ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કૃષિ જાગરણ ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે જેવી રીતે લોકોનું એક ફેમિલી ડૉક્ટર હોય છે એવી રીતે ફેમિલી ખેડૂત પણ હોવું જોઈએ. આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક જીવને શ્રેષ્ઠ જીવન ગણાવ્યું. નેચરોપથી એક્સપર્ટ એવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સુરત સહિત સમસ્ત ગુજરાતના ઉદ્યોગકારોને અને વ્યવસાયિકોને પ્રાકૃતિક જીવનની આવશ્યકતા તેમજ આર્થિક પ્રગતિ સાથે પ્રાકૃતિક જીવનની સંકલ્પના અને ઉદ્યોગ-ધંધા તથા પ્રાકૃતિક જીવનના સંતુલન વિશે માર્ગદર્શન આપતા કહ્યું કે ફેમિલી ડૉક્ટરની ઓછી જરૂર પડશે જો લોકો પાસે ફેમિલી ખેડૂત હશે.
6 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા
તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અભિયાન ચલવામાં આવી રહ્યું છે. જેના હેઠળ ગુજરાતના 6 લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવીને રસાયણિક ખેતીને પૂર્ણતા છોડી દીધું છે. તેમના મુજબ માસ્ટર ટ્રેઈનરો પ્રતિ મહિને રાજ્યના 3.50 લાખથી 5 લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી રહ્યા છે. ત્યારે તેઓના ઉત્પાદનને ખરીદવા માટે ઉદ્યોગકારોને આહ્વાન કરી રહ્યા છે.
યુવાપેઢીને જંકફૂડથી દૂર રહેવું જોઈએ.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાના નિવેદનમાં આગળ કહ્યું, આવનારા બે વર્ષમાં ગુજરાતને યૂરિયા, ડીએપી અને રસાયણ મુક્ત ખેતી કરતું રાજ્ય બનાવવું છે. તેમ કહી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સંવાદમાં હાજર લોકોને પ્રાકૃતિક ખેતી સાથે પ્રાકૃતિક જીવન જીવવાની હાંકલ કરી હતી અને યુવા પેઢીને જંકફૂડથી બચવાની સલાહ આપી હતી. સાથે જ તેમને કહ્યું કે ગ્લોબલ વાર્મિગ પાછળ 24 ટકા જેટલું રસાયણિક ખાતર જવાબદાર છે.
આને કહેવાયે પ્રાકૃતિક ખેતી
રાજ્યપાલે વધુમાં ઉમેરતા જણાવ્યું હતું કે જંગલની અંદર ઉછરતા ઝાડ-પાન, ફળ-ફૂલને કોઈ રાસાયાણિક ખાતરની જરૂર પડતી નથી. કુદરતી રીતે તેમાં તમામ ઓર્ગેનિક તત્વોની દેન પરમાત્માએ મુકી છે. સંપૂર્ણ પ્રાકૃતિક રીતે જો આ વન સંપદા ઉછરી શકતી હોય તો આપણા ખેતરમાં આ કેમ થઈ ના શકે. જંગલના પ્રાકૃતિક નિયમો આપણી કૃષિ પદ્ધતિમાં પણ લાગૂ પડે છે. અને જંગલની માફક આપણા ખેતરમાં કારગર નીવડે એનું નામ પ્રાકૃતિક ખેતી છે.
Share your comments