આ પણ વાંચો : Banana Farming: કેળાનું વાવેતર અગાઉ ખેતરમાં લીલું ખાતર નાખો, ઉત્પાદન વધશે અને ખર્ચ ઘટશે
આ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ યુનાઈટેડ નેશન્સ સમક્ષ ૨૦ મે ૨૦૧૭ના રોજ મધમાખી ઉછેર કરનારા એસોસિએશન ઑફ સ્લોવેનિયાના નેતૃત્વ હેઠળ મૂકવામાં આવ્યો હતો.
સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોએ ડિસેમ્બર ૨૦૧૭માં આ દિવસની ઉજવણી કરવાની મંજૂરી આપી હતી, ત્યારથી દર વર્ષે વિશ્વભરમાં ૨૦ મેના દિવસને મધમાખી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રથમ વિશ્વ મધમાખી દિવસ ૨૦ મે ૨૦૧૮ ના રોજ મનાવવામાં આવ્યો હતો. આ વિશેષ દિવસ ૨૦ મેના રોજ એન્ટોન જાન્સાના જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવે છે, જેને આધુનિક મધમાખી ઉછેર તકનીકના પિતા કહેવામાં આવે છે.
તે અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગીર સોમનાથ, અંબુજા સિમેન્ટ ફાઉડેશન અને એસડીએફસી પરીવર્તન પ્રોજેકટ, માંગરોળ દ્વારા માંગરોળ તાલુકાના ચકરાવા ગામે વિશ્વ મધમાખી દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્ર્મમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગીર સોમનાથના પાક સરક્ષણના વિષય નિષ્ણાત શ્રી રમેશ રાઠોડ, અંબુજા સિમેન્ટ ફાઉડેશન, માંગરોળના શ્રી નયન બારડ અને સચિન ધોકીયા, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ચમોડા ગામના મધમાખી પાલન કરતા પ્રગતિશીલ ખેડૂત શ્રી જેઠાભાઇ રામ અને એસીએફના સ્ટાફ મિત્રો અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.
સૌ પ્રથમ રમેશભાઈ રાઠોડે મધમાખી દિવસના મહત્વ વિષે માહિતી આપી હતી અને ત્યારબાદ મધમાખીઓ આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેમના દ્વારા બનાવેલા મધ ખૂબ જ પૌષ્ટિક અને ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે, આપણા ખોરાકમાં વપરાતા અનાજ, ફળો, શાકભાજીના ઉત્પાદન વધારવામાં પણ મધમાખીની ભૂમિકા મહત્વની છે. તે પરાગનયન માટે આવશ્યક છે, જેમાં મધમાખીઓ મદદરૂપ થાય છે તેની માહિતી આપી હતી.
મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને કહ્યું હતું કે, જો પૃથ્વી પરથી મધમાખીઓ અદૃશ્ય થઈ જશે તો ૪ વર્ષમાં માનવજાતનું અસ્તિત્વ આ દુનિયામાંથી ખતમ થઈ જશે.આ કાર્યક્રમમાં મધમાખી પાલન કરતા ખેડૂતોને જેઠાભાઇ રામે પોતાના અનુભવો અને મધમાખી પાલનમાં રાખવાની કાળજીઓ વિષે માહિતી આપી હતી અને પ્રેકટીકલ નિર્દશન બતાવ્યુ હતું. શ્રી નયન બારડે તે વિસ્તારમાં અંબુજા સિમેન્ટ ફાઉડેશન અને એસડીએફસી પરીવર્તન પ્રોજેકટ, માંગરોળ દ્વારા મધમાખી પાલનમાં કરેલ કામગીરીની વાત કરી હતી અને આવનારા દિવસોમાં ખેડૂતો માટે કરવાની થતી કામગીરીની માહિતી આપી હતી. આ કાર્યક્ર્મમાં ૫૦ થી વધારે ખેડૂતો હાજર રહ્યા હતા.
Share your comments