Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

સ્ટેન્ડ-અપ ઇન્ડિયા સ્કીમ હેઠળ 7 વર્ષમાં 1,80,630 ખાતાને રૂ. 40,700 કરોડથી વધુ મંજૂર કરવામાં આવ્યા

આર્થિક સશક્તિકરણ અને રોજગારી નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરીને પાયાના સ્તરેથી ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે 5 એપ્રિલ 2016ના રોજ સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાને વર્ષ 2025 સુધી લંબાવવામાં આવી છે.

Rizwan Rashid Shaikh
Rizwan Rashid Shaikh

આર્થિક સશક્તિકરણ અને રોજગારી નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરીને પાયાના સ્તરેથી ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે 5 એપ્રિલ 2016ના રોજ સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાને વર્ષ 2025 સુધી લંબાવવામાં આવી છે.

સ્ટેન્ડ-અપ ઇન્ડિયા સ્કીમ હેઠળ 7 વર્ષમાં 1,80,630 ખાતાને રૂ. 40,700 કરોડથી વધુ મંજૂર કરવામાં આવ્યા
સ્ટેન્ડ-અપ ઇન્ડિયા સ્કીમ હેઠળ 7 વર્ષમાં 1,80,630 ખાતાને રૂ. 40,700 કરોડથી વધુ મંજૂર કરવામાં આવ્યા

મહેનતુંઉત્સાહી અને મહત્વાકાંક્ષી SC, ST અને મહિલા ઉદ્યોગસાહસિકોને તેમના સપનાં સાકાર કરવા માટે અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે તે પડકારોને ઓળખી કાઢીને સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના શરૂ કરવામાં આવી હતી જેનો ઉદ્દેશ મહિલાઓ, અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) વર્ગોમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાનોતેમને ઉત્પાદનસેવાઓ અથવા વેપાર ક્ષેત્ર અને કૃષિ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓમાં ગ્રીનફિલ્ડ ઉદ્યોગસાહસો શરૂ કરવામાં તેમને મદદ કરવાનો છે.

આ પ્રસંગેકેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, “મારા માટે આ ગૌરવ અને સંતોષની વાત છે કે 1.8 લાખ કરતાં વધુ મહિલાઓ અને SC/ST ઉદ્યોગસાહસિકોને રૂ. 40,600 કરોડથી વધુની લોન મંજૂર કરવામાં આવી છે.

નાણાં મંત્રીએ SUPI યોજનાની 7મી વર્ષગાંઠ નિમિત્તે જણાવ્યું હતું હતું કે, આ યોજનાએ એક એવી ઇકો-સિસ્ટમનું નિર્માણ કર્યું છે જે તમામ અનુસૂચિત કોમર્શિયલ બેંકોની શાખાઓમાંથી લોન મેળવીને ગ્રીન ફિલ્ડ ઉદ્યોગસાહસોની સ્થાપના કરવા માટે સહાયક માહોલ પૂરો પાડે છે અને તેને આગળ ધપાવે છે. સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજના SC, ST અને મહિલાઓમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થઇ છે.

શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે, સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજનાએ ઉદ્યોગસાહસિકોના સેવાથી વંચિત/ઓછી સેવાઓ મેળવનારા વર્ગને ઝંઝટ-મુક્ત સસ્તું ધિરાણ સુનિશ્ચિત કરીને અસંખ્ય લોકોના જીવનને સ્પર્શ કર્યો છે. નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, આ યોજનાએ મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકોને તેમની ઉદ્યોગસાહસિકતા દર્શાવવા માટે પાંખો પ્રદાન કરી છે અને સંભવિત ઉદ્યોગસાહસિકો આર્થિક વૃદ્ધિને આગળ ધપાવવામાં તેમજ રોજગારના સર્જકો બનીને એક મજબૂત ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા માટે ખૂબ જ મહત્વ ધરાવે છે.

સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજનાની 7મી વર્ષગાંઠ નિમિત્તેકેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી ડૉ. ભગવત કિશનરાવ કરાડે જણાવ્યું હતું કે, "સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજના નાણાકીય સમાવેશીતા માટેના રાષ્ટ્રીય મિશનના ત્રીજા સ્તંભ પર આધારિત છે જેનું નામ છે "ભંડોળ વિહોણાને ભંડોળ આપવું". આ યોજનાની મદદથી અનુસૂચિત કોમર્શિયલ બેંકોની શાખાઓમાંથી SC/ST અને મહિલા સાહસિકોને વિના અવરોધે ધિરાણ પ્રવાહ ઉપલબ્ધ થાય તેવું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ યોજના ઉદ્યોગસાહસિકોતેમના કર્મચારીઓ અને તેમના પરિવારો માટે જીવનધોરણ સુધારવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે."

ડૉ. કરાડે જણાવ્યું હતું કે, "છેલ્લા સાત વર્ષ દરમિયાન 1.8 લાખથી વધુ ઉદ્યોગસાહસિકોએ આ યોજનાનો લાભ લીધો છે." ડૉ. કરાડે વધુમાં ઉમેર્યું હતું કે, "મારા માટે એ પણ ખૂબ જ આનંદની વાત છે કે આ યોજના હેઠળ આપવામાં આવેલી 80%થી વધુ લોન મહિલાઓને આપવામાં આવી છે."

આપણે સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજનાની છઠ્ઠી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યાં છીએ ત્યારેચાલો આપણે આ યોજનાની વિશેષતાઓ અને સિદ્ધિઓ પર એક નજર કરીએ.

સ્ટેન્ડ-અપ ઇન્ડિયાનો ઉદ્દેશ આ મુજબ છે:

  • મહિલાઓ, SC અને ST વર્ગોમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવું;
  • મેન્યુફેક્ચરિંગસેવાઓ અથવા વેપાર ક્ષેત્ર અને કૃષિ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓમાં ગ્રીન ફિલ્ડ ઉદ્યોગસાહસો માટે લોન પૂરી પાડવી;
  • અનુસૂચિત કોમર્શિયલ બેંકોની બેંક શાખા દીઠ અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિના ઓછામાં ઓછા એક ધીરાણ લેનાર ઉમેદવાર અને ઓછામાં ઓછી એક મહિલા ધીરાણ લેનાર ઉમેદવારને રૂ10 લાખથી રૂ100 લાખની વચ્ચેની બેંક લોનની સુવિધા આપવી.

સ્ટેન્ડ-અપ ઇન્ડિયા શા માટે?

SC,ST અને મહિલા ઉદ્યોગસાહસિકોને ઉદ્યોગસાહસો સ્થાપવામાં, લોન મેળવવામાં અને વ્યવસાયમાં સફળ થવા માટે સમયાંતરે જરૂરી અન્ય સહાયતામાં આવતા પડકારોને પહોંચી વળવા માટે સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજના બનાવવામાં આવી છે. આથી આ યોજનામાં એવી ઇકોસિસ્ટમ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે લક્ષ્ય વર્ગોને વ્યવસાય કરવા માટે સહાયક માહોલ પૂરો પાડે અને તેને આગળ ધપાવે. આ યોજનાનો ઉદ્દેશ્ય તમામ બેંકની શાખાઓને તેમની પાસેથી ધીરાણ લેનાર SC, ST અને મહિલાઓને તેમના પોતાના ગ્રીનફિલ્ડ ઉદ્યોગસાહસો સ્થાપવા માટે ધીરાણ પૂરું પાડવા માટે પ્રોત્સાહિત  કરવાનો છે. ઇચ્છુક અરજદારો આ યોજના હેઠળ અહીં આપેલા વિકલ્પો દ્વારા અરજી કરી શકે છે:

  • સીધા શાખામાં અથવા,
  • સ્ટેન્ડ-અપ ઇન્ડિયા પોર્ટલ (www.standupmitra.in) દ્વારા અથવા,
  • લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર (LDM) દ્વારા.

આ લોન માટે પાત્રતા ધરાવનારા તમામ ઉમેદવારો કોણ છે?

