Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

તમારા ખાતામાં નથી આવ્યો PM કિસાનનો 12મો હપ્તો, આ રીતે ચેક કરો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિસાન સન્માન નિધિ યોજનાના 12મા હપ્તા માટે 16 હજાર કરોડ રૂપિયાની રકમ 17 ઓક્ટોબરે જાહેર કર્યો હતો. 8 કરોડ ખેડૂતોએ 12મા હપ્તાનો લાભ લીધો છે.હજારો ખેડૂતોના ખાતામાં 12મા હપ્તાની રકમ હજુ સુધી પહોંચી શકી નથી.

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
કિસાન સન્માન નિધિ યોજના
કિસાન સન્માન નિધિ યોજના

આ મામલે નિષ્ણાતો કહે છે કે, આ ખેડૂતોએ પીએમ કિસાન માટે નોંધણી કરતી વખતે ખોટું બેંક એકાઉન્ટ, આધાર નંબર અથવા અન્ય માહિતી ભરેલી હોવી જોઈએ. જેના કારણે 12મા હપ્તાની રકમ પણ હજુ તેમના ખાતામાં આવી નથી.

જો તમને પણ 12મો હપ્તો નથી મળ્યો તો શું કરશો ?

જો પાત્રતા ધરાવતા ખેડૂતો કે જેમને હજુ સુધી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 12મો હપ્તો મળ્યો નથી. તો તેઓ સત્તાવાર ઈમેલ આઈડી pmkisan-ict@gov.in પર જઈને સંપર્ક કરી શકે છે. આ સિવાય તેઓ પીએમ કિસાન યોજનાના હેલ્પલાઇન નંબર- 155261 અથવા 1800115526 પર ફોન કરીને પણ માહિતી મેળવી શકે છે. આ સાથે ખેડૂતોની સુવિધા માટે ટોલ ફ્રી નંબર 011-23381092 પણ જાહેર કરવામાં આવ્યો છે.પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ખેડૂતોએ તપાસ કરવી જોઈએ કે, તેમના દ્વારા અગાઉ આપવામાં આવેલી માહિતી સાચી હતી કે નહીં. આ સાથે પાત્રતા ધરાવતા ખેડૂતે પોતાનો બેંક એકાઉન્ટ નંબર અને આધાર નંબર પણ તપાસવો જોઈએ. જેથી ખ્યાલ આવે કે કઈ સમસ્યા આવી રહી છે. આ માટે તમારે નીચે આપેલ પ્રક્રિયાને જોવાની રહેશે.

પહેલા પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ (https://pmkisan.gov.in) ની મુલાકાત લો. પછી હોમ પેજની જમણી બાજુએ ફાર્મર્સ કોર્નર છે. આમાં ઘણા બધા વિકલ્પો આપવામાં આવ્યા છે. જમણી બાજુએ લાભાર્થી સ્ટેટસનો વિકલ્પ છે. તમે તેના પર ક્લિક કરો. ક્લિક કરતાની સાથે જ બે વિકલ્પો ખુલશે. એકમાં આધાર નંબર અને બીજામાં બેંક એકાઉન્ટ નંબર લખવામાં આવશે. તમે જે વિકલ્પ પસંદ કરવા માંગો છો તેના પર ક્લિક કરો અને તમે પસંદ કરેલ આધાર અને બેંક એકાઉન્ટ નંબર દાખલ કરો. ગેટ રિપોર્ટ પર ક્લિક કરતાની સાથે જ સંપૂર્ણ વિગતો તમારી સામે આવી જશે. પૈસા ન મળવાનું કારણ પણ જાણવા મળશે.ધ્યાન એ બાબતનું રખુવું પડશે કે લાભાર્થીનો બેંક એકાઉન્ટ નંબર ભૂલથી ખોટોના લખાઈ જાય.

આ પણ વાંચો :  PM Kisan Tractor Yojana:ટ્રેક્ટરની ખરીદી પર મળશે 50% સબસિડી, કેન્દ્ર સરકાર લાવી છે આ ખાસ યોજના

Share your comments

Subscribe Magazine

More on News

More