30,366 ખેડુતો કિસાન ક્રેડિટ કાર્ડનુ દેવુ ન ભરી શક્યા તેથી તેમના બેંક ખાતાને એનપીએ ઘોષિત કરી દેવામાં આવ્યા છે. ડિફોલ્ડર થયેલા આ ખેડુતો પાસે બેંકોના 728.65 કરોડ રૂપિયા ફસાઈ ગયા છે. આવા ખેડુતોના આવક રેકોર્ડમાં પણ રેડ એન્ટ્રી કરી દેવામાં આવી છે.
હિમાચલ પ્રદેશના ખેડુતોએ પોતાના ઘર, જમીન ગીરવી મુકી કિસાન ક્રેડિટ કાર્ડ તો બનાવી લીધુ પણ પોતાની ખેતીને એ લાયક ન બનાવી શક્યા કે તેમાંથી આવક વધારી શકે. હવે આવા હજારો ખેડુતો દેવામાં ડુબી ગયા છે. અને તેમનુ હવે આ દેવામાંથી બહાર નીકળવુ અશક્ય સાબીત થઈ રહ્યુ છે.
ખેડૂતોને KCC પર લગભગ ચાર ટકાના વ્યાજ દરે લોન મળે છે
NPA જાહેર થયેલા ખેડુતોને બેંકો દ્વારા નોટીસ પણ આપવામાં આવી છે. રાજ્યમાં 4,36,231 ખેડુતોએ કિસાન ક્રેડિટ કાર્ડ બનાવ્યા છે. આ ખેડુતો પાસેથી બેંકોને કૂલ 7719.19રૂ. વસુલ કરવાના બાકી નીકળે છે. ખેડૂતોને KCC પર લગભગ ચાર ટકાના વ્યાજ દરે લોન મળે છે, પરંતુ હજારો ખેડૂતો તેમની આવક બમણી અથવા ત્રણ ગણી કરવા માટે તેમની ક્ષમતા કરતાં વધુ લોન લઈ લે છે, જે તેઓ સમયસર ચૂકવવામાં અસમર્થ રહે છે. રાજ્યમાં જાહેર, ખાનગી અને સહકારી ક્ષેત્રની 22 બેંકોએ ખેડૂતોને KCC આપ્યા છે.
આ પણ વાંચો : કલાઈમેટમાં ફેરફારને કારણે 2050 સુધીમાં વિશ્વના 80 ટકા વિસ્તારોમાં પાક નહિ ઉગે
સૌથી વધારે PNBના 9,467 kcc ખાતા NPA
PNBમાં 9,467, SBIમાં 5,338, ICICIમાં 4,908, રાજ્ય સરકારી બેંકમાં 3,530, હિમાચલ પ્રદેશ ગ્રામીણ બેંકમાં 2,716, યુકો બેંકમાં 2,496, જોગિન્દ્રા બેંકમાં 807, સેન્ટ્રલ બેંક ઓફ ઈંન્ડિયામાં 316, BOIમાં 219, યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં 188, કેનેડા બેંક 164, IDBI માં 121, BOB માં 42, પંજાબ એન્ડ સિંધ બેંકમાં 22, ઈન્ડિયન બેંકમાં 16, IOBમાં 14 અને બેંક ઓફ મહારાષ્ટ્રમાં 2 ખાતા એનપીએ જાહેર થઈ ગયા છે. કિસાન ક્રેડિટ કાર્ડ પર લીધેલી લોન સમયસર ન ચૂકવવાનું એક કારણ એ પણ છે કે ખેડૂતોમાં જાગૃતિનો અભાવ છે. તો ક્યારેક કુદરતી આફતના કારણે પાક નિષ્ફળ જવો પણ તેનું કારણ છે. વાર્ષિક પાક વધારવા માટે તેનો ખર્ચ કરવાને બદલે, ખેડૂતો તેનું રોકાણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને અન્ય કામોમાં પણ કરે છે. તેનાથી તેમની આવક પર અસર થાય છે અને તેઓ સમયસર તેની ચૂકવણી કરી શકતા નથી.
આ પણ વાંચો : સંપૂર્ણ સરકારી સહાય સાથે તમારા બેકયાર્ડમાં શરૂ કરવા માટે ટોચના 10 નફાકારક કૃષિ વ્યવસાયો
Share your comments