લાંબા સમય સુધી પેશાબ પકડી રાખવાથી યૂરીનરી ટ્રૈક્ટનુ જોખમ વધી જાય છે. આ ચેપ માત્ર પેશાબ રોકવાને કારણે ફેલાય છે. ખરેખર, માનવ પેશાબમાં વિવિધ પ્રકારના પ્રવાહી હોય છે પરંતુ તેમાં બેક્ટેરિયા હોતા નથી, પરંતુ જ્યારે યુટીઆઈથી પીડાય છે ત્યારે પેશાબમાં બેક્ટેરિયા વધી જાય છે.
ડૉક્ટર્સ અને આપણા વડીલો કહે છે કે વધારે પાણી પીવુ જોઈએ, કેમ કે તેથી વધુ પેશાબ આવે છે અને આપણા શરીરની બીમારીઓ મટે છે. પેશાબ પણ પરસેવાની જેમ આપણ શરીરના અંદર મોકાયેલા બિનજરૂરી તત્વોને બાહર કાઢી નાખે છે. પરંતુ કેટલાક એવા લોકો હોય છે જે પેશાબને રોકી રાખવાને પોતાની મર્દાનગી સમઝે છે, જે તમે પણ એવુ કરો છો તો ચેતી જજો કેમ કે આ કરવાથી તમને ગંભીર રોગ થઈ શકે છે.
ઘણી વખત કોઈ કામ, ગપસપ કે પાર્ટીની વચ્ચે પેશાબ આવે છે અને લોકો તેને રોકીને બૈસી જાય છે.શુ તમે તમારી વાત બે મિનીટ માટે રોકી નથી શકતા ? નિષ્ણાતો કહે છે કે પેશાબ રોકવો એ મર્દાનગી નથી. આમ કરવું તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પેશાબ બંધ કરવાથી શરીરના ઘણા ભાગો પર ખરાબ અસર પડે છે.કેટલાક લોકો રાત્રે સૂતી વખતે અથવા દિવસ દરમિયાન વ્યસ્ત હોવાને કારણે લાંબા સમય સુધી પેશાબ પકડી રાખે છે. પરંતુ ડોકટરો કહે છે કે તમે તેને જેટલો લાંબો સુધી રોકી રાખશો તેટલું જ તમારા મૂત્રાશયમાં બેક્ટેરિયા વધી શકે છે
યૂરીનરી ટ્રૈક્ટ ઇંફેક્શન
લાંબા સમય સુધી પેશાબ પકડી રાખવાથી યૂરીનરી ટ્રૈક્ટનુ જોખમ વધી જાય છે. આ ચેપ માત્ર પેશાબ રોકવાને કારણે ફેલાય છે. ખરેખર, માનવ પેશાબમાં વિવિધ પ્રકારના પ્રવાહી હોય છે પરંતુ તેમાં બેક્ટેરિયા હોતા નથી, પરંતુ જ્યારે યુટીઆઈથી પીડાય છે ત્યારે પેશાબમાં બેક્ટેરિયા વધી જાય છે.જ્યારે આ બેક્ટેરિયા મૂત્રાશય અથવા કિડનીમાં પ્રવેશ કરે છે અને વધવા લાગે છે, ત્યારે યુટીઆઈનો રોગ થઈ જાય છે.
કિડનીમાં સ્ટોન
એક કલાક કે તેથી વધુ સમય સુધી પેશાબ પકડી રાખવાના કારણે મહિલાઓ અથવા કામ કરતા યુવાનોમાં કિડનીના સમસ્યા થઈ જાય છે, જેમ કે કિડનીમાં સ્ટોન થઈ જવાનું. આમાં શરૂઆતમાં મૂત્રાશયમાં દુખાવો થાય છે. 8 થી 10 કલાક સુધી શિફ્ટમાં કામ કરતા યુવાનોને પરિસ્થિતિમાં ફેરફાર થાય ત્યારે જ પેશાબની જરૂરિયાત લાગે છે. જ્યારે આ સમય દરમિયાન મૂત્ર કિડનીમાંથી પેશાબ મૂત્રાશયમાં એકઠું થતું રહે છે.
આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે કિડની નિષ્ફળતા એ એક સમસ્યા છે જે કિડનીની અચાનક અક્ષમતાને કારણે લોહીમાંથી ઝેરી તત્વો અને અવશેષોને ફિલ્ટર કરે છે. તમામ પ્રકારના યુરિનરી ઇન્ફેક્શનની કિડની પર ખૂબ જ ખરાબ અસર પડે છે. શરીરમાં યુરિયા અને ક્રિએટિનાઇન બંને તત્વોમાં અતિશય વધારો થવાને કારણે, તેઓ પેશાબ સાથે શરીરમાંથી બહાર નીકળી શકતા નથી, આવી સ્થિતિમાં, તેમાં લોહીનું પ્રમાણ વધવા લાગે છે.
લક્ષણો
પેશબ પકડીને બૈસવાના કારણે થવા વાળા રોગો ના લક્ષણો સામાન્ય કરતાં ઓછું પેશાબ, ભૂખમાં ઘટાડો, ઉબકા, ઉલટી, નબળાઇ, થાક, પેશીઓમાં પ્રવાહી જાળવી રાખવાને કારણે સોજો છે. તેથી, પેશાબ બંધ કરવાને બદલે તેને શરીરમાંથી બહાર નિકાળવું જોઈએ.
Share your comments