Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

Vitamin B12: શરીરમાં વિટામિન્ટ બી12 ની ઉણપ બની શકે છે મોટી સમસ્યાનું કારણ,પોતાની ખોરાકમાં કરો તેનું સમાવેશ

સફળ જીવન માટે સ્વસ્થ જીવનશૈલી ખૂબ જ જરૂરી હોય છે. સ્વસ્થ જીવશૈલી માટે કેટલીક બાબતોની ધ્યાન રાખવું પડે છે. તેના માટે તમારે તમારા શરીરમાં વિટામિન્સની જાળવણી રાખવી પડશે. શરીરમાં વિટામિન્સની અછત અમારા શરીરને ઘણી બીમારિઓનું ધર બનાવી શકે છે. એજ વિટામિન્સમાંથી એક છે વિટામિન બી12, જેને કોબાલામીન તરીકે પણ ઓળખવામાં આવે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

સફળ જીવન માટે સ્વસ્થ જીવનશૈલી ખૂબ જ જરૂરી હોય છે. સ્વસ્થ જીવશૈલી માટે કેટલીક બાબતોની ધ્યાન રાખવું પડે છે. તેના માટે તમારે તમારા શરીરમાં વિટામિન્સની જાળવણી રાખવી પડશે. શરીરમાં વિટામિન્સની અછત અમારા શરીરને ઘણી બીમારિઓનું ધર બનાવી શકે છે. એજ વિટામિન્સમાંથી એક છે વિટામિન બી12, જેને કોબાલામીન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે પાણીમાં દ્રવ્ય વિટામિન છે, જે આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વિટામિન મગજ, નર્વસ સિસ્ટમ અને લાલ રક્ત કોશિકાઓ બનાવવા માટે જરૂરી છે.

વિટામિન બી12 ની શરીરમાં અછતના કારણે અમને ઘણી સમસ્યાઓ થઈ શકે છે. જેમ કે થાક, નબળાઈ સ્નાયુઓમાં દુખાવો અને ચેતાતંત્રને નુકસાન થાય છે. તેથી જ આહારમ  વિટામિન બી12 ની ઉણપને દૂર કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેમ કે તેથી અમારા મગજ અને નર્વસ સિસ્ટમના સ્વાસ્થ્યને જાળવવામાં મદદ મળે છે, તેઓ લાલ રક્તકણો બનાવવામાં મદદ કરે છે, ઊર્જા સ્તરને પ્રોત્સાહન આપે છે, હાડકાની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે. જો શરીરમાં તેની અછત કારણે થતા નુકસાનની વાત કરીએ તો તેથી થાક, નબળાઈ, સ્નાયુમાં દુખાવો, હાથ અને પગમાં કળતર, સંતુલન જાળવવામાં મુશ્કેલી તેમ જ નબળી મેમરી જેવી સમસ્મયા થઈ શકે છે.

.વિટામિન B12 ની ઉણપના કારણો શું છે?

  • ખોરાકમાં વિટામિન B12 નો સમાવેશ ન કરવો
  • વિટામિન B12 શોષવામાં મુશ્કેલી
  • આંતરડાના રોગો
  • સ્વયંપ્રતિરક્ષા રોગ
  • કેટલીક દવાઓ
  • વિટામિન B12 સમૃદ્ધ ખોરાક

વિટામિન B12 મુખ્યત્વે પ્રાણીઓના ખોરાકમાં જોવા મળે છે. તેથી, શાકાહારીઓ અને લેક્ટોઝ અસહિષ્ણુ લોકોમાં ઉણપનું જોખમ વધારે હોય છે.

ચિકન- ચિકન લિવર અને કિડની વિટામિન B12 ના સારા સ્ત્રોત છે.

તુર્કી- તુર્કી લીવર અને કીડની પણ વિટામીન B12 થી ભરપૂર હોય છે.

સીફૂડ - સીફૂડ, જેમ કે છીપ, કરચલા અને મસલ, વિટામિન B12 ના ઉત્તમ સ્ત્રોત છે.

ઈંડા - ઈંડા, ખાસ કરીને ઈંડાની જરદી, વિટામિન B12નો સારો સ્ત્રોત છે.

દૂધ - દૂધ, ચીઝ અને દહીં પણ વિટામિન B12ના સારા સ્ત્રોત છે.

વિટામિન B12 સપ્લિમેન્ટ્સ- જો તમને વિટામિન B12 ની ઉણપ છે અથવા તમે શાકાહારી છો, તો તમે તમારા ડૉક્ટરની સલાહ લઈને વિટામિન B12 સપ્લિમેન્ટ્સ પણ લઈ શકો છો.જો તમને વિટામીન B12 ની ઉણપના કોઈ લક્ષણો દેખાય તો મારે તરત જ તમારા ડોક્ટર સાથે સંપર્ક કરવું જોઈએ.

આ પણ વાંચો:શું તમારે ચમત્કાર જોવું છે, તો સવારે દરરોજ 90 દિવસ સુધી વહેલા જાગવાનું કરો પ્રયાસ

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More