ફિલ્મસમાં અભિનેતાઓને જોઈને બધા યુવકો તેમને જેમ પોતાના શરીરી બનાવવા માટે વિચારે છે. જીમની વધતી ક્રેજના કારણે આજકાલ યુવાનો સિક્સ પૈક્સ બનાવવા માટે જીમમાં વર્કઆઉટ કરવા માંડ્યા છે. જેને જોય તેજ સલમાન ખાન, વરૂણ ધવન જેવા શરીરી બનાવવા માટે ગાંડા થઈ રહ્યો છે. પરંતુ આવા શરીર માટે જીમન સાથે સાથે સારા આહારની પણ જરૂર હોય છે.
ફિલ્મસમાં અભિનેતાઓને જોઈને બધા યુવકો તેમને જેમ પોતાના શરીરી બનાવવા માટે વિચારે છે. જીમની વધતી ક્રેજના કારણે આજકાલ યુવાનો સિક્સ પૈક્સ બનાવવા માટે જીમમાં વર્કઆઉટ કરવા માંડ્યા છે. જેને જોય તેજ સલમાન ખાન, વરૂણ ધવન જેવા શરીરી બનાવવા માટે ગાંડા થઈ રહ્યો છે. પરંતુ આવા શરીર માટે જીમન સાથે સાથે સારા આહારની પણ જરૂર હોય છે. વર્કઆઉટ કરતા લોકો આહારને લઈને મુંઝાવણમાં હોય છે કે તે શુ ખાઈએ. એટલે આજે અમે આ લેખમાં તમને બતાવીશું કે કસરત કરતા પહેલા શુ ખાવું જોઈએ ઇને કરસત કર્યા પછી કયા પ્રકારના આહારનો સેવન કરવું જોઈએ.
કસરત કરતા પહેલા કરો આવા આહારનો સેવન
સ્પોર્ટસ ન્યૂટ્રિશનિસ્ટ કહે છે કે, કસરત કરવાથી પહેલા કોઈ ચોક્કસ આહાર નિશ્ચિત નથી. જીમમાં કસરતા કરવાથી પહેલા તમારી ઓછી ચરબી, મધ્યમ માત્રામાં કાર્બોહાઈડ્રેટ પ્રોટીન, લો ફાઈબર અને પ્રવાહી જેવી વસ્તુઓ પર ધ્યાન કેંદ્રીત કરવું જોઈએ.કસરતા કરતા પહેલા ગુણવત્તાયુક્ત કાર્બોહાઈડ્રેટ, દુર્બળ પ્રોટીનનું સેવન કરવું જોઈએ.
કરસરતથી પહેલા તમારા શરીરમાં ઉર્જા હોવી જોઈએ, જેના માટે તમે બ્રેડ, અનાજ, પાસ્તા, ચોખા, ફળો, શાકભાજી વગેરેમાંથી કાર્બ્સ મેળવી શકો છો. પણ હળવું ખાઓ અને કોઈ નવો ખોરાક અજમાવો નહીં. નહિંતર, તમારે કેટલીક અજાણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. કસરત કરતા બે કલાક પહેલા, તમારે ચોક્કસપણે લગભગ 2 ગ્લાસ પાણી પીવું જોઈએ.
કસરત કરતા સમય શુ પીવું?
નિષ્ણાતો જણાવે છે કે કસરત કરતા સમય પાણી પૂરતું છે. કેમ કે તે શરીરને હાઈડ્રેટ રાખવામાં મદદરૂપ થાય છે. પંરતુ જે તમે 1 કલાકથી વધુ સમયથી ગરમ ભેજવાળી જગ્યામાં કરસરત કરી રહ્યા છો, તો તમે સ્પોર્ટસ ડ્રિંક્સનું સેવન કરીને પૂરતા પ્રમાણમાં સોડિયમ, કાર્બોહાઈડ્રેટ અને પ્રવાહી મેળવી શકો છો.
250 મિલિલીટર સારા સ્પોર્ટ્સ ડ્રિંકમાં 14-15 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, લગભગ 110 મિલિગ્રામ સોડિયમ અને 30 મિલિગ્રામ પોટેશિયમ હોવું જોઈએ. પરંતુ, જો તમે વજન ઓછું કરવા માંગતા હો, તો કસરત દરમિયાન માત્ર પાણી પીવો અથવા ઓછા કાર્બોહાઈડ્રેટ અને કેલરીવાળા સ્પોર્ટ્સ ડ્રિંક પીવો.
કસરત પછી શું ખાવું જોઈએ?
કસરત પછી તમને પ્રોટીનથી ભરપૂર ખોરાકનો સેવન કરવું જોઈએ અથવા ચોકલેટ મિલ્ક લેવું જોઈએ. સાથે જ બાફેલા ઈંડા પણ તમારા શરીર માટે સારૂ રહશે.પરંતુ ધ્યાનમાં રાખો કે વધુ પડતું પ્રોટીન ખાવાથી મદદ નહીં મળે. પોસ્ટ વર્કઆઉટ ડાયટમાં તમારે લગભગ 10 થી 20 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ. વ્યાયામના અડધા કલાકની અંદર પ્રોટીનનું સેવન કરવું વધુ ફાયદાકારક છે.
ન્યુટ્રિશન ટિપ: જો તમે હલકી કસરત જેવી જોગિંગ અથવા ઝડપી વોકિંગ કરો છો, તો તમે ખાલી પાણી પીને દોડી શકો છો. પરંતુ, જો તમે થોડી ભારે કસરત કરો છો, તો ચોક્કસપણે ટોસ્ટ, કેળા અથવા ફ્રૂટ જ્યુસ પીવો.
Share your comments