પ્રાચીન સમયમાં એવું કહેવામાં આવતુ હતું કે છોડ સકારાત્મકતાનું નિર્માણ કરવાનું એક ઉત્તમ માધ્યમ છે. અનેક એવા છોડ રહેલા છે કે જેમના સાનિધ્યમાં બેસીને મન શાંત થાય છે. છોડ પછી ભલે ગમલમાં રાખવામાં આવેલ હોય કે પછી કોઈ ખૂણામાં રાખવામાં આવેલ હોય. ઘરને સુંદર અને આકર્ષક બનાવવા માટે તેની એક અત્યંત મહત્વની ભૂમિકા રહેલી હોય છે. ઘરેલુ છોડ આપણા વાતાવરણને સુંદર રાખવામાં ખૂબ જ સારી ભૂમિકા ભજવે છે. તો આજે અમે તમને એવા કેટલાક ખાસ છોડ અંગે વાત કરશું કે જે તમારા ઘરને સુંદર બનાવવા સાથે વાતાવરણને પણ સ્વચ્છ રાખવામાં સહાયતા કરે છે. તો ચાલો જાણીએ આ છોડ વિશે....
એલોવેરા અને વાંસ (Aloevera and Bamboo Plant)
જો તમે આરોગ્ય અને સજાવટને ધ્યાનમાં રાખીને છોડ લગાવવા ઈચ્છતા હોય તો આ સંજોગોમાં એલોવેરા અને બંબૂ આ બન્ને છોડના નામ અંગે સૌથી પહેલા વિચાર આવે છે. એલોવેરા એક ઔષધિય છોડ તરીકે ઉપયોગ કરવામાં આવે છે, જે આરોગ્ય માટે ખૂબ જ સારો છે. આ છોડને બસ સારા તડકાની જરૂર હોય છે.
ચાઈનીઝ એવરગ્રીન (Chinese Evergreen)
આ એક એવો છોડ છે કે જે સરળતાથી ઉગાડી શકાય છે. આ છોડને ઈન્ડોર ગાર્ડનિંગ માટે ખૂબ જ સારો વિકલ્પ માનવામાં આવે છે. આ છોડને વધારે તડકાની જરૂર પડતી નથી અને વધારે પાણીની પણ જરૂર પડતી નથી. તેના પાંદડા પણ શેડ્સમાંથી નિકળે છે. તે તમારા ઘરને સુંદર તથા આકર્ષક બનાવવામાં ખૂબ જ સારી ભૂમિકા ભજવે છે.
ફિલોડેડ્રોન (Philodendron)
આ છોડનો વધારે ઉપયોગ ઘર અને કાર્યાલયો બન્નેમાં કરવામાં આવે છે. તેના પાંદડા દિલ આકારના હોય છે અને હવાને તે શુદ્ધ રાખે છે, પણ તેના પાંદડામાં કંઈક હસ્તક ઝેરીલા તત્વો હોય છે. માટે તેનાથી બાળકોને દૂર રાખવા જોઈએ. આ છોડની સંભાળ લેવી સરળ છે. તેમાં ઓછા પાણીની જરૂર પડે છે. તે તમારી તાજગીને જાળવી રાખવામાં ખૂબ સક્ષમ છે.
સ્પાઈડર પ્લાન્ટ (Spider Plant)
આ છોડ ખૂબ જ આકર્ષક હોય છે. તે શરૂઆતી દિવસોમાં જ અસર દેખાડવાની શરૂઆત કરે છે. તે પર્યાવણમાં રહેલા હાનિકારક તત્વો જેવા કે કાર્બન-મોનોક્સાઈડ અને બેઝોન વગેરે 90 ટકા સુધી નાશ કરે છે.
મનીપ્લાન્ટ (Money Plant)
આ એક એવો છોડ છે કે જે ઝડપથી વધવા લાગે છે. તે મોટાભાગે ઘરોમાં સજાવટ માટે લગાવવામાં આવે છે. તે ઘરને સુંદર બનાવવા અને વાતાવરણને સ્વચ્છ રાખવામાં એક મહત્વની ભૂમિકા ભજવે છે. તે બોટલ અથવા તો કૂંડામાં આરામથી ઉગાડી શકાય છે.
Share your comments