છેલ્લા કેટલાક સમયથી બટેકા અને ડુંગળીનો જોઇએ તેટલો ભાવ મળી રહ્યો નથી. જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની હતી. ખેડૂતો દ્વારા માગ કરવામાં આવી હતી કે સરકાર તરફથી સહાયની જાહેરાત કરવામાં આવે. લાલ ડુંગળી પકવતા ખેડૂતોને સરકારે પ્રતિ કિલો બે રૂપિયાની ભાવફેરની સહાયની જાહેરાત કરી હતી. મળતી જાણકારી અનુસાર, ગુજરાત સરકારે લાલ ડુંગળી પર કિલોએ બે રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. લાલ ડુંગળી માટે 70 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. અંદાજે પાંચ લાખ મેટ્રિક ટન લાલ ડુંગળી માટે 70 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત રાજ્યભરના 103 તાલુકામાં માવઠુ પડ્યું છે. કમોસમી વરસાદનાં કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. તૈયાર થયેલા ઉભા પાકમાં પાણી ભરાતા પાક નિષ્ફળ જવાની ખેડૂતોમાં ભીતિ છે. જીરૂ, ઘઉં, રાયડો, કપાસનાં પાકમાં સૌથી વધુ નુકસાન છે.
કૃષિમંત્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાંથી જાહેરાત કરતા જણાવ્યું છે કે, 'ખેડૂતોને ટ્રાન્સપોર્ટ સબસિડી આપવામા આવશે. ખેડૂતોને 70 કરોડની સહાય આપવામાં આવશે. ખેડૂત દીઠ વધુમાં વધુ 500 કીલો માટે સહાય મળશે. સરકાર એક કિલોએ 2 રૂપિયાની સહાય આપશે. બટાકા અન્ય દેશમાં એક્સપોર્ટ કરવા પર 25 ટકા સહાય આપવામાં આવશે.'
રાજ્યો કે દેશ બહાર રોડ ટ્રાન્સપોર્ટેશન કરવા માટે પ્રતિ મેટ્રિક ટન 750 રૂપિયાની જાહેરાત કરાઈ છે. રેલવે મારફતે સો ટકા અથવા 1150 મેટ્રિક ટનની સહાય રહેશે. તો દેશ બહાર નિકાસ કરવા માટે ખર્ચના 25% અથવા 10 લાખની મર્યાદામાં સહાય ચૂકવાશે. ટ્રાન્સપોર્ટેશન માટે 20 કરોડની સહાયની જાહેરાત થઈ છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓની તમામ APMCમાં ડુંગળી વેચનારા ખેડૂતોને આ સહાય મળશે. ગુજરાતમાં લાલ ડુંગળીનું અંદાજે 7 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થાય છે. ત્યારે આ સહાયથી નુકસાની ભોગવતા ખેડૂતોને રાહત મળશે.
આ પણ વાંચો: કેપ્સીકમ મરચાંની ખેતી કેવી રીતે કરવી?
Share your comments