ગરમીના આ દિવસોમાં શરીરને હાઈડ્રેડ રાખવું ખૂબ જ જરૂરી છે. વર્તમાન સમયમાં સતત ગરમી પડી રહી છે. આ દિવસોમાં એટલો બધો પરસેવો છૂટે છે કે શરીરમાં પાણીની ઉણપ થવા લાગે છે. કેટલાક લોકોએ આ મોસમમાં ભોજન બનાવવા અને ભોજન કરવામાં ખૂબ જ તકલીફનો સામનો કરવો પડે છે. આ સંજોગોમાં લોકોએ એવા પદાર્થોનો બનાવવા અને ભોજનમાં લેવા જોઈએ કે જે શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખે. ચાલો જોઈએ આ પ્રકારની 2 ખાસ ડિશ અંગે...
ગરમીમાં કાંકડી-પુદીનાનો સલાડ ભોજનમાં લેવો ખૂબ જ લાભદાયક છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાંકડીમાં 95 ટકા પાણી હોય છે. માટે તેનું સેવન શરીરમાં ઝેરી પદાર્થોને બહાર કાઢવા માટે મદદમાં લઈ શકાય છે. આ સાથે ત્વચાને ચમકીલી બનાવી શકાય છે. તેમા કોલેસ્ટ્રોલ પણ જોવા મળતુ નથી. જેને લીધે હૃદય રોગના દર્દી માટે તે ગુણકારી સાબિત થાય છે.
કાંકડી-પુદીનાનો સલાડ બનાવવાની સામગ્રી
- કાંકડી
-દાડમ
-પુદીનાના પાંદડા બારીક સમારેલા
-લીલા મરચા
-તલ
- મીઠું
-લીંબુ
કાંકડી પુદીના સલાડ બનાવવાની વિધિ
- સૌથી પહેલા કાંકડીને ધોઈને છોલી દો
- હવે કાંકડીને નાના ટૂકડામાં સામરો
- સમારેલી કાંકડીને એક વાટકામાં કાઢી લો
- હવે તેમા દાંડમ અને પુદીનાના પાંદડા મિશ્રિત કરો
- ત્યારબાદ મીંઠુ અને લીંબુનો રસ મિશ્રિત કરો
- આ રીતે કાંકડી પુદીનાના સલાડ તૈયાર થઈ જશે. તેનાથી તમે સારી રીતે મિશ્રિત કરી આરોગી શકો છો.
પુદીનાની છાશ
ગરમીમાં એવા પદાર્થોનું સેવન કરવું જોઈએ. જે તમને સમગ્ર દિવસ ફ્રેશ રાખી શકે છે. આ સંજોગોમાં તમે લીંબુ પાણી લઈ શકો છો. આ ઉપરાંત પુદીનાની છાશ પણ લઈ શકો છો. તે તમને થોડીવારમાં ઠંડક અને ફ્રેશનેસ આપે છે. ગરમીથી બચવા માટે તેનાથી સારો અન્ય કોઈ વિકલ્પ હોઈ શકે નહી. તે તમારા આરોગ્ય માટે પણ એટલી સારી છે.
પુદીનાની છાસ બનાવવાની સામગ્રી
- છાસ
- દહી
- સમારેલા પુદીનાના પાંદડા
- લાલ મરચા
- જીરા પાઉડર
- મરી
- કાલા નમક
- આઈસક્યુબ
પુદીનાની છાસ બનાવવાની વિધિ
- સૌથી પહેલા છાસમાં પુદીનાનું મિશ્રણ કરો
- ત્યારબાદ આઈસક્યુબ મિશ્રિત કરો
- હવે ફરી તેમા 10થી 15 સેકન્ડ ગ્રાઈડ કરો
આ રીતે તમે પુદીનાની છાસ તૈયાર કરી શકો છો. તમે તેનું સેવન ભોજન સાથે કરી શકો છો. આ રીતે તમે સમગ્ર દિવસ રિફ્રેશ રહેશો. આ સાથે શરીરમાં પાણીની પણ ઉણપ રહેશે નહીં
Share your comments