આજ કારણ છે કે અનિદ્રા એટલે કે ઉંઘ ન આવવાને એક બીમારી માનવામાં આવે છે. અનિદ્રાને કારણે સ્વાસ્થ્યને થતા નુકસાન વિશે ઘણા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે, પરંતુ હવે ફિનલેંડની હેલસિંકી યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કરવામાં આવેલા તાજેતરના અભ્યાસમાં, લાંબા સમયથી અનિદ્રાના લક્ષણો રહેવાથી માનસિક સમસ્યાઓ સાથે સંકળાયેલા ગંભીર જોખમની વાત સામે આવી છે.
જર્નલ ઓફ એજિંગ એન્ડ હેલ્થમાં પ્રકાશિત એક અભ્યાસના તારણો એ તરફ પણ ધ્યાન દોરે છે કે જો અનિદ્રાના લક્ષણો યુવાન વય અથવા પુખ્ત વયથી દેખાતા હોય તો તેની અવગણના નિવૃત્તિ બાદ પણ જીવન પર ઘણી આડઅસર કરી શકે છે.
જેટલી લાંબી તકલીફ એટલી મોટી બીમારી
યુનિવર્સિટી ઓફ હેલસિંકીના સંશોધક એન્ટી ઇથોલેનના જણાવ્યા અનુસાર, 'અનિદ્રા અથવા ઊંઘ ન આવવાની સમસ્યા જેટલી લાંબા સમય સુધી ચાલુ રહે છે, મગજ પર તેની તેટલી વધુ આડઅસર થઈ શકે છે. આવી સ્થિતિમાં વ્યક્તિની જ્ઞાનાત્મક શક્તિ નબળી પડવા લાગે છે. જો કે કેટલાક અભ્યાસોમાં એ વાત સામે આવી છે કે અનિદ્રા મગજની કામ કરવાની ક્ષમતાને કેવી રીતે અસર કરે છે, પરંતુ આ અભ્યાસમાં ખાસ વાત એ છે કે 15 થી 17 વર્ષ સુધી ફોલો-અપના આધારે ઊંઘ ન આવવા અને મગજની સમસ્યાઓ વચ્ચે સ્પષ્ટ સંબંધ જોવા મળ્યો છે.
આ પણ વાંચો:ડાયાબિટીસ અને પ્રી-ડાયાબિટીસ વચ્ચે શું તફાવત છે? જાણો આ બંનેના લક્ષણો
શું કહે છે નિષ્ણાતો
આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જો અનિદ્રાના લક્ષણોમાં સુધારો કરવામાં આવે તો મગજને થતા નુકસાનને પણ ઘટાડી શકાય છે. હેલસિંકી યુનિવર્સિટીના પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડૉ. ટી લલ્લુક્કાએ જણાવ્યું કે પરિણામોને જોતા એ સ્પષ્ટ થાય છે કે અનિદ્રાના લક્ષણોને જેટલી જલ્દી ઓળખી તેની સારવાર કરવામાં આવે છે, તેટલી જ વૃદ્ધાવસ્થામાં થવાવાળી મુશ્કેલીઓને ટાળી શકાય છે.
તેમણે વધુમાં કહ્યુ, તાજેતરના અભ્યાસમાં ફક્ત સેલ્ફ-રિપોર્ટે કરેલા મેમરી લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવી શકે છે, જોકે આગળના અભ્યાસમાં આના પર વધુ સંશોધન કરવું રસપ્રદ રહેશે કે શું અનિદ્રાની સારવાર કરવાથી યાદશક્તિ સંબંધિત રોગોની પ્રગતિ પણ ધીમી પડી જાય છે."
આ પણ વાંચો:કેલ્શિયમની ગોળી હાર્ટ એટેકથી મૃત્યુનું જોખમ વધારી શકે છે – અભ્યાસ
Share your comments