Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

કાકડી અને આર્મેનિયન કાકડીમાં શું છે તફાવત, બંનેમાંથી કયું છે સ્વાસ્થ માટે વધુ ફાયદાકારક

એમ તો સલાડનું સેવન દરેક સિઝનમાં સારું માનવામાં આવે છે, પરંતુ ખાસ કરીને ઉનાળામાં શરીરને તેની સૌથી વધુ જરૂર હોય છે. આજે આ લેખમાં અમે તમને કાકાડી અને આર્મેનિયન કાકડી વિશે જણાવીશું.

Amansinh Jadeja
Amansinh Jadeja
હેલ્થ એન્ડ લાઈફસ્ટાઈલ
હેલ્થ એન્ડ લાઈફસ્ટાઈલ

એમ તો સલાડનું સેવન દરેક સિઝનમાં સારું માનવામાં આવે છે, પરંતુ ખાસ કરીને ઉનાળામાં શરીરને તેની સૌથી વધુ જરૂર હોય છે. આજે આ લેખમાં અમે તમને કાકાડી અને આર્મેનિયન કાકડી વિશે જણાવીશું. એમ તો આ બન્ને એક જ કુંટુંબના છે પરંતુ તેમનો આકાર અને ફાયદાઓ જુદા-જુદા છીએ. પેટને ઠંડક આપવા અને શરીરને ઉર્જાવાન રાખવાની દ્રષ્ટિએ આ બંને વસ્તુઓ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ ઘણીવાર લોકોના મનમાં આ સવાલ પણ આવે છે કે ઉનાળામાં સ્વાસ્થ્યની દૃષ્ટિએ કયો ખોરાક સારો છે? તો ચાલો આજના આ લેખમાં અમે તમને એજ સવાલનું જવાબ આપીએ છીએ.

કાકડી અને આર્મેનિયન કાકડની વચ્ચે તફાવત

જેમ કે અમે ઉપર કીધું કે એમ તો બંને (કાકડની અને આર્મેનિયન કાકડી) એક જ કુટુંબના છે.પરંતુ તેમના વચ્ચે ફક્ત સ્વાદ અને કદમાં જ નહીં, પોષક તત્વોમાં પણ તફાવત છે. કાકડની વાત કરીએ તો તેમા વિટામિન સી, વિટામિન બી, વિટામિન બી 6,વિટામિન ઈ, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, અને પુષ્ફળ પ્રમાણમાં ફાઇબર હોય છે. પોટેશિયમ અને મેગ્નેશિયમની હારજી તેને સ્નાયુઓની વૃદ્ધિ માટે વધુ સારી બનાવે છે.

તેમાં 90 ટકા પાણી હોય છે, જે ઉનાળામાં તમારા શરીરને હાઇડ્રેટ રાખવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં રહેલા એન્ટિઓક્સીડેન્ટ્સ તમને ત્વચા અને વાળ સંબધિત સમસ્યાઓથી દૂર રાખે છે. આવી સ્થિતિમાં તેનું સેવન સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ સુંદરતા માટે પણ લાભકારી છે. આ સિવાય તેમા રહેલા વિટામિન્સ અને મિનરલ્સ તમને હૃદય સંબધિત બીમારીઓથી બચાવવામાં પણ મદદ કરે છે અને તમારી રોગપ્રતિકારક શક્તિમાં પણ સુધારો કરે છે.  

આર્મેનિયન કાકડીના ફાયદા

આર્મેનિયન કાકડીનું સેવન પાચનતંત્રને વધારવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે. તે વજનને પણ નિયંત્રિત કરે છે અને શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં ખૂબ સારું માનવામાં આવે છે. જો તમને હાઈ બીપીની સમસ્યા હોય તો પણ કાકડીનું સેવન તમારા માટે ફાયદાકારક છે, અમે તમને જણાવી દઈએ કે તેમાં વિટામિન સી મળી આવે છે જે શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવવામાં મોટી ભૂમિકા ભજવે છે . કાકડીમાં કેલરી ઓછી હોય છે પરંતુ તેમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે. જે વધતા વજનને રોકવામાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે.

બંને છે સ્વાસ્થ્ય માટે લાભકારી

જો કે કાકડી હોય કે આર્મેનિયન કાકડી, બંને સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારી માનવામાં આવે છે, બંને વધુ પાણી હોવાથી ઉનાળાની ઋતુમાં શરીરને હાઇડ્રેટ રાખવા માટે ખૂબ જ ફાયદાકારક છે જો આપણે વજન ઘટાડવાની વાત કરીએ તો, બંને ઓછી કેલરીવાળા ખોરાક છે, તેથી વજન ઘટાડવાના દૃષ્ટિકોણથી બંનેનું સેવન વધુ સારું માનવામાં આવે છે. તે જ સમયે, સ્વાદની દ્રષ્ટિએ બંને વચ્ચે બહુ તફાવત નથી. બંનેમાં ફાઈબર પણ ભરપૂર હોય છે, જે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. તેથી, એક અથવા બીજાને પસંદ કરવાને બદલે, તમે કોઈપણ ચિંતા વિના બંનેનું સેવન કરી શકો છો.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More