અમે લોકો કેટલાક એવા કામ ભૂલથી કરે છે, જેથી આમારા ચેહરા પર કરચલીઓ થવા લાગે છે. એટલે અમે આમારા સ્કિનનું ધ્યાન રાખવું જોઈએ.ચહેરા પરની કરચલીઓ હમેશાં એજિંગની જ નિશાની હોય એવું જરૂરી નથી.
અમે લોકો કેટલાક એવા કામ ભૂલથી કરે છે, જેથી આમારા ચેહરા પર કરચલીઓ થવા લાગે છે. એટલે અમે આમારા સ્કિનનું ધ્યાન રાખવું જોઈએ.ચહેરા પરની કરચલીઓ હમેશાં એજિંગની જ નિશાની હોય એવું જરૂરી નથી. પણ તેના અન્ય પણ કેટલાક કારણો હોઈ શકે છે. આમ તો ઉંમર વધવાની સાથે જ ચહેરાની પરથી રોનક ઘટતી જાય છે અને કરચલીઓ વધતી જાએ છે. પરંતુ અત્યારે તો લોકોને નાની ઉંમરમાં જ ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે. તેની પાછળ તેમની જ કેટલીક ભૂલો અને કારણો હોય છે.
વારંવાર ચહેરો ધોવો
ઘણીવાર ચહેરાની સ્કિન સતત પાણીના સંપર્કમાં આવવાથી ઈન્ફેક્શનનો શિકાર થઈ જાએ છે, તેથી કરચલીઓનો ખતરો વધી જાય છે. કારણ કે ચહેરાની સ્કિન સેન્સિટિવ હોય છે એટલે વારંવાર ચહેરા નથી ધોવું જોઈએ.
પાણીની કમી
પાણી જેટલા આમારા સ્વસ્થ માટે સારૂ છે એટલા જ આમારા ચેહરા માટે પણ.ઓછા પાણી પીવાથી આમારા ચેહરા પર કરચલીઓ દેખાવા માંડે છે. એટલે પાણી પીવાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.ખાસ કરીને ઉનાળામાં ડિહાઈડ્રેશનની સમસ્યા વધુ જોવા મળે છે. જેથી લિક્વિડ વધુ લેતા રહેવું. સ્કિન વધુ ડ્રાય હોય તો રોજ સ્નાન કરતાં પહેલાં ચહેરા અને બોડીની ઓઈલથી મસાજ કરવું જોઈએ.
સૂવાની ખોટી રીત
ઘણીવાર લોકો જ્યારે કામ પરથી થાકીને ઘરે પાછાં આવે છે ત્યારે પેટના બળે જ સૂઈ જાય છે. જેના કારણે ચહેરો તકિયામાં દબાઈ જાય છે. જેના કારણે સ્કિન પર વહેલાં કરચલીઓ થવાની સમસ્યા થઈ શકે છે.
સાબુ
સાબુ સ્કિનનું મોઈશ્ચર દૂર કરીને સ્કિનને ડ્રાય અને બેજાન બનાવી દે છે. જેના કારણે સમય પહેલાં સ્કિન પર કરચલીઓ દેખાવા લાગે છે અને સાબુના રહેલાં કમિકલ્સના કારણે સ્કિનને ઘણું જ નુકસાન થાય છે.
ડાર્ક ચોકલેટ
જો તમે નાની ઉંમરમાં કરચલીઓની સમસ્યાથી બચવા માગો છો તો રોજ એક નાનો ટુકડો ડાર્ક ચોકલેટનો ખાઈ શકો છો. પણ વધુ પ્રમાણમાં તેનું સેવન કરવું નહીં નહીતર ફાયદાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે.
ધુમ્રપાન
સિગરેટ પીવાનુ જેટલું તમારા ફેફસા માટે નુકસાનકારક છે, એટલા જ તમારી ચેહરા માટે પણ નુકસાનકારક છે. જે તમે સિગરેટ પીવો છો, તો તમારા ચેહરા પર કરચલીઓ વહેલી તકે આવી જશે, કેમ કે સિગરેટ ગાલને અંદર-બાહેર કરો છો.
Share your comments