દાદર અને ત્વચા પર ખંજવાળ જેવી સમસ્યાના કિસ્સામાં આપણે થોડી સારવાર કરાવીએ છીએ. ઘણીવાર તેને ગંભીરતાથી લેવામાં આવતું નથી અને તેની અવગણના કરવામાં આવે છે. જો કે ત્વચાની સમસ્યા ચેપ અથવા રક્ત પરિભ્રમણના અભાવને કારણે હોઈ શકે છે, તે સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાના સંકેત પણ હોઈ શકે છે. ડાયાબિટીસના લક્ષણો એટલે કે લાંબા ગાળાનો રોગ ડાયાબિટીસ તમારી ત્વચા પર પણ દેખાઈ શકે છે અને ત્વચાની આ સમસ્યા ગંભીર સ્વરૂપ પણ લઈ શકે છે. જો ત્વચા પર કેટલાક અસામાન્ય લક્ષણો દેખાય તો તેના પર ધ્યાન આપવું જરૂરી છે.
જો શરીરમાં બ્લડ સુગરનું સ્તર અસંતુલિત થઈ જાય તો તે જોખમી બની શકે છે. માટે દરેક નાના-નાના લક્ષણો પર નજર રાખવી જરૂરી બની જાય છે. જો તમે ત્વચા સંબંધિત સમસ્યાઓથી સતત પરેશાન છો અને સારવાર બાદ પણ આ સમસ્યા થઈ રહી છે. આ સંજોગોમાં સત્વરે તપાસ કરાવવી જરૂરી બને છે.
ત્વચાની રચનામાં ફેરફાર
જે લોકો ડાયાબિટીસથી પીડાય છે તેઓને ડિજિટલ સ્ક્લેરોસિસનું જોખમ વધી જાય છે. જેમાં ત્વચાનું ટેક્સચર બદલાવા લાગે છે. આમાં, તમારા હાથની આંગળીઓની ત્વચા અને આંગળીઓની ઉપરની સપાટી સામાન્ય કરતા વધુ જાડી લાગવા લાગે છે અને તેની રચના મીણ જેવી હોઈ શકે છે. આવી સ્થિતિમાં, તમારી બ્લડ સુગર તપાસો.
સતત ત્વચાર પર ફોડલી અને અલ્સરની અસર
આંગળીઓ અને અંગૂઠા પર સફેદ ફોલ્લા લોહીમાં વધેલી ખાંડની નિશાની હોઈ શકે છે. આ ફોલ્લાઓ સામાન્ય રીતે બે થી ત્રણ અઠવાડિયામાં રૂઝાઈ જાય છે અને મોટાભાગે તે પીડાદાયક નથી લાગતા. જો તમને આવી સમસ્યા જણાય તો તેને અવગણશો નહીં અને ડૉક્ટરનો સંપર્ક કરો અને યોગ્ય તપાસ કરાવો.
ત્વચા પર ચેપ લાગવો
જો કે ડાયાબિટીસના દર્દીઓમાં નેક્રોબાયોસિસ (કોષોના મૃત્યુ) ની સમસ્યા ખૂબ જ દુર્લભ છે, પરંતુ તેના પર ધ્યાન આપવું જોઈએ. આ સમસ્યામાં, ત્વચા પર નાના લાલ ફોલ્લીઓ દેખાઈ શકે છે, કેટલીકવાર તેનો રંગ પણ પીળો દેખાય છે. હાલમાં આ બાબતમાં ખૂબ કાળજી રાખવી જરૂરી છે.
Share your comments