Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

World Digestive Cancer Day: કોઈને પણ થઈ શકે છે ડાયજેસ્ટિવ કેન્સર, આવી રીતે રાખો પોતાની જાતની સંભાળ

સ્વસ્થ જીવવનો માર્ગ આપણા સ્વસ્થ આંતરડામાંથી પસાર થાય છે. પરતુ આજકાલની જીવનશૈલીના કારણે અને ખાવા-પીવાની ખોટી આદતોએ લોકોના પાંચનતંત્રને ખલેલ પહોંચાડી રહી છે. કેમ કે આપણું પાચન તંત્ર સ્વસ્થ હોય છે તો અમે આમરા શરીર અનેક સમસ્યાઓથી દૂર રહે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja

સ્વસ્થ જીવવનો માર્ગ આપણા સ્વસ્થ આંતરડામાંથી પસાર થાય છે. પરતુ આજકાલની જીવનશૈલીના કારણે અને ખાવા-પીવાની ખોટી આદતોએ લોકોના પાંચનતંત્રને ખલેલ પહોંચાડી રહી છે. કેમ કે આપણું પાચન તંત્ર સ્વસ્થ હોય છે તો અમે આમરા શરીર અનેક સમસ્યાઓથી દૂર રહે છે. પરંતુ જો આપણા પાંચનતંત્રમાં ખલેલ પહોંચે તો તે બગડી શકે છે. હવે ત્યાં વાત તે ઉભી થાય છે કે તેનો બગડવાનો કારણ શું છે. તો તેનો કારણ છે, વડીલોની દરેક વાતને વચ્ચે કાપી દેવું. મિત્રો આમારા વડીલો અમને કહે છે કે બહારનું જમવાણું ક્યારે નથી ખાવું જોઈએ. પરંતુ અમે જાણી જોઈને તેનું સેવન કરીએ છીએ. જેના કારણે આમારા પાંચન તંત્ર ખરાબ થાય છે અને તેઓ કેન્સરના રૂપ પણ લઈ શકે છે. જેથી કરીને આજના દિવસે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ડાયજેસ્ટિવ હેલ્થ ડેની ઉજવણી કરવામાં આવે છે.

પાંચન તંત્ર બગડશે તો થઈ જશે કેન્સર

આ દિવસ ખાસ કરીને ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ (GI) રોગો વિશે જાગૃતિ ફેલાવવા અને લોકોને તેમના સ્વાસ્થ્ય વિશે વધુ સારા નિર્ણય લેવામાં મદદ કરવા માટે સમર્પિત છે. આજકાલ બદલાતી જીવનશૈલીના કારણે જઠરાંત્રિય સમસ્યાઓ લોકોને પોતાનો શિકાર બનાવી રહી છે. કેન્સર આમાંથી એક છે, જે જીવલેણ સ્થિતિ પણ બની શકે છે. તેથી, પાચન સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે, અમે 5 સામાન્ય પાચન કેન્સર વિશે તમને આ આર્ટિકલમાં જણાવીશું.

લીવર કેન્સર: જ્યારે લીવર કેન્સર, ખાસ કરીને હેપેટોસેલ્યુલર કાર્સિનોમાનું નિદાન થાય છે, ત્યારે સારવારના થોડા વિકલ્પો ઉપલબ્ધ હોય છે. સિરોસિસ, નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસિઝ અને હેપિટાઇટિસ બી અથવા સી સહિન ક્રોનિક લિવર ડિસીઝ, લિવર કેન્સરનું જોખમ વધારે છે.

આંતરડાનું કેન્સર: આંતરડાનું કેન્સર વૃદ્ધોમાં વધુ સામાન્ય છે અને ધણીવાર પછીના જીવનમાં શોધાય છે. પેટનું કેન્સર ઓછું સામાન્ય બની રહ્યું હોવા છતાં, તે હજી પણ વિશ્વભરમાં કેન્સર સંબધિત મૃત્યુના મોટા ભાગ માટે જવાબદાર છે.

અન્નનળીનું કેન્સર: આ રોગનું ગંભીર સ્વરૂપ છે, જે તેના અદ્યતન તબક્કામાં જોવા મળે છે, વધુ પડતું ધુમ્રપાન, મદ્યપાન અને બેરેટના અન્નનળી જેવા રોગો અન્નનળીના કેન્સર માટેના મુખ્ય જોખમી પરિબળો છે.   

સ્વાદુપિંડના કેન્સર: સ્વાદુપિંડના કેન્સરથી સારવાર પડકારૂપ હોઈ શકે છે, કારણે કે તે ઘણીવાર અદ્યતન તબક્કામાં નિદાન થાય છે. સ્વાદુપિંડના કેન્સરમાં પાંચ વર્ષનો જીવિત રહેવાનો દર ઘણો ઓછો છે. તેનું મુખ્ય કારણ એ છે કે તેના લક્ષણો સામાન્ય રીતે કેન્સરની પ્રગતિ થાય ત્યા સુધી દેખાતા નથી.

કોલોરેક્ટલ કેન્સર: તે સમગ્ર વિશ્વમાં ત્રીજું સૌથી સામાન્ય કેન્સપ છે.જો કે કોલોન અથવા ગુદામાર્ગને અસર કરે છે. આથી સ્ક્રિનિંગ દ્વારા વહેલું નિદાન વધુ સારા પરિણામો તરફ દોરી શકે છે, પરંતુ એકવાર કોલોરેક્ટલ કેન્સર વધી જાય છે તો તેની સારવાર કરવી પડકારરૂપ બની જાય છે.

આ ગંભીર કેન્સરની શ્રેણીથી બચવાનું ઉપાય

નિયમિત એક્સરસાઈઝ: નિયમિત શારીરિક પ્રવૃત્તિ તંદુરસ્ત વજન જાળવવામાં અને પેટના કેન્સર અને અન્ય પાચન કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે.

ફળો અને શાકભાજી: ફળો, શાકભાજી, આખા અનાજ અને ઓછી ચરબીવાળા માંસથી ભરપૂર સંતુલિત આહાર ખાવાથી આંતરડાના કેન્સરને અમુક અંશે રોકી શકાય છે. લાલ માંસ, પ્રોસેસ્ડ મીટ અને ખાંડ તેમ જ સંતૃપ્ત ચરબીવાળા ખોરાકમાં વધુ ખાવાથી આ ગંભીર શ્રેણીના કેન્સરનું પ્રમાણ વઘી શકે છે.

વધુ પડતો આલ્કોહોલ: વધુ પડતો આલ્કોહોલ પીવાથી પેટ, લીવર અને અન્નનળીના કેન્સર સહિત અન્ય પાચન કેન્સરનું જોખમ વધે છે. આવી સ્થિતિમાં, આલ્કોહોલનું સેવન ઓછું કરવું અથવા તેને સંપૂર્ણપણે ટાળવાથી તેમનું જોખમ ઓછું થઈ શકે છે.

વેક્સિનેશન: હેપેટાઇટિસ B વાયરસ (HBV) રસીકરણ લાંબા ગાળાના HBV ચેપને કારણે યકૃતના કેન્સરનું જોખમ ઘટાડી શકે છે. એ જ રીતે, હ્યુમન પેપિલોમાવાયરસ (એચપીવી) રસી અમુક રોગો, જેમ કે ગુદા કેન્સર થવાની શક્યતાને ઘટાડે છે.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More