સ્પિરુલિના એ શેવાળ એટલે કે પાણીમાં જોવા મળતો છોડ છે. આ વનસ્પતિ તળાવ, ધોધ અથવા ખારા પાણીમાં ઉગે છે. આયુર્વેદમાં તેનું ઘણું મહત્વ છે. આયુર્વેદમાં ઘણી દવાઓમાં પણ સ્પિરુલિનાનો ઉપયોગ થાય છે. સ્પિર્યુલિનામાં પ્રોટીન અને વિટામિન ભરપૂર માત્રામાં જોવા મળે છે. લગભગ 60 ટકા સ્પિરુલિના શરીરને પ્રોટીન અને અન્ય આવશ્યક એમિનો એસિડ પ્રદાન કરે છે. તેમાં 18 થી વધુ વિટામિન્સ અને મિનરલ્સ પણ મળી આવે છે. સ્પિરુલિનામાંથી શરીરને વિટામિન એ, આયર્ન, કેલ્શિયમ, કેરોટીન અને એન્ટીઓક્સીડેન્ટ મળે છે. તે પોષક તત્વોથી ભરપૂર હોવાથી તેને સુપરફૂડ કહેવામાં આવે છે. ઘણી આયુર્વેદિક દવાઓમાં પણ તેનો ઉપયોગ થાય છે. સ્પિરુલિનાના સેવનથી શરીરને ઘણા ફાયદા થાય છે.
બ્લડ સુગરને રાખે છે નિયંત્રણમાં- સ્પિરુલિનામાં બલ્ડ સુગરને કંટ્રોલ કરવાના ગુણધર્મો હોય છે. ડાયાબિટીઝના દર્દીઓ માટે તેને ઘણો લાભકારી માનવામાં આવે છે અને તે સોજાની સમસ્યાને પણ દૂર કરવામાં મદદરૂપ થાય છે.
વજન ઘટાડવામાં મદદરૂપ- સ્પિરુલિનાનું સેવન વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તેમાં બીટા કેરોટીન, ફેટી એસિડ, ક્લોરોફિલ અને અન્ય પોષક તત્વો મળી આવે છે. જેથી ચરબી ઓગળે છે.
કેન્સરથી આપશે રક્ષણ- સ્પિરુલિનાનું સેવન કરવાથી કેન્સર જેવા ઘાતક રોગથી રક્ષણ મેળવી શકાય છે. પોષક તત્વોથી ભરપૂર સ્પિર્યુલિના એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ એજન્ટ છે, જે શરીરમાં હાજર હાનિકારક મુક્ત રેડિકલનો નાશ કરે છે.
સ્કિન કેર- વિટામિન એ, વિટામિન બી-12, આયર્ન, વિટામિન ઇ, કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો સ્પિરુલિનામાં મળી આવે છે, જે ત્વચાને ચમકદાર બનાવે છે અને તમને લાંબા સમય સુધી યુવાન રાખે છે.
લિવરથી જોડાયેલી સમસ્યા- સ્પિરુલિના લિવરથી જોડાયેલી સમસ્યાથી રક્ષણ આપે છે. તેમા મળેલા ફાઈબર અને પ્રોટિન લિવરને સ્વાસ્થ બનાવે છે અને તેથી જોડાયેલા દરેક રોગથી તમારા લિવરને રક્ષણ આપે છે.
આંખો માટે ગુણકારી- સ્પિરુલિનામાં વિટામિન A હોય છે જે આંખના રોગોને મટાડે છે. સ્પિરુલિના રેટિનાઇટિસ, વૃદ્ધ મોતિયા, નેફ્રિટિક રેટિના નુકસાનની સારવારમાં પણ મદદ કરે છે
રોગ પ્રતિકારક શક્તિ થશે મજબૂત- રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે સ્પિરુલિના ખૂબ જ ફાયદાકારક છે. સ્પિરુલિનાના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે. તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને કોષો ઉત્પન્ન કરવાની ક્ષમતા વધે છે.
ગર્ભાવસ્થામાં ફાયદાકારક- સ્પિરુલિનામાં ઘણું આયર્ન અને ફાઈબર હોય છે. આનાથી ગર્ભાવસ્થા દરમિયાન થતી આયર્નની ઉણપને દૂર કરી શકાય છે. સ્પિરુલિના વડે શરીરમાં એનિમિયા દૂર કરી શકાય છે. તેનાથી એનિમિયાની સમસ્યા પણ દૂર થાય છે. સ્પિરુલિના ગર્ભાવસ્થા દરમિયાન કબજિયાતને દૂર કરવામાં પણ મદદરૂપ ગણાયે છે.
Share your comments