Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ખેતીને લગતા પ્રોડક્ટ માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, સંસદમાં પસાર થશે નેશનલ એગ્રીકલ્ચર કોડ

ભારત વિશ્વમાં સૌથી વધુ મસાલાનું નિકાસ કરનાર દેશ છે.સૌથી વધુ મસાલા ઉગાડનાર ભારતમાં એક સમય એવું પણ આવ્યું હતો જ્યારે ભારતના મસાલા મેળવા માટે પડાપડી જોવા મળતી હતી. પરંતુ કેટલાક સમયથી વિદેશમાં ભારતના મસાલા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યું છે, જેનું

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

ભારત વિશ્વમાં સૌથી વધુ મસાલાનું નિકાસ કરનાર દેશ છે.સૌથી વધુ મસાલા ઉગાડનાર ભારતમાં એક સમય એવું પણ આવ્યું હતો જ્યારે ભારતના મસાલા મેળવા માટે પડાપડી જોવા મળતી હતી. પરંતુ કેટલાક સમયથી વિદેશમાં ભારતના મસાલા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યું છે, જેનું કારણ જંતુનાશકોને જણાવવામાં આવ્યું છે. વાસ્તવમાં ભારતીય મસાલા કંપનીઓ દ્વારા પોતાના ઉત્પાદનમાં જંતુનાશકનો ઉપયોગનું સમાચાર સામે આવ્યા પછી સિંગાપોરથી લઈને યૂરોપ અને અમેરિકાથી લઈને હોંગકોંગ સુધી કેટલાક દેશોએ ભારતીય મસાલો પર પ્રતિબંધ મુકી દીધું હતું,

પ્રતિબંધના કારણે ખેડૂતો અને સરકારને મોટા પાચે નુકસાન વેઠવું પડ્યો હતો. ત્યારે ખેતીને લગતી ચીજવસ્તુઓ માટે અમુક ધોરણો નક્કી કરવામાં આવે તેની માંગણી કરવામાં આવી હતી, જો કે હવે સરકાર આ દિશામાં આગળ વધી ગઈ છે. એવું સમાચાર મળી રહ્યા છે કે તેના માટે દેશમાં નેશનલ એગ્રીકલ્ચર કોડ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

તેના માટે બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દેશમાં માલસામાન, ઉત્પાદનોને નક્કી કરવા માટે જવાબદાર હશે. સોનાથી લઆઈને સિલ્કથી લઈને ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો સુધીની દરેક વસ્તુ તેમજ ખાદ્યથી જોડાયેલી કોઈ પણ વસ્તુ માટે હોલમાર્કિંગ અને સ્ટાર રેટિંગ સિસ્ટમ બનાવવા માટે પણ તેને જવાબદાર ગણવામાં આવશે. તેને જોતા હવે બીઆઈએસએ દેશમાં નેશનલ એગ્રીકલ્ચર કોડ એટલે કે એનએસી બનાવવા જઈ રહ્યુ છે.

શું કામ કરશે?

પ્રાપ્ત માહિતી મુજબ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ કૃષિ ક્ષેત્રમાં ગુણવત્તા અને શ્રેષ્ઠ પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટે નેશનલ એગ્રીકલ્ચરલ કોડ (NAC) વિકસાવી રહ્યું છે. આમાં ઉભરતી કૃષિ ટેક્નોલોજી, નવીન કૃષિ પ્રવૃત્તિઓ અને સમગ્ર ભારતમાં બદલાતી પ્રાદેશિક પરિસ્થિતિઓનો સમાવેશ થશે. આ કોડ વિકસાવતી વખતે તે વિસ્તારોને ઓળખવામાં આવશે જ્યાં સ્ટાડર્ડાઈજેશનનો અભાવ છે. પછી તેમના માટે ધોરણો વિકસાવવામાં આવશે.

Share your comments

Subscribe Magazine

More on News

More