આ મહિનાની શરૂઆતમાંત આપણે બઘા એક ન્યુજ સાંભળી, ફેમસ મોડલ અને એક્ટર સિદ્ધાર્થ શુક્લાનો હાર્ટ અટેકના (Heart Attack) આવવાના કારણે નિધન. ખબર છે કે શુક્લા રાત્રે કોઈ દવા ખાઈને સુતો હતો અને સૂતા-સૂતા તેમને હાર્ટ અટેક આવ્યુ અને તે આ દુનિયાથી વિદા લઈ લીધુ.
આ મહિનાની શરૂઆતમાંત આપણે બઘા એક ન્યુજ સાંભળી, ફેમસ મોડલ અને એક્ટર સિદ્ધાર્થ શુક્લાનો હાર્ટ અટેકના (Heart Attack) આવવાના કારણે નિધન. ખબર છે કે શુક્લા રાત્રે કોઈ દવા ખાઈને સુતો હતો અને સૂતા-સૂતા તેમને હાર્ટ અટેક આવ્યુ અને તે આ દુનિયાથી વિદા લઈ લીધુ. આટલી નાની ઉમ્ર હાર્ટ અટેકના કારણે મૌતને લઈને નિષ્ણાંતો કહે છે, મોટાભાગે હાર્ટ ફેલ (Heart Fail) રાત્રે હોય છે. શ્વાસ લેવામાં તકલીફના કારણે માણસ તાજી હવાની શોધમાં બારીઓ વગેર ખોલી દે છે, જેને પીએનડી કહવામાં આવે છે. આ સ્થિતિમાં દર્દીને હાર્ટ અટેકની જાણ થતી નથી.
45 ટકા કેસમાં હોય છે સાઈલેન્ટ અટેક
ડોક્ટર્સના કહેવા પ્રમાણે કુલ હાર્ટ અટેકમાંથી 45 ટકા કેસો સાઈલેંટ અટેકના છે. આનો લક્ષણ નથી દેખાતા અને જે દેખાએ છે તો લોકો તેને અવગણતા નથી.આના કારણે માણસનો જીવ જોખિમમાં મુકાઈ જાય છે. જે તમે આવી મુશકેલીઓથી બચવા માંગો છો તો નાના લક્ષણેને અવગણે નહીં. તેમને ઓળખો.
આવી રીતે સાઈલેંટ અટેકને ઓળખી શકાય
સામાન્ય હાર્ટ એટેકમાં છાતીમાં દુઃખાવો અને દબાણ અનુભવાય છે. હાથ, ગળા અને જડબામાં પણ દુઃખાવો થાય છે. વ્યક્તિને ખૂબ પરસેવો વળે છે. જ્યારે સાયલન્ટ હાર્ટ એટેકમાં લક્ષણ હળવા હોય છે. આવા કેસમાં દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. વિશ્વભરમાં લાખો લોકો સાયલન્ટ હાર્ટ એટેકનો શિકાર બને છે. આવા લોકોમાં ગંભીર હાર્ટ એટેકનું અને મૃત્યુનું જોખમ પણ વધારે છે. સાયલન્ટ હાર્ટ એટેકમાં હૃદય લાંબો સમય પીડાય છે. લોહીનો પ્રવાહ અટકી જાય છે. જેના કારણે ગંભીર નુકસાન થાય છે.
સાયલન્ટ હાર્ટ એટેકના લક્ષણો
શ્વાસ લેવામાં તકલીફ અને અકળામણ
ઘણું બધું દોડ્યા હોય તેવો થાક અનુભવાય છે. હૃદય શરીરમાં ઓક્સિજનયુક્ત લોહી પમ્પ કરવામાં અસમર્થ હોવાને કારણે આવું થઈ શકે છે. છાતીમાં અકળામણ, શ્વાસની તકલીફ જેવા લક્ષણો સાયલન્ટ હાર્ટ એટેકનું સામાન્ય લક્ષણ છે. એ જ રીતે, ચક્કર આવવા અથવા બેભાન થઈ જવા જેવું અનુભવાય તો પણ ચેતી જવું જોઈએ.
છાતીમાં ભારેપણું અને દુ:ખાવો
છાતીમાં ભારેપણું, શરીરમાં નબળાઇ અને છાતીમાં બળતરા જેવા સામાન્ય લક્ષણો હોવા છતાં પણ તમે સાયલન્ટ હાર્ટ એટેકનો શિકાર બની શકો છો. તેથી જ કહેવાય છે કે, છાતીમાં બળતરા અને ભારેપણું ક્યારેય અવગણવું જોઈએ નહીં.
હાથ, કમર, ગરદન અને પેટમાં દુઃખાવો
હાર્ટ એટેકને કારણે દુ:ખાવો હાથ સુધી પહોંચે છે. જે હાર્ટ એટેકનું લક્ષણ છે. જો છાતીમાં દુ:ખાવો આખા હાથમાં ફેલાવા લાગે તો તરત જ ડોક્ટરને બતાવો. કમર, ગરદન અને પેટમાં પણ દુઃખાવો થઈ શકે છે. લક્ષણો વ્યક્તિ મુજબ અલગ અલગ હોય શકે છે.
મહિલાઓ વધુ થાય છે શિકાર
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, છાતીમાં દુ:ખાવો વગર હાર્ટ એટેકના કિસ્સાઓ મહિલાઓમાં વધુ જોવા મળે છે. જેના કારણે તેમને મોડેથી તબીબી સારવાર મળે છે અને તેમની બચવાની સંભાવના ઘટે છે. આ બાબતનો તાગ મેળવવા કેનેડાના સંશોધકોએ 305 દર્દીઓનો અભ્યાસ કર્યો હતો.
ઉબકા અને ઠંડો પરસેવો
અમુક લોકો સૂતી વખતે ઉબકા અને ઠંડા પરસેવા જેવા લક્ષણોનો પણ ભોગ બની શકે છે. જેના કારણે તેઓ જાગી જાય છે. ફલૂને ચેપમાં પણ આવું જોવા મળે છે. જેથી આવા લક્ષણોને લોકો ગણકારતા નથી. જેથી આવા કિસ્સામાં ચેતીને રહેવું જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે, સાયલન્ટ હાર્ટ એટેકથી બચવા માટે પ્રિવેન્શન સૌથી મોટો ઇલાજ છે. જેથી સમયાંતરે બ્લડ પ્રેશર ચેક કરવું અને કોલેસ્ટ્રોલ લેવલ પર નજર નાખવી જોઈએ.
Share your comments