હાલ લોકોને હેરાન કરી મૂકે તેવી ગરમીએ ખૂબ જ તરખાટ મચાવ્યો છે, અને આવી પીગળાવી દે તેવી ગરમીમાં લોકો માત્ર ઠંડા પીણા પીવાનું જ પસંદ કરે છે. તો આવી ગરમીમાં અમે તમને જણાવીશું એવી ચા વિશે જે આપશે તમને ઠંડક.
ના હવે ગરમી એટલે માત્ર ઠંડા પીણા, બરફ ગોળા કે કેરીના રસનો સમય નથી, જો તમે પણ ચા ના રસિયા છો તો આ પીગાળી નાખે તેવી ગરમીમાં પણ હવે તમે ચા પી શક્શો.
લોકો ચા પીવાનું ટાળે છે
ઉનાળામાં ઘણા લોકો ચા પીવાની ના પાડે છે. તે જ સમયે, કેટલાક લોકોને ચા પીધા પછી ખૂબ ગરમી લાગે છે. એટલા માટે તેઓ ચા પીવાનું ટાળે છે. આવી સ્થિતિમાં જો તમને ઉનાળામાં શરીરને ઠંડક આપતી ચાનો વિકલ્પ મળે તો ભાગ્યે જ કોઈ ચા પીવાનું ટાળી શકે. આજે અમે તમને આવી જ કેટલીક સમર કૂલીંગ ચા વિશે જણાવીશું, જે તમને આ ઉનાળામાં ઠંડક આપી શકે છે. આવો જાણીએ કેટલીક શ્રેષ્ઠ હર્બલ ટી વિશે જે ઉનાળામાં શરીરને ઠંડુ રાખે છે.
આ ચા આપશે તમને ઠંડક
- તુલસીની ચા
- રોઝ ટી એટલે કે ગુલાબની ચા
- ફુદીનાની ચા
- લેમન ટી
- ગ્રીન ટી
- હની ટી
- ગ્રીન ટી
- આઈસ ટી
જો તમને ઉનાળામાં ચા પીવાનું મન થાય તો દૂધની ચાને બદલે તુલસીની ચા પીઓ. તુલસીની ચા તમને સ્વસ્થ રાખશે અને સાથે જ ગરમીમાં તમારા શરીરની અંદર ઠંડક જાળવી રાખશે.
આ પણ વાંચો : કડવા લીમડાની જેમ મીઠો લીમડો પણ છે ખૂબ જ ઉપયોગી, 1,2 નહીં તેના છે અગણિત લાભ
રોઝ ટી ઉનાળા માટે શ્રેષ્ઠ ચામાંથી એક છે. તે તમારા શરીરને ઠંડુ રાખવામાં મદદરૂપ થાય છે. ગુલાબથી બનેલ ચાનું સેવન કરવાથી તમને ગરમી થશે નહીં.
ઉનાળામાં ફુદીનાની ચા પણ પી શકાય છે, અને તેને એક સારો વિકલ્પ માનવામાં આવે છે. આ ચા તમારા શરીરને ઠંડુ રાખે છે. ઉપરાંત, તે વજન ઘટાડવામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે.
લેમન ટી એટલે કે લીંબુની ચા, આ ચા તમારા શરીરને ઠંડુ રાખવામાં અસરકારક સાબિત થઈ શકે છે. તમે તેને આઈસ લેમન ટીના રૂપમાં પણ બનાવીને પી શકો છો.
મધમાંથી બનેલી ચા તમને ઉનાળામાં સ્વસ્થ રાખી શકે છે. આ ચા પીવાથી તમને થોડો પણ ગરમીનો અહેસાસ પણ નહીં થાય.
ઉનાળામાં ગ્રીન ટીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. આ ચા ખૂબ જ હેલ્ધી છે અને જે તમારા શરીરને સ્વસ્થ રાખશે સાથે જ વજન પણ નિયંત્રણમાં રાખશે.
આ પણ વાંચો : તપાવી મૂકે તેવી ગરમીમાં છાશ પીવી છે ફાયદાકારક, અહીં જાણો તેના ફાયદા
Share your comments