Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Horticulture

માટીનું આરોગ્ય જાણવા નવી ટેકનોલોજી

મોટા ભાગના ખેડૂતો માટીનું પરીક્ષણ (Soil Test) એટલા માટે કરાવવા ઈચ્છતા નથી કારણ કે આ માટે વધારે સમય લાગે છે. પણ હવે આ સમસ્યાથી મુક્તિ મળવા જઈ રહી છે. હવે ગણતરીની સેકન્ડોમાં જ જાણી શકાશે કે તમારી માટીનું આરોગ્ય કેવું છે અને તેને કેવા પોષક તત્વોની જરૂર છે અથવા તો કયાં તત્વો વધારે પ્રમાણમાં રહેલા છે.

Rizwan Rashid Shaikh
Rizwan Rashid Shaikh

મોટા ભાગના ખેડૂતો માટીનું પરીક્ષણ (Soil Test) એટલા માટે કરાવવા ઈચ્છતા નથી કારણ કે આ માટે વધારે સમય લાગે છે. પણ હવે આ સમસ્યાથી મુક્તિ મળવા જઈ રહી છે. હવે ગણતરીની સેકન્ડોમાં જ જાણી શકાશે કે તમારી માટીનું આરોગ્ય કેવું છે અને તેને કેવા પોષક તત્વોની જરૂર છે અથવા તો કયાં તત્વો વધારે પ્રમાણમાં રહેલા છે.

માટીનું આરોગ્ય જાણવા નવી ટેકનોલોજી
માટીનું આરોગ્ય જાણવા નવી ટેકનોલોજી

હકીકતમાં મધ્ય પ્રદેશના ભોપાલ સ્થિત ઈન્ડિયન સોઈલ ઈન્સ્ટિટ્યુટે એક એવી ટેકનિક તૈયાર કરી છે કે જેમાં ગણતરીની સેકન્ડોમાં માટીના આરોગ્ય અંગે માહિતી આપી દેશે. આ ટેકનીકને સંસ્થાએ ઈન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી નામ આપ્યું છે. જેમાં માંડ 12 સેકન્ડમાં જ જાણી શકાશે કે માટીમાં કયા પોષક તત્વોની ઉપસ્થિતિ વધારે છે અને કયાં પોષક તત્વોની ઉણપ છે. અત્રે ઉલ્લેખનીય છે કે પરંપરાગત રીતે માટીના પરિક્ષણમાં 3થી 4 કલાકનો સમય લાગશે.

આ ટેકનીકને સંસ્થાના વૈજ્ઞાનિકોએ કેન્યાના નૈરોબી સ્થિત વિશ્વ કૃષિ વાનિકી કેન્દ્રના વૈજ્ઞાનિકો સાથે મળીને તૈયાર કરી છે. જેમાં આશરે 5 વર્ષનો સમય લાગ્યો છે. આ દરમિયાન આશરે 2 હજારથી વધારે સેમ્પલની તપાસ કરવામાં આવી છે. બીજી બાજુ આ ટેકનીકની ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR)એ પ્રશંસા કરી છે.

પોતાના નિવેદનમાં ICARએ કહ્યું છે કે વર્તમાન સમયમાં ખાતરનો મોટા પ્રમાણમાં ઉપયોગ થવાને લીધે માટીમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ, ઝીંક, આયર્ન, કાર્બન, મેગનીઝ જેવા તત્વોની ઉણપ આવી રહી છે. આ સંજોગોમાં માટીના આરોગ્યને ધ્યાનમાં રાખી આ ટેકનિક મદદરૂપ બનશે.

 

કેવી રીતે કામ કરે છે આ ટેકનીક

આ માટે સંસ્થાએ કેન્યાથી વિશેષ પ્રકારની મશીન મંગાવી છે, જેમા માટીના કણ રાખવામાં આવે છે. ત્યારબાદ રેડિએશનની મદદથી માટીને સ્કેન કરવામાં આવે છે. માટીના સ્કેન થયા બાદ એક ખાસ સોફ્ટવેરની મદદથી એક ગ્રાફ તૈયાર થઈ જાય છે. આ સંપૂર્ણ પ્રક્રિયા થવામાં ફક્ત 20થી 30 સેકન્ડનો સમય લાગે છે. આટલા સમયમાં માટીમાં રહેલા 12 તત્વોની તપાસ કરવામાં આવે છે. ભારતીય સોઈલ ઈન્સ્ટિટ્યુટના નિર્દેશક ડો.અશોક કે.પાત્રાએ જણાવ્યું હતું કે આ ટેકનીકથી ખેડૂતોને તાત્કાલિક માટીના આરોગ્ય અંગે જાણકારી મળી શકશે અને યોગ્ય પોષક તત્વ નાંખવામાં મદદ મળશે.

આ પણ વાંચો: બાગાયતી પાક માટે ત્રણ શ્રેષ્ઠતા કેન્દ્રો મંજૂર

Share your comments

Subscribe Magazine

More on Horticulture

More