જ્યારથી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના મુખ્યમંત્રીનો પદ સંભાળ્યું છે ત્યારથી જ તે ગુજરાતના ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરવા તરફ આગળ વધવાની વિનંતી કરી રહ્યા છે. મુખ્યમંત્રીની વિનંતી અને રસાયણિક ખેતીથી થતા નુકસાનને જોતા ગુજરાતના ખેડૂતોએ ધીમે-ધીમે ઓર્ગેનિક અને ગાય આધારિત ખેતી તરફ વળી રહ્યા છે. જેના કારણે આજે ગુજારતના 6 થી 7 લાખ જેટલા ખેડૂતોએ રસાયણિક ખેતી છોડીને ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. આ વાત ગુજરાતના રાજ્યપાલ આચાર્ચ દેવવ્રતે એક નિવેદનમાં જણાવ્યું હતો.
ચારમાંથી ત્રણ પ્લાન્ટ બંઘ થયા
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ખેડૂતો દ્વારા રસાયણિક ખાતર છોડીને ઓગ્રેનિક ખાતર થકી ખેતી કરવાથી ગુજરાતમાં જંતુનાશક દવાના વેચાણ કરનાર કંપનિઓને જોરદાર ફટકો પડ્યો છે. ગુજરાતમાં રસાયણિક ખાતરના ચારમાંથી ત્રણ જેટલા પ્લાન્ટ બંધ થતા ગુજરાત સરકારની પહેલને વેગ મળ્યો છે અને તેને મોટી સફળતા મળી છે. જણાવી દઈએ કે આ ત્રણ પ્લાન્ટ બંધ થવાથી જંતુનાશક કંપનિઓને 1 લાખ કરોડનું નુકસાન થયું છે.
મુંબઈથી ચાર્ટર પ્લેનમાં આવતા હતા
ગુજરાતમાં ઓર્ગેનિક ખેતીને આગળ વધારવા માટે દિવસ રાત કામ કરી રહેલા રાજકોટના મોટા ઉદ્યોગપતિ ભરતભાઈ પરસાણાએ પાસેથી મળેલી માહિતી મુજબ ગુજરાતમાં જંતુનાશકના પ્લાન્ટ ઉભા કરનાર વેપારિઓએ મુંબઈથી ગુજરાત ચાર્ટર પ્લેનમાં આવતા હતા અને ખેડૂતોને જંતુનાશક ખેતી કરવા માટે પૈસા આપતા હતા.પરંતુ ખેડૂતોએ તેમની વાત ઉપર ધ્યાન નથી આપ્યું અને ગાય આધારિત ખેતી કરવાનું ચાલૂ રાખ્યો. અને આજે એજ ખેડૂતોના કારણે આ શક્ય બન્યું છે કે ગુજરાતમાં રસાયણિક ખેતી પોતાના છેલ્લા દિવસો ગણી રહી છે.
ભરત ભાઈ પોતાના નિવેદનમાં ખેડૂતોને વિનંતી કરતા કહ્યું, આવી જ રીતે રાજ્યના દરેક ખેડૂતને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને આગળ વધારવા માટે કામ કરવું જોઈએ અને ગુજરાતને દેશના એવું પહેલો રાજ્ય બનાવું જોઈએ જો કે રસાયણિક ખેતી છોડીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.
રસાયણિક ખાતર લોકોના પેટમાં ધીમું ઝેર પધરાવે છે
આણંદ એગ્રિક્લચર યુનિવર્સિટીએ અને એનઆઈઓએચના ઉપક્રમે 2019 માં એક રિપોર્ટ તૈયાર કરવામાં આવી હતી. જેમાં જણાવામાં આવ્યું હતું કે બજારમાં વેચાઈ રહેલા શાકભાજી, ફળો, કઠોળ લોકોના પેટમાં ધીમું ઝેર પધરાવે છે. કેમ કે આ બધાનું ઉત્પાદન જંતુનાશક દવાઓથી કરવામાં આવે છે. જંતુનાશક દવાના આડેધડ અને સમજ્યા વગરના વપરારસનું પરિણામ શું આવશે ? તેને વિચારવા વગર ખેડૂતોએ તેમનો ઉપયોગ કઠોળ, શાકભાજી અને ફળો ઉગાડવા માટે કરી રહ્યા છે. પરંતુ હવે ધીમે-ધીમે ખેડૂતોએ તે વાત સમજી રહ્યા છે
પંજાબથી ચાલે છે કેંસર એક્સ્પ્રેસ
જણાવી દઈએ કે પંજાબના ખેડૂતોએ સૌથી વધુ જંતુનાશક દવાઓનું ઉપયોગ પોતાના ખેતરમાં કરે છે. જેના કારણે પંજાબમાં આજના સમયમાં દેશમાં સૌથી વધુ કેંસરના દર્દીઓ જોવા મળી રહ્યા છે. એક અહેવાલ મુજબ પંજાબના ભઠિંડા જિલ્લાના દરેક ધરમાં તમને એક કેંસરનું દર્દી મળી જશે. જંતુનાશકના છંટકાવના કારણે ત્યાં કેંસર જેવી મોટી બીમારી લોકો હવે કઈંક સમઝતા નથી. ઉપરાંત પંજાબ દેશનું એકલો એવો રાજ્ય છે જ્યાંથી દિલ્લી માટે કેંસર એક્સપ્રેસ ચલાવવામાં આવે છે. જેમાં કેંસરના દર્દીઓ દિલ્લીની એમ્સમાં પોતાની સારવાર માટે આવે છે.
Share your comments