દૂઘમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો જોવા મળે છે. જો વિટામિનની વાત કરીએ તો દૂધના સેવન કરવાથી આપણા શરીરમાં વિટામિન-ડીની અછત પૂરી થાય છે. સાથે જ દૂધ અમારા શરીરને વિટામિન-એ, વિટામિન- બી 12, રાઈબોફ્લેવિન બી2, ફાસ્ફોરેસ, પોટેશિય અને પ્રોટિનની અછતને પણ પૂરા કરવા માટે મદદરૂપ થાય છે. જો કે આપણા સ્વસ્થ્ય માટે ખૂબ જ જરૂરી ગણાયે છે. જો દૂધથી મેળવતા બીજા પોષક તત્વોની વાત કરીએ તો તેના સેવનથી આપણા હાડકા મજબૂત થાય છે.
જો કે આજે પણ ઘણા બધા એવા લોકો છે જો દૂધથી જુડાયેલી કેટલીક માન્યતાઓને સાચી માને છે. આવી સ્થિતિમાં, સ્વસ્થ રહેવા માટે, કેટલાક લોકો તેનાથી સંબંધિત આવી ઘણી માન્યતાઓમાં વિશ્વાસ કરે છે. પરંતુ દૂધના સેવન અને તેની અસરો વિશે વધુ જાગૃત રહેવા માટે આ માન્યતાઓને દૂર કરવી જરૂરી છે. એટલા માટે આજે અમે તમને એવી 6 માન્યતાઓ વિશે જાણવીશું જેના ઉપર લોકોનું વિશ્વાસ અડીખમ છે.
દૂધ ઉકાળવાથી પોષક તત્વ પતી જાય છે: આ ધારણા સંપૂર્ણપણે ખોટી છે. નિષ્ણાતોનું માનવું છે કે દૂધ ઉકાળવાથી તેના પોષણ મૂલ્યમાં ઘટાડો થતો નથી. વાસ્તવમાં, કાચું દૂધ ઉકાળવું જરૂરી હોય છે કેમ કે તેના અન્દર બેક્ટેરિયા હોય છે.
ફક્ત ગાયનો જ દૂધ પીવું જોઈએ: એવી માન્યતા છે કે ગાયના દૂધમાં ભેંસના દૂઘ કરતા પોષક તત્વ અધિક હોય છે અને ભેંસના દૂધ તમને જાડા બનાવી શકે છે. જો કે સંપૂર્ણપણે ખોટી બાબત છે. ભેંસના દૂધમાં પણ ગાયના દૂધ જેટલું પોષણ હોય છે.તેમજ બકરી અને ઉંટણીનું દૂધ પણ શરીર માટે હાનિકારક નથી હોતું.
દૂધ એ કેલ્શિયમનો સૌથી સમૃદ્ધ સ્ત્રોત છે: હકીકતમાં દૂધમાં સારી માત્રામાં કેલ્શિયમ જોવા મળે છે. જો કે, તે કેલ્શિયમનો એકમાત્ર સ્ત્રોત નથી. આ ઉપરાંત, અન્ય ડેરી ઉત્પાદનો, બદામ, બીજ અને છોડ આધારિત દૂધ પણ કેલ્શિયમથી સમૃદ્ધ હોય છે.
સવારે ઉઠીને સૌથી પહેલા દૂધનું સેવન કરવું જોઈએ: સવારે ઉઠીને સૌથી પહેલા દૂધ પીવું એ હેલ્ધી ઓપ્શન હોઈ શકે છે. પણ તેને સવારે ખાલી પેટે ન પીવું જોઈએ. તેનાથી પેટનું ફૂલવું અને પેટની સમસ્યા થઈ શકે છે.
દૂધ પીવાથી બ્લોટિંગ થાય છે: હકીકતમાં એ વાત સાચી છે કે લેક્ટોઝ અસહિષ્ણુતા ધરાવતા લોકોમાં બ્લોટિંગ થઈ શકે છે. જો કે, તે દરેક માટે યોગ્ય નથી.
દૂધ પીવાથી વજન વધે છે: શું દૂધ પીવાથી વજન વધે છે. આ માન્યતાને મોટા પાચે લોકો સાચૂ માને છે. પણ હકિતમાં દૂધ પીવાથી વજન ક્યારે નથી વધતો. ઘણા અભ્યાસોમાં આ વાત જોવા મળી છે. નિષ્ણાંતો મુજબ દૂધ પીવાથી વજન વધતો નથી નિયંત્રણમાં રહે છે.
Share your comments