બધી જ દાળમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. સ્વસ્થ રહેવા માટે દરેક વ્યક્તિએ દરરોજ એક વાટકી દાળને ડાયટમાં એડ કરવી જોઇએ. દાળમાં પ્રોટીનનો સ્ત્રોત સારો હોય છે, આ સાથે જ અનેક પ્રકારના પોષક તત્વોથી પણ ભરપૂર હોય છે.
શા માટે ઉજવાય છે આ દિવસ?
પ્રથમ વખત આ દિવસ 2016 માં ઉજવવામાં આવ્યો હતો ત્યારબાદ વર્ષ 2019 માં 10 ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય કઠોળ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. વિશ્વ કઠોળ દિવસની ઉજવણી પાછળનો હેતુ જમીનની ઉત્પાદકતા અને કઠોળની ઉત્પાદકતા, ખેતી પ્રણાલીમાં સ્થિતિસ્થાપકતા, ખેડૂતો માટે સારું જીવન અને યોગ્ય ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો છે.
દાળ ખાવાથી હેલ્થને થતા લાભ
- દાળમાં ફાઇબરનું પ્રમાણ સારું હોય છે, જે ધીરે-ધીરે પાચન કરતા સ્ટાર્ચ અને પ્રોટીન યુક્ત ભોજન કર્યા પછી બ્લડ સુગર લેવલને વધતા રોકે છે. ઓછા ગ્લાઇસેમિક ઇન્ડેક્સના ખાદ્ય પદાર્થોના રૂપમાં દાળ ડાયાબિટીસથી ગ્રસ્ત લોકોને રક્ત શર્કરાના સ્તરને પ્રબંધિત કરવામાં મદદ કરી શકે છે.
- દાળ ખાવાથી કાર્ડિયોવેસ્કુલર ડિસીઝના રૂપમાંથી બચાવી શકે છે. દાળમાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ઓછુ હોય છે જે ખાધા પછી બ્લડ સુગર લેવલ ઝડપથી વધતુ નથી. દાળ ખાવાથી બ્લડ સુગર લેવલને તમે મેનેજ કરી શકો છો. કોલેસ્ટ્રોલને ઓછુ કરવા માટે નિયમિત રીતથી દાળનું સેવન કરવુ જોઇએ.
- અડદની દાળ ખાવાથી શરીરમાં આયરન, કેલ્શિયમ, વિટામીન્સ, ફાઇબર પ્રાપ્ત થાય છે. પેટને હલકું રાખવામાં મદદ કરે છે. અડદની દાળનું સેવન કરવાથી શરીરમાં ઉર્જાનું સ્તર વધે છે.
આ પણ વાંચોઃખેસરી દાળ ખાવાથી થતા લાભો અને ઉપયોગો
Share your comments