Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

ખેસરી દાળ ખાવાથી થતા લાભો અને ઉપયોગો

ઘણા ઓછા લોકોએ કદાચ ખેસરી દાળનું નામ સાંભળ્યુ હશે. ખેસરી દાળ દેખાવમાં તુવેરની દાળ જેવી જ હોય છે. કેટલીક જગ્યાએ, તુવેર દાળ સાથે મિશ્ર કરીને ખેસરી દાળ વેચાય છે. ખેસરી દાળમાં ઘણા બધા પોષ્ટિક તત્વો રહેલ છે તેથી આ દાળનો ઉપયોગ આયુર્વેદિક દવા બનાવવામાં પણ થાય છે

Sukhadev Thakor
Sukhadev Thakor
khesari dal
khesari dal

ઘણા ઓછા લોકોએ કદાચ ખેસરી દાળનું નામ સાંભળ્યુ હશે. ખેસરી દાળ દેખાવમાં તુવેરની દાળ જેવી જ હોય છે. કેટલીક જગ્યાએ, તુવેર દાળ સાથે મિશ્ર કરીને ખેસરી દાળ વેચાય છે. ખેસરી દાળમાં ઘણા બધા પોષ્ટિક તત્વો રહેલ છે તેથી આ દાળનો ઉપયોગ આયુર્વેદિક દવા બનાવવામાં પણ થાય છે

ખેસરી દાળ શું છે?

  • ખેસરી દાળનો સ્વાદ મીઠો અને થોડો કડવો લાગે છે.
  • આ કફ પિત્ત ઘટાડે છે, શક્તિ વધારે છે
  • ખેસરી દાળ ખાવાથી ભૂખ વધે છે.
  • હાડકાં મજબૂત કરે છે, દુખાવો, થાક, સોજો, બળતરા, હૃદયરોગ અને હરસ જેવા ઘણા રોગો માટે ફાયદાકારક છે.
  • ખેસરીની લીલીઓ ખાવાથી પિત્ત કફ દૂર કરે છે.
  • ખેસરીના બીજ પૌષ્ટિક, સહેજ કડવા અને ઠંડક આપે છે જેના કારણે શરીરમાં અશક્તિ દૂર થાય છે. ખેસરીની ડાળમાં રહેલ તેલના તત્વોમાં ઘણા બધા ગુણધર્મો રહેલ છે જે પેટમા રહેલ વધારાના કચરાને બહાર કાઢે છે.
  • ખેસરીનો છોડ થાય છે અને તેના છોડમાં ડાળીઓ અને પાંદદા હોય છે. આ છોડની ડાળીઓમાં હર્બેસિયસનું પ્રમાણ પણ રહેલ હોય છે જેનો ઉપયોગ પણ ખાવામાં થઈ શકે છે

ખેસરી દાળના ફાયદા

આયુર્વેદમાં ખેસરી દાળના પોષણ મૂલ્ય અનુસાર તેમાં ઘણા બધા પોષકતત્વો રહેલ છે તો ચાલો જાણીએ કે કયા રોગો માટે ખેસરી દાળ ફાયદાકારક છે.

  • આંખના રોગોમાં ઘણું બધું આવે છે, જેમ કે સામાન્ય આંખનો દુખાવો, રાતના અંધત્વ, લાલ આંખો વગેરે. આ તમામ પ્રકારની સમસ્યાઓમાં ખેસરીમાંથી બનાવેલ ઘરેલું ઉપાય ખૂબ ઉપયોગી છે. ખેસરીના પાનને ઉકાળીને લીલાના રૂપમાં તેનું સેવન કરવાથી આંખના રોગથી મુક્તિ મળે છે
  • જો લાંબા સમય સુધી કોમ્પ્યુટર પર વાંચવા અથવા કામ કરવાને કારણે આંખોમાં દુખાવો કે બળતરા થતી હોય તો ખેસરીનો ઉપયોગ ફાયદાકારક છે.
  • ખેસરીના તાજા ફળનો રસ લગાવવાથી આંખોની સોજો અને બળતરા ઓછી થાય છે.
  • ખેસરી દાળ પેપ્ટીક અલ્સરના દુખાવામાં રાહત આપે છે.
  • શરીર પર જો ગઠ્ઠા જામી જાય તો ખેસરના પાકના દાંણા પીસીને શરીર પર જ્યા ગઠ્ઠા થયા હોય ત્યાં લગાવવાથી તે ગઠ્ઠા ફૂટી જાય છે અને બધુ પરૂ બહાર આવી જાય છે અને ગઠ્ઠા મટી જાય છે
  • પ્રદૂષણને કારણે ત્વચા શુષ્ક થઈ રહી છે, તો ખેસરી બીજના પાવડરનો ઉપયોગ કરવાથી ત્વચાની શુષ્કતા ઓછી થાય છે.
  • આયુર્વેદમાં, ખેસરીના પાંદડા, બીજ અને બીજ તેલનો ઉપયોગ દવા માટે થાય છે.
khesari dal
khesari dal

ખેસરી દાળનો ઉપયોગ કેવી રીતે કરવો?

જો તમે કોઈ ચોક્કસ રોગની સારવાર માટે ખેસરીનો ઉપયોગ કરી રહ્યા છો, તો ચોક્કસપણે આયુર્વેદિક ડોક્ટરની સલાહ લો. ડોક્ટરની સલાહ મુજબ તમે 5-10 ગ્રામ ખેસરી પાવડર લઈ શકો છો.

ખેસરી કઠોળ ખાવાની આડઅસર

  • ખેસરીના બીજ પૌષ્ટિક છે, પરંતુ ઝેરી હોવાને કારણે, તેનો વધુ પડતા પ્રમાણમાં ઉપયોગ કરવાથી લાંબા સમય સુધી પ્રાણીઓ અને મનુષ્યોમાં કલાખંજ નામનો રોગ થવાની સંભાવના વધી જાય છે.

ખેસરી કઠોળ ક્યાં મળે છે અને ઉગાડવામાં આવે છે?

  • ભારતના ઉત્તરીય ભાગોમાં, બંગાળના મેદાનોથી ઉત્તરાખંડમાં 1200 મીટરની ઉંચાઈ પર ઘઉં અને વટાણાના પાકમાં ઉગે છે અને આ પાક એક પ્રકારનું નિંદામણ છે

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More