તમને બધાને ખબર જ હશે કે આપણે ધાણાનો શુ ઉપયોગ કરીએ છીએ દરરોજ તમે દાળ કે શાકમાં લીલા ધાણા તો જોયા જ હશે અને તેના બીજનો પાવડર બનાવીને મસાલા તરીકે પણ આપણે તેનો ઉપયોગ કરીયે જ છીએ પરંતુ તમે એ નહી જાણતા હોવ કે ધાણાને પલાડીને તેનું પાણી પીવાથી શરીરમાં કેટલા ફાયદા થાય છે અને તેમા કેટલા ઔષધિય ગુણો સમાયેલા છે તો ચાલો આજે અમે તમને એ જણાવીયે કે પાલડેલા ધાણાનું પાણી પીવાથી કેટલા ફાયદા થાય છે.
આ રીતે બનાવો ધાણાનું પાણી
- રાત્રે 1 કપ પીવાના પાણીમાં 1 ચમચી ધાણાના બીયાં પલાળીને રાખો.
- સવારે આ પાણીને ગાળી લો
- ત્યારબાદ પાણી પી શકો છો.
- આ બીયાં સુકાવીને તમે બીજી વાર પણ તેનો ઉપયોગ કરી શકો છો.
ધાણાના પાણીના ફાયદા
- ધાણા ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે.
- તેમાં હાજર એંટીઑક્સીડેંટ્સ શરીરમાં ફ્રી રેડિકલને ઓછ કરવામાં મદદ કરે છે.
- પાચનથી સંકળાયેલા સમસ્યાઓને દૂર કરવાના કામ કરે છે.
- સવારના સમયે તેનો સેવન કરવાથી પાચન તંત્ર સ્વસ્થ રહે છે.
- ધાણામાં વિટામિન K,C અને A ભરપૂર માત્રામાં હોય છે.
- વિટામિન K,C અને Aથી વાળ મજબૂત બને છે અને વાળ પણ લાંબા બને છે.
- ધાણાના પાણીનો દરરોજ સેવન કરવાથી સાંધના દુખાવાને ઓછુ કરી શકાય છે.
Share your comments