Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

સાવરકુંડલા તાલુકાના વણોટ ગામના જયંતીભાઈના વાડીમાં સફરજનનું ફ્લાવરિંગ કરવા માં આવ્યું છે

જયંતીભાઈ ગેડિયા ઉ.64.નિવૃત. કોન્ટ્રાક્ટર. જણાવ્યું કે જેવો પાસે 27 વીઘા જમીન છે આ જમીનમાં પાંચ વીઘા માં ડ્રેગન ફ્રુટ નું વાવેતર કરવામાં આવ્યું છે.

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
જયંતિભાઈ
જયંતિભાઈ

આ પણ વાંચો : છત્તીસગઢના ખેડૂતે શરૂ કરી ગુલાબની ખેતી, હવે આ રીતે કરે છે લાખો રૂપિયાની કમાણી

તો સાથે જ પાંચ વીઘા માં સફરજનનું વાવેતર કરવામાં આવ્યું છે હાલ સફરજનનો ફ્લાવરિંગ સારું આવ્યું છે અને આ સફરજન 45 ડિગ્રી સુધી થાય છે જેવું જાણવા મળ્યું હતું અને બાદમાં રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં આ સફરજનના બગીચા જોવા માટે ગયા હતા. બગીચા જોયા બાદ આ સફરજનનું વાવેતર કરવાનું નક્કી કર્યું હતું અને બે વર્ષ પહેલાં 1000 છોડનું વાવેતર કરાયું હતું તેમાંથી આજે 450 છોડ સંપૂર્ણ વિકાસ થયો છે અને સફરજન આવ્યા છે.

સફરજનની ખેતી અમરેલીમાં શક્ય બની

જયંતીભાઈ વધુમાં જણાવ્યું કે અનોખી ખેતી કરવા માટેનો વિચાર આવ્યો હતો અને જોઈ જાણી અને હરિયાણા થી રોપા મંગાવવામાં આવ્યા હતા બાદમાં અહીં વાવેતર કરી અને ડ્રીપ એરીગેશન થી પિયત અને ખાતર અને દવા આપવામાં આવે છે અમરેલી જિલ્લામાં સૌપ્રથમ વખત એક સાથે 1000 સફરજનના છોડનું વાવેતર થયું હતું.

જેન્તીભાઈ વધુમાં જણાવ્યું કે સંપૂર્ણપણે ઓર્ગેનિક ખેતી કરવાનું નક્કી કર્યું હતું. જેથી સફરજનની ખેતી કરવામાં આવી રહી છે જેના છોડ સુધી ડ્રીપ મારફતે જીવમૃત ઘનામૃત અને બીજા મૃત તેમજ ગૌમુત્રનો છંટકાવ અને થડને આપવામાં આવે છે. સાથે જ ફ્લાવરિંગ નો સમય હોવાથી એક મધની પેટી પણ મૂકવામાં આવી છે.

અમરેલીમાં ઠંડા પ્રદેશમાં થતા સફરજન થશે

અમરેલી જિલ્લાની અંદર ખેડૂતો હવે દિનપ્રતિદિન પ્રગતિશીલ ખેડૂત બની રહ્યા છે જેથી ખેડૂતો નવી નવી ખેતી કરી રહ્યા છે અમરેલીમાં ડ્રેગન ફ્રુટ સફરજન ખારેકની ખેતી કરવામાં આવી રહી છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More