રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ઈન્ડિયન પ્લમ્બિંગ એસોશિયેશન દ્વારા અમદાવાદ ખાતે આયોજિત 29મી પ્લમ્બિંગ કોન્ફરન્સ અને એક્ઝિબિશનનો શુભારંભ કરવા માં આવ્યો હતો. આ પ્રસંગે વોટર સપ્લાય સિસ્ટમ, ડ્રેનેજ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહાનુભાવોને સન્માનિત કર્યાં. પાણી એ અત્યંત અગત્યનું કુદરતી સંસાધન છે.
સમય સાથે સંસાધનોની જરૂરિયાત ઉભી થતી હોય છે. જેનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય એ આજના સમયની તાતી જરૂરિયાત છે. એટલે જ, હવે નવા બિલ્ડીંગ્સનું નિર્માણ પર્યાવરણ સંરક્ષણને ધ્યાને રાખીને થાય એ ખૂબ જરૂરી છે.
બિલ્ડીંગ્સનું નિર્માણ થાય ત્યારે અને ત્યારબાદ તેમાં પાણી ને Reduce, Reuse અને Recycle કરવાની જરૂર છે. આ ત્રિદિવસીય કોન્ફરન્સમાં “નેટ ઝીરો વોટર ઈન બિલ્ટ એન્વાયર્મેન્ટ” ની થીમ સાથે આ તમામ પાસાઓ પર વિચારવિમર્શ થશે, જે આવનાર સમયમાં દેશમાં ગ્રીન બિલ્ડીંગ્સના નિર્માણમાં ખૂબ ઉપયોગી બની રહેશે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને પાણીને પ્રસાદની જેમ વાપરીને પાણીનું એક-એક ટીપું બચાવવાનો આગ્રહ કર્યો છે, ત્યારે આપણે સૌ રોજિંદા જીવનમાં પાણી બચાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ અને આવનારી પેઢીઓને જળસંકટથી બચાવીએ એવી અપીલ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરફ થી કરવા માં આવી. જેથી કરી આવનાર સમય માં પાણીની અછત ના સર્જાય.
Share your comments