  • SC/ST અને/અથવા મહિલા સાહસિકો કે જેમની ઉંમર 18થી વધુ હોય;
  • આ યોજના હેઠળની લોન માત્ર ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ માટે જ ઉપલબ્ધ છે. ગ્રીન ફિલ્ડનો અર્થ એવો થાય છે કેઆ સંદર્ભમાંમેન્યુફેક્ચરિંગસેવાઓ અથવા વેપાર ક્ષેત્ર અને કૃષિ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓમાં લાભાર્થીનું પ્રથમ વખત ઉદ્યોગસાહસ છે;
  • બિન-વ્યક્તિગત ઉદ્યોગસાહસોના કિસ્સામાં, 51% શેર હિસ્સો અને નિયંત્રણ હિસ્સો SC/ST અને/અથવા મહિલા ઉદ્યોગસાહસિક પાસે હોવો જોઇએ;
  • ધીરાણ લેનારાઓ કોઇપણ બેંક/નાણાકીય સંસ્થામાં નાદાર  હોવા જોઇએ;
  •  યોજનામાં '15% સુધીમાર્જિન મનીની વિભાવના કરવામાં આવી છે જે પાત્રતા ધરાવતી કેન્દ્ર/રાજ્ય યોજનાઓ સાથે એકકેન્દ્રિતામાં પ્રદાન કરી શકાય છેકોઇ પણ સંજોગોમાંધીરાણ લેનારાએ પ્રોજેક્ટ ખર્ચના ઓછામાં ઓછા 10% પોતાના યોગદાન તરીકે લાવવાની રહેશે.

હેન્ડહોલ્ડિંગ સહકાર:

સંભવિત ઋણધારકોને લોન માટે બેંકો સાથે લિંક કરવા ઉપરાંતસ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા (SIDBI) દ્વારા સ્ટેન્ડ અપ ઇન્ડિયા સ્કીમ માટે તૈયાર કરવામાં આવેલા ઑનલાઇન પોર્ટલ www.standupmitra.in પર પણ સંભવિત ઉદ્યોગસાહસિકોને તેમના વ્યવસાયિક સાહસો સ્થાપવાના તેમના પ્રયાસમાંતાલીમથી શરૂ કરીને બેંકની જરૂરિયાતો અનુસાર લોન અરજીઓ ભરવા સુધીના કાર્યોમાં માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. 8,000થી વધુ હેન્ડહોલ્ડિંગ એજન્સીઓના નેટવર્ક દ્વારા પોર્ટલ સંભવિત ધીરાણ લેનારાઓને ચોક્કસ કૌશલ્ય ધરાવતી વિવિધ એજન્સીઓ જેમ કેકૌશલ્ય કેન્દ્રોમાર્ગદર્શક સહાયતાઉદ્યોગસાહસિકતા વિકાસ કાર્યક્રમ કેન્દ્રોજિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સાથે જોડવા માટે તેમના સરનામાં અને સંપર્ક નંબર સાથે પગલાંવાર માર્ગદર્શનની સુવિધા આપે છે.

21.03.2023 સુધીમાં આ યોજનાની સિદ્ધિઓ

  • સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના શરૂ કરવામાં આવી ત્યારથી 21.03.2023 સુધીમાં 180,636 ખાતાઓને  યોજના હેઠળ રૂ40,710 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
  • 21.03.2023ના રોજ સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજનાના SC/ST અને મહિલા લાભાર્થીઓની વિગતો નીચે મુજબ છે:

SC

ST

મહિલાઓ

કુલ

ખાતાની સંખ્યા

મંજૂર રકમ (રૂ. કરોડ)

ખાતાની સંખ્યા

મંજૂર રકમ (રૂ. કરોડ)

ખાતાની સંખ્યા

મંજૂર રકમ (રૂ. કરોડ)

ખાતાની સંખ્યા

મંજૂર રકમ (રૂ. કરોડ)

26,889

5,625.50

8,960

1,932.50

1,44,787

33,152.43

1,80,636

40,710.43

Share your comments

Subscribe Magazine

More on News

More