અસ્થમા એક એવી બીમારી છે કે જેમા શ્વાસ નળીમાં સોજો આવી જાય છે. તેને લીધે વ્યક્તિને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડવા લાગે છે. ઠંડીની સિઝનમાં તો આ બીમારીથી પીડિત લોકોની સમસ્યા ઘણી મોટી બની જાય છે.
બીમારી કોઈ પણ હોય પણ તેને નજરઅંદાજ કરવી જોઈએ નહીં કારણ કે તે આગળ જતા મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. આજે અમે તમને અસ્થમાના કેટલાક શરૂઆતી લક્ષણો અંગે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેને ક્યારેય નજર અંદાજ કરવાની ભૂલ ન કરશો.
ઉધરસ આવવી તે એક સામાન્ય સમસ્યા છે, પણ જો તમને સતત વારંવાર ઉધરસ આવતી હોય તો તમારે તેને ગંભીરતાથી લેવી જોઈએ અને ડોક્ટરને મળવું જોઈએ. તે અસ્થમાના શરૂઆતી લક્ષણ હોઈ શકે છે.
શ્વાસ લેતી વખતે સિટીનો અવાજ અથવા ઘર્ર-ઘર્ર અવાજ આવવો તે પણ અસ્થામાના સંકેત હોઈ શકે છે. આ સ્થિતિમાં તાત્કાલિક તમારા ડોક્ટરોનો સંપર્ક કરવો જોઈએ. વધારે પડતા થાકને લીધે કોઈ પણ વ્યક્તિના શ્વાસ ફૂલાઈ શકે છે. તેનાથી ગભરાવાની જરૂર નથી, પણ જો તમે થાકેલા ન હોય અથવા તો થોડુ ચાલવાથી પણ તમારા શ્વાસ ફૂલાવા લાગે તો તે અસ્થમાના લક્ષણ હોઈ શકે છે.
હૃદયની બીમારી હોય છે તેમને હૃદયમાં ઝકડન અને ભારેપણાની સમસ્યા હોય પરેરાશ કરે છે. જો તમને આ બીમારી નથી અને તેમ છતાં તમને હૃદયમાં ઝકડનનો અહેસાસ થાય તો તે અસ્થમાના સંકેત હોઈ શકે છે.
આ વાતની પૂરી કાળજી રાખવી
અસ્થમાની પરેશાની રાત્રીના સમયે અથવા સવારના સમયે વધારે થાય છે. એટલે કે શ્વાસ ફૂલાવવા, વારંવાર ઉધરસ થવી અને હૃદયમાં ઝકડન જેવી સમસ્યા વધી જાય છે.
ઠંડી હવામાં શ્વાસ લેવાના સંજોગોમાં સ્થિતિ ગંભીર થઈ જાય છે. જો તમે આ પૈકી કોઈ લક્ષણનો સામનો કરતા હોય તો તમારે તપાસ કરાવવી જરૂરી છે.
Share your comments