સાયક્લોન હાલ પોરબંદરથી 290 કિમી, દેવભૂમિ દ્વારકાથી 300 કિમી , જખૌથી 360 કિમી અને નલિયાથી 370 કિમી અંતરે છે. 13થી 15 જૂન દરમ્યાન દરિયા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.
આ પણ વાંચો : Cyclone Biporjoy : બિપોરજોય વાવઝોડું ગુજરાત માટે બન્યું મોટું સંકટ
અત્રે ઉલ્લેખનીય છે કે વાવાજોડું બિપરજોય આશરે બે વર્ષ અગાઉ આવેલા તૌકતે વાવાઝોડા જેટલી જ તારાજી સર્જી શકે છે. વર્ષ 2021માં આવેલું તૌકતે વાવાઝોડાએ ગુજરાતમાં 11 હજાર કરોડનું નુકસાન કર્યું હતુ.
હવે બિપરજોય વાવાઝોડું તૌકતે જેવું જ ભયાનક હોવાનું હવામાન ખાતાના વૈજ્ઞાનિકનું માનવુ છે. વર્ષ 2021માં આવેલા આ વાવાઝોડાએ ગુજરાતમાં 11 હજાર કરોડનું નુકસાન કર્યું હતું. મે મહિનામાં અરબી સમુદ્રમાં તૌકતે વાવાઝોડું સર્જાયું હતું અને 17મી મેના રોજ ગુજરાતના ઉના અને વેરાવળના દરિયાકાંઠા વચ્ચે જમીન પર આવ્યુ હતું. તે વખતે પવનની ઝડપ કલાકના 180 કિમી સુધી હતી. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં પવન અને વરસાદે નુકસાન સર્જ્યું હતું. અંદાજે 45 લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા. 23 જિલ્લામાં ભારે નુકસાન થયુ હતુ. 17મીએ ત્રાટકેલા આ વાવાઝોડાએ 28 કલાક સુધી ગુજરાતને ધમરોળ્યું હતું. સૌથી વધુ નુકસાન અમરેલી, ગિર, સોમનાથ, ભાવનગર અને જૂનાગઢમાં થયુ હતુ.
આ વખતે પણ બિપરજોય વાવાઝોડાથી સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, મોરબી, જૂનાગઢ અને કચ્છ વિસ્તારોમાં તારાજી સર્જાય તેવી શક્યતા છે. તૌકતે વખતે પણ હવામાન વિભાગ દ્વારા વેરાવળ જાફરાબાદ બંદર પર 10 નંબરનું સિગ્નલ મુકાયું હતું. આ વખતે પણ અનેક બંદરો પર 10 નંબરનું સિગ્નલ લાગ્યું છે.
6ઠ્ઠી જૂનથી સક્રિય થયેલું આ બિપરજોય વાવાઝોડું આશરે 7-8 દિવસ સમગ્ર ગુજરાતને ધમરોળશે. કેટલાક દાયકામાં ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકેલા વાવાઝોડા જોઈએ તો બિપરજોય વાવાઝોડાની સૌથી વધુ લાંબા સમય સુધી અસર જોવા મળશે. બિપરજોય વાવાઝોડું કચ્છ સહિત ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં ત્રાટકે તેવી શક્યતા છે.
Share your comments