આંબળો ફક્ત ત્વચા કે વાળના આરોગ્ય માટે જ ઉપયોગી નથી. આંબળાનો મોટાભાગે ઉપયોગ ત્વચાને સુંદર તથા વાળને કાળા અને ઘેઘૂર બનાવવા માટે જ થતો હોય છે, પરંતુ આપણા આયુર્વેદ પ્રમાણે આ ઉપરાંત પણ આંબળામાં એવી અને એટલી બધી શક્તિઓ રહેલી છે કે જે આપણા આરોગ્ય માટે અનેક રીતે ઉપયોગી બને છે. આંબળો શરીરની બાહ્ય સુંદરતામાં વધારો કરવાની સાથે-સાથે આંતરિક સ્વાસ્થ્ય સુધારાઓ અને બીમારીઓની સારવારમાં પણ એક ઔષધિની ભૂમિકા ભજવવામાં સક્ષમ છે. એવુ નથી કે આંબળાને એક જ પદ્ધતિથી ગ્રહણ કરી શકાય છે. તમે આંબળાનું જ્યૂસ, આંબળા પાઉડર, આંબળા કૅંડી, આંબળા અથાણું બનાવી શકો અને આમ અન્ય અનેક પદ્ધતિઓથી આંબળાનું સેવન કરી શકો છો. આંબળામાં રહેલા વિટામિન, મિનરલ્સ અને અનેક ન્યૂટ્રીએંટ્સને લીધે તે ખૂબ જ ગુણકારી છે અને તેનું સેવન અત્યંત આરોગ્યવર્ધક છે.
આંબળા એશિયા ઉપરાંત યૂરોપ અને આફ્રિકામાં મોટાપાયે જોવા મળે છે. પહાડી-પર્વતીય વિસ્તારો અને પ્રાયદ્વીપીય ભારતમાં આંબળાના છોડ મોટા પ્રમાણમાં જોવા મળે છે. અનેક લોકો આંબળાના છોડ ઉગાડે છે અને તમે ઇચ્છો, તો આંબળાની ખેતી કરી લાંબા સમય સુધી નફો રળીને આપી શકો છો. આંબળાની ખેતી મધ્ય નવેમ્બરથી મધ્ય ડિસેમ્બર દરમિયાન કરવામાં આવે છે.
કૅંસરથી બચાવે છે આંબળો
આ સ્વાદિષ્ટ ફળમાં રહેલા એંટીઑક્સિડેંટ અને એંટી કૅંસર ગુણ આપણને કૅંસરથી સુરક્ષિત રાખવામાં સહાયતા કરે છે. આપણે શરીરમાં કૅંસરના કોષોને વિકસિત થતા અટકાવવા માટે નિયમિતપણે આંબળાનું સેવન કરવું જોઇએ.
હાડકાં મજબૂત બનાવવામાં અસરકારક
આપણા શરીરમાં રહેલા વિવિધ ધાતુઓને પોષક તત્વ પ્રદાન કરવા માટે આંબળા ખૂબ જ ઉપયોગી છે. આંબળાનું રસાયણ હાડકાંને પોષણ આપે છે તથા તેને મજબૂત બનાવે છે.
હૃદયની તંદુરસ્તી માટે આંબળા ખૂબ જ ઉપયોગી છે
આંબળા ખાવાથી કૉલેસ્ટ્રૉલનું લેવલ વધતુ નથી અને તે સાથે જ હૃદયને પણ સંપૂર્ણપણે તનદુરસ્ત રાખે છે. આંબળામાં રહેલું વિટામિન C રક્તવાહિનીને સંકોચાવા દેતું નથી અને બ્લડ પ્રેશરની વધ-ઘટ અટકાવે છે.
આંબળા ખાવાથી આંખની રોશની વધે છે
આંબળામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન C હોય છે. તેથી આંબળાનું સેવન કરવાથી આંખોમાં બળતરા થતી નથી. જે વ્યક્તિ આંબળાનું સેવન નિયમિતપણે કરે છે, તેની આંખમાં રેટિનાને આંબળાની અંદર રહેલા એંટીઑક્સિડેંટ ખૂબ જ લાભદાયક હોય છે અને આંખમાં રોશની વધારવામાં મદદ મળે છે.
અપચો દૂર કરે આંબળો
જ્યારે સમયાંતરે વિવિધ પ્રકારના આહાર આરોગવામાં આવે છે, ત્યારે શરીર પોતાનું સંતુલન ગુમાવી શકે છે. તેને લીધે પેટમાં ગરબડ સર્જાઈ શકે છે. આંબળાનું સેવન કરવાથી પેટ સાફ થવા સાથે કબજિયાતની સમસ્યા રહેતી નથી.
ઘડપણને રોકી રાખતો આંબળો
આંબળામાં રહેલી એંટીએજિંગ પ્રૉપર્ટીઝ વૃદ્ધાવસ્થાને આવતી લાંબા સમય સુધી અટકાવે છે. ઉંમરને વધતા કોઈ અટકાવી શકે નહીં, પણ લાંબા સમય સુધી આરોગ્યને તનદુરસ્ત રાખવામાં આંબળા ખૂબ જ ઉપયોગી છે. ત્વચાની કાળજી રાખવામાં આંબળામાં રહેલુ વિટામિન C ખૂબ જ લાભદાયક છે.
દાંતને હંમેશા મજબૂતી પ્રદાન કરે છે આંબળો
જો તમારા દાંત મજબૂત ન હોય, તો ભોજન લેવામાં ખૂબ જ તકલીફ પડે છે, પરંતુ જો આંબળાનું સેવન દરરોજ કરવામાં આવે, તો આપણા દાંતને મજબૂત રાખી શકાય છે. આંબળા આરોગવાથી દાંતને સળો થવાની સંભાવના ઓછી થઈ જાય છે.
Share your comments