Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ખેડૂત અકસ્માત વીમા યોજનાના લાભાર્થિઓને કૃષિ મંત્રીએ આજે આપ્યું 25 લાખની સહાય

ગુજરાતના પનોતા પુત્ર અને રાજ્યના કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલે સતત રાજ્યની યાત્રા કરી રહ્યા છે ગઈ કાલે એટલે કે શક્રવારે 14 જૂનના રોજ અમદાવાદના બાવળા ખાતે આવેલ ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી યુનિટ (ઈ રેડીએશન પ્લાટ) ની મુલકાત લેવા પછી આજે કૃષિ મંત્રીએ જામનગરની મુલાકાતે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja

ગુજરાતના પનોતા પુત્ર અને રાજ્યના કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલે સતત રાજ્યની યાત્રા કરી રહ્યા છે ગઈ કાલે એટલે કે શક્રવારે 14 જૂનના રોજ અમદાવાદના બાવળા ખાતે આવેલ ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી યુનિટ (ઈ રેડીએશન પ્લાટ) ની મુલકાત લેવા પછી આજે કૃષિ મંત્રીએ જામનગરની મુલાકાતે છે. જામનગરમાં આજે તેઓએ સર્કિટ હાઉસ ખાતે કોર્પોરેશન, જાડા, જિલ્લા પંચાયત, એસટી વિભાગ, માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી અને તેનું સમસ્યાઓનું સુખદ નિરાકરણ આવે તે દિશામાં કામગીરી કરવા માટે જરૂરી સૂચન કર્યા હતો.

લાભાર્થિઓને આપ્યું ખેડૂત અકસ્માત વીમાં યોજનાના પૈસા

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતો માટે ખેડૂત અકસ્માત વીમા યોજના ચલાવામાં આવે છે. જેના અંતર્ગત અકસ્માતમાં પોતાના જીવ ગુમાવનાર ખેડૂતના વારસદારોને 25 લાખ રૂપિયાની સહાય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. જેને લઈને આજે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર પહોંચ્યા હતા. ત્યાં જામનગર માર્કેટિંગ યાર્ડ દ્વારા જામનગર તાલુકાના તમામ ખાતેદાર ખેડૂતો માટે અકસ્માત વીમા યોજનાનું વાર્ષિક પ્રીમિયમ માર્કેટિંગ યાર્ડ દ્વારા ભરપાઈ કરવામાં આવી હતી. જે અન્વયે જામનગર તાલુકાના અલગ અલગ ગામોના અકસ્માતે મૃત્યુ પામેલા ખાતેદાર ખેડૂતોના વારસદારો દ્વારા વીમા વળતર મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. જેમાંથી ખેડૂત અકસ્માત વીમા યોજનાના 10 લાભાર્થીઓને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે પોતાના હસ્તે રૂ.25 લાખના સહાય ચેક અર્પણ કર્યો હતો..

રેડિએશન પ્લાન્ટની મુલાકાતે રાઘવજીભાઈ પટેલ
રેડિએશન પ્લાન્ટની મુલાકાતે રાઘવજીભાઈ પટેલ

અમદાવાદના ઈ રેડિએશન પ્લાનટની લીધી હતી મુલાકાત  

જામનગરની મુલાકાતથી પહેલા રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે અમદાવાદના બાવળા ખાતે આવેલી ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી યુનિટ (ઈ-રેડીએશન પ્લાન્ટ) ની મુલાકાત લીધી હતી. જણાવી દઈએ આ એગ્રી ફાર્મને વર્ષ 2014 માં શરૂ કરવામાં આવ્યા હતા. જેના થકી ગુજરાતના ખેડૂતોએ ફળો, ડુંગળી અને મસાલાની વિદેશોમાં નિકાસ ઝડપથી કરી શકે તેના માટે કરવામાં આવી હતી. આથી શાકભાજીનું આયુષ્ય વધે છે તેમ જ ત્યાંનું શાક ખાવાથી લોકોની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.

વધુ માહિતી માટે તમણે જણાવી દઈએ કે ચાલૂં વર્ષે અત્યાર સુધીમાં 2.3 લાખ કિલો કેરીની ઈ-રેડિયેશન પ્રોસેસ ત્યાં હાથ ધરવામાં આવી હતી અને ત્યાર પછી તેને વિદેશોમાં મોકલવામાં આવ્યા હતા. તેમજ આવનારા દિવસોમાં કચ્છની કેરીનું પણ ઈ-રેડિયેડશન કરીને તેના નિકાસ પણ વિદેશમાં કરવામાં આવશે.

Share your comments

Subscribe Magazine

More on News

More