Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

લો બોલો..હવે નાના ભૂલકાઓ પણ નથી સુરક્ષિત, કેન્સર બનાવી રહ્યું છે શિકાર

આજકાલ કેન્સરના કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. મોડાનું કેન્સરથી લઈને બ્રેન ટ્યૂમર અને હવે નવો સર્વાઈકલ કેન્સરના ઘણા બધા કેસ સામે આવી રહ્યા છે.પહેલાના સમયમાં કેન્સર જેવી મોટી બીમારી 50 વટાવ્યા પછી થતી હતી. પરંતુ હવે કેટલાક યુવાનોને પણ આ બીમારી થઈ રહી છે

Amansinh Jadeja
Amansinh Jadeja
કેન્સરથી હવે નાના ભૂલકાઓ પણ સુરક્ષિત નથી
કેન્સરથી હવે નાના ભૂલકાઓ પણ સુરક્ષિત નથી

આજકાલ કેન્સરના કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. મોડાનું કેન્સરથી લઈને બ્રેન ટ્યૂમર અને હવે નવો સર્વાઈકલ કેન્સરના ઘણા બધા કેસ સામે આવી રહ્યા છે.પહેલાના સમયમાં કેન્સર જેવી મોટી બીમારી 50 વટાવ્યા પછી થતી હતી. પરંતુ હવે કેટલાક યુવાનોને પણ આ બીમારી થઈ રહી છે. યુવાનોને શું આજકાલ તો નાના-નાના ભૂલકાઓમાં પણ કેન્સર જેવી ખતરનાક બીમારી જોવા મળી રહી છે. એટલા માટે બાળકોમાં કેન્સર સામે જાગૃતિએ સૌથી મોટું રક્ષણ છે. જો કોઈ પણ પ્રકારના લક્ષણો દેખાયે છે તો બાળરોગના કેન્સર નિષ્ણાતની સલાહ ચોક્કસ લેવી જોઈએ. કેમ કે તેઓ લક્ષણોની તીવ્રતાનું ચોક્કસ વર્ણન કરી શકે છે.

બાળકોને કેન્સર થવાનું કારણ શું

બાળકોમાં કેન્સર થવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. તેને તબીબી ભાષામાં એટીયોપેથિક કહેવામાં આવે છે. પુખ્ત વયના લોકોમાં જોવા મળતા કેન્સરના કેસો નક્કર કારણો ધરાવે છે. ઉદાહરણ તરીકે, જો ફેફસાનું કેન્સર હોય, તો એવું માનવામાં આવે છે કે તેનું કારણ વધુ પડતું તમાકુ અથવા આલ્કોહોલનું સેવન હોઈ શકે છે. બાળકોના કેન્સરનો સીધો સંબંધ જીવનશૈલી સાથે નથી. બાળકોમાં કેન્સર થવાનું એક કારણ આનુવંશિક હોઈ શકે છે, પરંતુ આ પણ ખૂબ જ દુર્લભ છે.

ભારતમાં દર વર્ષે નોંઘાઈ રહ્યા છે 50 હજારથી વઘુ કેસો

ભારતમાં દર વર્ષે બાળપણમાં કેન્સરના 50,000 થી વધુ કેસ નોંધાય છે. જો તેમની સમયસર સારવાર કરવામાં આવે તો તેઓ સંપૂર્ણ સ્વસ્થ બની શકે છે. ઘણીવાર લક્ષણોને લઈને હોસ્પિટલ અથવા કેન્સર નિષ્ણાતો સુધી પહોંચવામાં વિલંબ થાય છે. આ સારવારમાં જટિલતાઓ બનાવે છે. બાળકોમાં કેન્સર સંબંધિત લક્ષણોથી વાકેફ થવાનો પ્રયાસ કરો જેથી કેન્સરની અસરકારક સારવાર સુનિશ્ચિત કરી શકાય.

કેવી રીતે ઓળખીએ

  • અચાનક વજન ઘટવું
  • સવારે માથાનો દુખાવો અથવા ઉબકા
  • વારંવાર એપીલેપ્સી અટેક આવવું
  • હાડકાં, સાંધા, પીઠ અથવા પગમાં સતત સોજો અથવા દુખાવો.
  • વારંવાર આવતો તાવ
  • રક્તસ્ત્રાવ (ઘણી વખત અચાનક)
  • ત્વચા પર ઘેરા લાલ ફોલ્લીઓ હોવા વગેરે.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More