Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

પોષકતત્વોના વધુ પડતા ઉપયોગથી થતી આડ અસર

નાઈટ્રોજન : કોઈ પણ પાકમાં નાઈટ્રોજનનો ફોસ્ફરસ, પોટાશ અને ગંધક સાથે સપ્રમાણ ઉપયોગ કરવો જોઈએ. જો ના/ફો, ના/પો અને ના/ગંધકના વપરાશનો રેશિયો સપ્રમાણ ન જળવાય તો પાક ઉત્પાદનમાં ઘટડો તો થાય જ છે, પરંતુ સાથે સાથે પાકની ગુણવત્તા પણ બગડે છે. છોડને જરૂર કરતા વધુ પ્રમાણમાં નાઈટ્રોજન આપવાથી છોડની વૃદ્ધિ ઝડપથી થાય છે. પાન ઘેરા લીલા કલરના થાય છે. છોડ વધે ચડવાથી પાક મોડો પરિપક્વ થાય છેઅને પાન સુકાઈને ખરી પડે છે. મૂળનો વિકાસ રૂંધાય છે. ફુલ અને ફળ ઓછા બેસે છે અને પાક ઉત્પાદન ઘટે છે.

KJ Staff
KJ Staff
Side effects of excessive use of nutrients
Side effects of excessive use of nutrients

નાઈટ્રોજન :

કોઈ પણ પાકમાં નાઈટ્રોજનનો ફોસ્ફરસ, પોટાશ અને ગંધક સાથે સપ્રમાણ ઉપયોગ કરવો જોઈએ. જો ના/ફો, ના/પો અને ના/ગંધકના વપરાશનો રેશિયો સપ્રમાણ ન જળવાય તો પાક ઉત્પાદનમાં ઘટડો તો થાય જ છે, પરંતુ સાથે સાથે પાકની ગુણવત્તા પણ બગડે છે. છોડને જરૂર કરતા વધુ પ્રમાણમાં નાઈટ્રોજન આપવાથી છોડની વૃદ્ધિ ઝડપથી થાય છે. પાન ઘેરા લીલા કલરના થાય છે. છોડ વધે ચડવાથી પાક મોડો પરિપક્વ થાય છેઅને પાન સુકાઈને ખરી પડે છે. મૂળનો વિકાસ રૂંધાય છે. ફુલ અને ફળ ઓછા બેસે છે અને પાક ઉત્પાદન ઘટે છે.

ફોસ્ફરસ :

કોઈ પણ પાક માટે જમીનમાં વધુ પડતો ફોસ્ફરસ આપવાથી જમીનમાં રહેલ લભ્ય તાંબુ અને ઝીંકની લભ્યતામાં ઘટડો થાય છે. પાકને તેના મહત્તમ પ્રમાણથી વધુ પડતો ફોસ્ફરસ જમીનમાં આપવાથી છોડમાં લોહ, ઝીંક અને મેંગેનીઝ જેવા સુક્ષ્મતત્વોની ખામી જોવા મળે છે. આ ઉપરાંત છોડમાં કેલ્શિયમની ઉણપના ચિન્હો પણ દેખાય છે.

પોટાશ :

 છોડને તેના મહત્તમ પ્રમાણથી વધુ પડતો પોટાશ જમીનમાં આપવાથી છોડમાં મેગ્નેશિયમ, મેંગેનીઝ, ઝીંક, આર્યન અને કેલ્શિયમની ખામીની આડ અસર જોવા મળે છે.

કેલ્શિયમ :

છોડને તેના મહતમ પ્રમાણની વધુ પડતા કેલ્શિયમ જમીનમાં આપવાથી છોડમાં મેગ્નેશિયમ અથવા પોટેશિયમ તત્વોની ખામી જોવા મળે છે.

મેગ્નેશિયમ :

મેગ્નેશિયમની છોડમાં ખાસ કોઈ આડઅસરો જોવા મળેલ નથી. તેમ છતા કોઈ પણ પાક માટે જમીનમાં વધુ પડતા મેગ્નેશીયમના ઉપયોગથી તેનો પોટેશિયમ અને કેલ્શિયમ સાથેનો સપ્રમાણ રેશિયો ખોરવાતા પાકની વૃધ્ધિ પર આડ અસર થયા છે.

ગંધક :

પાકને વધુ પડતો ગંધક આપવાથી છોડ ઠીંગણો રહે, પર્ણ નાના રહે, પાનની કિનારી પીળી પડે અને ફાટી જાયછે.

લોહ :

પાક માટે જમીનમાં વધુ પડતો  લોહ (હીરાકસી) આપવાથી પાન પર કાંસ્ય અથવા ભૂરા ટપકાઓ જોવા મળે છે.

મેંગેનીઝ :

પાકને જમીનમાં વધુ પડતો મેંગેનીઝ આપવાથી છોડમાં ક્લોરોફીલનું સિન્થેસિસ પૂરતા પ્રમાણમાં નહી થવાથી છોડના પાન પીળા પડે અથવા પાનની પેશીઓ બગડી જાય છે. છોડની વૃધ્ધિ અને જુસ્સો ઘટી જાય છે. અંતે પાક ઉત્પાદનમાં ઘટાડો થાય છે.

બોરોન :

 પાકને જમીનમાં વધુ પડતો બોરોન આપવાથી સૌથી પહેલા છોડના પાનની ટોચ પીળી પડે ત્યાર બાદ પાનની ટોચ અથવા ધારથી પીળાશ ધીરે ધીરે આગળ વધે છે.

ઝીંક :

પાકને જમીનમાં વધુ પડતો ઝીંક આપવાથી છોડ પર ઝેરી તેની અસર થાય છે અને છોડ ઝડપથી સુકાય જાય છે. જમીનમાં વધુ પડતા ઝીંક આપવાથી જમીનમાં રહેલા લોહની લાભ્યતા ઘટવાથી છોડમાં લોહની ઉણપ ઉત્પન થાય છે અને છોડ પીળો પડે છે.

કોપર (તાંબુ) :

 પાકને જમીનમાં વધુ પડતુ તાંબુ આપવાથી છોડની વૃધ્ધિમાં ઘટાડો થાય છે. ત્યાર બાદ લોહની ખામીના ચિન્હો જણાતા પાન પીળા પડે છે અને છોડ ઠીંગણો રહે, ડાળોનો વિકાસ ઘટે, મૂળનો વિકાસ પણ રૂંધાય છે અંતે પાક ઉત્પાદન ઘટે છે.

મોલીબ્ડેનમ :

પાકને જમીનમાં વધુ પડતો મોલીબ્ડેનમ આપવાથી પર્ણ રંગવિહીન થઇ જાય છે.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More