્ધિ તબક્કમા પિયત આપવામાં

પાકનો લણણી સમય નક્કી કરવામાં

Share your comments

Subscribe Magazine

More on News

More